ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 'એક કચોરી, 2 સમોસા' વાળો નારો ક્યાંથી આવ્યો? લોકો બોલ્યા- દુનિયામાં કંઈપણ થાય, તારક મહેતા સાથે રિલેશન નીકળી જ આવે"

વાયરલ / 'એક કચોરી, 2 સમોસા' વાળો નારો ક્યાંથી આવ્યો? લોકો બોલ્યા- દુનિયામાં કંઈપણ થાય, તારક મહેતા સાથે રિલેશન નીકળી જ આવે"

Published By: Nirav Kumar

Last Updated: 03:38 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા 'એક કચોરી, બે સમોસા' વાયરલ નારાને નેટિઝન્સે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જૂના એપિસોડ્સ સાથે જોડી દીધો છે. જેમાં ફેંસ રમુજી અંદાજમાં કહી રહ્યા છે કે દેશમાં બનતી કોઈપણ વાયરલ ઘટનાનું પ્રેડિક્શન આ શોમાં પહેલાથી જ થઈ ચૂકેલું હોય છે.

ADVERTISEMENT

આજકાલ સોશિયલ મીડિયા પર કોઈ પણ ટ્રેન્ડ વાયરલ થતાં વાર નથી લાગતી. તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલા એક મહિલા વિરોધ પ્રદર્શન દરમિયાન ગુંજેલો એક અનોખો અને મનોરંજક નારો "એક કચોરી, દો સમોસા, ઇન મર્દો કા ક્યા ભરોસા"એ ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે. જેમાં લોકો આ મજેદાર સ્લોગન પર અસંખ્ય મીમ્સ અને રમુજી કમેન્ટ્સ બનાવી રહ્યા છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું કનેક્શન?

આ વાયરલ નારાની વચ્ચે નેટિઝન્સે તેનું કનેક્શન ભારતના સૌથી ફેમસ કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે જોડી દીધું છે. સોશિયલ મીડિયા યુઝર્સ રમુજી અંદાજમાં કહી રહ્યા છે કે, "દુનિયામાં કે દેશમાં ગમે તે નવો ક્રેઝ કે ઘટના બને ગોકુલધામ સોસાયટીના સભ્યોએ વર્ષો પહેલાં પોતાના કોઈ ને કોઈ એપિસોડમાં તેની રમૂજ કરેલી જ હોય છે!"

ગોકુલધામ પ્રીમિયર લીગની તૈયારી વખતે દયા બેનને ફોન પર એક વ્યક્તિ કહે છે – “હેલો દયા બેન, સચિન બોલ રહ્યો છું… એક કચોરી, બે સમોસા, જીજાની ટીમનો શું ભરોસો.” આ સંવાદને ફેન્સે હાલના વિરોધના નારા સાથે મેળવી દીધો છે. શો 2008માં શરૂ થયો હતો. છતાં આજે પણ લોકો કહે છે કે દુનિયામાં જે કંઈ થાય છે તે પહેલા તારક મેહતામાં જ થઈ ચૂક્યું હોય છે.

આ સિવાય એવી પણ કોમેન્ટ આવી કે, જેમ હોલિવૂડની ફેમસ એનિમેટેડ સિરીઝ 'ધ સિમ્પસન્સ' ભવિષ્યની ઘટનાઓની અગાઉથી આગાહી કરવા માટે જાણીતી છે તેમ હવે ભારતીય દર્શકો 'તારક મહેતા...' ને ભારતનું 'સિમ્પસન્સ' ગણાવી રહ્યા છે. જેઠાલાલ, આત્મારામ ભિડે કે પોપટલાલના જૂના ક્લિપિંગ્સ શેર કરીને ફેન્સ દાવો કરી રહ્યા છે કે ખાણી-પીણી સાથે જોડાયેલા આવા અનોખા વિરોધ પ્રદર્શનો અને નારાઓનો મૂળમાં આ શોમાં પહેલાં જ જોવા મળી ચૂક્યો છે.

વધુ વાંચો : શુક્રવારે OTT પર એકસાથે રિલીઝ થશે આ 6 ફિલ્મો, લિસ્ટમાં 8.3 રેટિંગવાળું મૂવી પણ સામેલ

મહિલા સુરક્ષાનો મુદ્દો ગંભીર છે અને આવા ક્રિએટિવ નારાઓથી લોકોનું ધ્યાન વધુ આકર્ષાય છે. જેમાં ફેન્સ કોમેન્ટ્સમાં લખી રહ્યા છે કે તારક મેહતા આજના યુગનું રાશિફળ જેવું બની ગયું છે. જે કંઈ વાયરલ થાય તેનું કનેક્શન અહીંથી નીકળી જ આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TMKOC Feminism Ek Kachori slogan

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ