ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / જુઓ કોણ છે એશિયન ગેમ્સમાં સૌથી ઓછી ઉંમરે ગોલ્ડ જીતનાર 5 ભારતીય ખેલાડી?

photo-story

8 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / જુઓ કોણ છે એશિયન ગેમ્સમાં સૌથી ઓછી ઉંમરે ગોલ્ડ જીતનાર 5 ભારતીય ખેલાડી?

Last Updated: 09:49 AM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાન સામેની ફાઇનલમાં ભારતની જીત સાથે વૈભવ સૌથી નાની ઉંમરે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ભારતીય ખેલાડી બન્યો છે.આ સાથે તેણે શૂટિંગના દિગ્ગજ સૌરભ ચૌધરીનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એશિયન ગેમ્સમાં સૌથી ઓછી ઉંમરે ગોલ્ડ મેડલ જીતનાર ટોચના 5 ભારતીય ખેલાડીઓમાં કયા ખેલાડીઓ સામેલ છે તે જાણીએ.

1/8

photoStories-logo

1. વૈભવ સૂર્યવંશીએ રચ્યો નવો રેકોર્ડ

વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષ, 6 મહિના અને 6 દિવસની ઉંમરે ભારત માટે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પાકિસ્તાન સામેની પુરુષોની ટી-20 ફાઇનલમાં ભારતે 19 રને જીત મેળવી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ જીત સાથે વૈભવ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર સૌથી નાની ઉંમરનો ભારતીય ખેલાડી બની ગયો છે.આ પહેલાં આ રેકોર્ડ સૌરભ ચૌધરીના નામે હતો. સૌરભે 2018ના જકાર્તા એશિયન ગેમ્સમાં 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં 16 વર્ષ, 3 મહિના અને 9 દિવસની ઉંમરે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી આ યાદીમાં પહેલા નંબરે છે. તેણે 2026ના એચી-નાગોયા એશિયન ગેમ્સમાં પુરુષોની ટી-20 ક્રિકેટમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. માત્ર 15 વર્ષ, 6 મહિના અને લગભગ 7 દિવસની ઉંમરે તેણે આ સિદ્ધિ મેળવી છે.પાકિસ્તાન સામેની ફાઇનલમાં વૈભવે 9 બોલમાં 15 રન બનાવ્યા હતા. તેની આ નાની પરંતુ આક્રમક ઇનિંગમાં બે છગ્ગા સામેલ હતા. ટીમની ગોલ્ડ મેડલ જીત સાથે વૈભવે ભારતીય રમતજગતમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. સૌરભ ચૌધરી

બીજા નંબરે શૂટિંગના ખેલાડી સૌરભ ચૌધરી આવે છે. તેમણે 2018ના જકાર્તા એશિયન ગેમ્સમાં પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.સૌરભે આ સિદ્ધિ 16 વર્ષ, 3 મહિના અને 9 દિવસની ઉંમરે મેળવી હતી. લાંબા સમય સુધી તેઓ એશિયન ગેમ્સમાં સૌથી ઓછી ઉંમરે ગોલ્ડ જીતનાર ભારતીય ખેલાડી હતા. હવે વૈભવ સૂર્યવંશીએ તેમનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કુમકુમ મોહદ

ત્રીજા નંબરે તીરંદાજ કુમકુમ મોહદનું નામ આવે છે. તેમણે 2026ના એચી-નાગોયા એશિયન ગેમ્સમાં મહિલા રિકર્વ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.કુમકુમને આ સફળતા લગભગ 17 વર્ષની ઉંમરે મળી હતી. નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય મંચ પર ગોલ્ડ મેડલ જીતીને તેમણે ભારતીય તીરંદાજીમાં પોતાની ઓળખ બનાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. જી. કમલિની

ચોથા નંબરે ક્રિકેટર જી. કમલિની છે. તેમણે 2026ના એચી-નાગોયા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. કમલિનીએ લગભગ 18 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.ક્રિકેટમાં યુવા ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે એશિયન ગેમ્સમાં પણ પોતાની મજબૂત સ્થિતિ બનાવી છે. વૈભવ અને કમલિની બંનેએ યુવા ક્રિકેટરો માટે નવી ઓળખ ઊભી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. પલક ગુલિયા

આ યાદીમાં પાંચમા નંબરે શૂટર પલક ગુલિયા છે. તેમણે 2023ના હાંગઝોઉ એશિયન ગેમ્સમાં 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.પલકે 18 વર્ષ અને 10 મહિનાની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. તેમની સફળતા પણ ભારતીય શૂટિંગ માટે ખાસ રહી હતી અને હવે તેઓ એશિયન ગેમ્સમાં સૌથી નાની ઉંમરે ગોલ્ડ જીતનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. પાકિસ્તાન સામે ભારતે 19 રને ફાઇનલ જીતી

એશિયન ગેમ્સની પુરુષોની ટી-20 ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 211 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.વૈભવ સૂર્યવંશીએ શરૂઆતમાં 9 બોલમાં 15 રન બનાવ્યા હતા. ત્યારબાદ અભિષેક શર્માએ માત્ર 28 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ રમી હતી. તિલક વર્માએ પણ 22 બોલમાં અણનમ 51 રન બનાવીને ભારતનો સ્કોર 211 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. પાકિસ્તાનની ટીમ 192 રન સુધી પહોંચી

211 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે પણ જોરદાર લડત આપી હતી. હસન નવાઝે 51 બોલમાં 96 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.જોકે ભારતીય બોલરોએ દબાણમાં શાનદાર બોલિંગ કરી અને પાકિસ્તાનને 192 રન સુધી રોકી દીધું. ભારતે 19 રનથી ફાઇનલ જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ જીત સાથે વૈભવ સૂર્યવંશીએ પણ એશિયન ગેમ્સમાં સૌથી નાની ઉંમરે ગોલ્ડ જીતનાર ભારતીય ખેલાડી તરીકે ઈતિહાસ રચ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Youngest Indian Gold Medalist Vaibhav Sooryavanshi Asian Games 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ