ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / શુક્રવારે OTT પર એકસાથે રિલીઝ થશે આ 6 ફિલ્મો, લિસ્ટમાં 8.3 રેટિંગવાળું મૂવી પણ સામેલ
Last Updated: 01:40 PM, 1 October 2026
ADVERTISEMENT
શુક્રવારે OTT પ્લેટફોર્મ્સ પર 6 નવી ફિલ્મો અને સિરીઝનું આગમન થઈ રહ્યું છે. નેટફ્લિક્સ, જીઓ હોટસ્ટાર અને ઝી5 પર રોમાન્ટિક સ્ટોરીથી લઈને ડોક્યુમેન્ટ્રી સુધી વિવિધ કન્ટેન્ટ આવવા જઈ રહ્યું છે. ચાલો જાણીએ કયા પ્લેટફોર્મ પર શું રિલીઝ થવા જઈ રહ્યું છે.
ADVERTISEMENT
બેથલહેમ કુડુંબા યુનિટ
Jioહોટસ્ટાર પર આ મલયાલમ રોમાન્ટિક કોમેડી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. 2 કલાક 37 મિનિટની આ ફિલ્મમાં એશ્લે અને જસ્ટિનની લવ સ્ટોરી છે. જસ્ટિન એશ્લેથી 13 વર્ષ મોટો છે અને આ વયનો તફાવત પરિવારને સ્વીકાર્ય નથી. ગિરીશ એડી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મની IMDb રેટિંગ 8.3 છે.
ADVERTISEMENT
અંધ વિશ્વાસ – સાવધાન ઈન્ડિયા સ્ટોરીઝ
જીઓ હોટસ્ટાર પર આ સાચી ક્રાઈમ ઘટનાઓ પર આધારિત સિરીઝ આવી રહી છે. સમાજમાં ફેલાયેલા અંધશ્રદ્ધા અને પાખંડનો લાભ લઈને કેવી રીતે ગુનેગારો મોટી વારદાતો આચરે છે તે દર્શાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
હેશટેગ લવ
નેટફ્લિક્સ પર આ તમિલ રોમાન્ટિક કોમેડી સિરીઝ રિલીઝ થશે. તે તેલુગુ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં પણ ઉપલબ્ધ રહેશે. ડેટિંગ એપની ફાઉન્ડર અને ઇન્વેસ્ટર મેથ્યૂ વચ્ચે લવ અને આર્ગ્યુમેન્ટની સ્ટોરી છે.
ADVERTISEMENT
ડૂઈંગ લાઈફ
નેટફ્લિક્સ પર આ ઈમોશનલ રોમાન્ટિક ડ્રામા ફિલ્મ આવી રહી છે. જેમાં સીંગલ મધર અને જેલમાં સજા ભોગવતા કેદી વચ્ચે પ્રેમભર્યા પત્રો દ્વારા જોડાણની સ્ટોરી છે.
ADVERTISEMENT
પૂજા મેરી જાન
ઝી5 પર મૃણાલ ઠાકુર, હુમા કુરેશી અને વિક્રમ સિંહ ચૌહાણ સ્ટારર આ સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એક રિજેક્શન કેવી રીતે અનેક લોકોના જીવનમાં તોફાન લાવી દે છે તે સ્ટોરી છે. જેમાં નવજોત ગુલાટીએ દિગ્દર્શન કર્યું છે.
ADVERTISEMENT
શુમાખર ’94– ધ બર્થ ઑફ અ લિજેન્ડ
નેટફ્લિક્સ પર આ ડોક્યુમેન્ટ્રી આવી રહી છે. માઈકલ શુમાખરના ફોર્મ્યુલા 1ના શાનદાર સિઝન અને પહેલી વર્લ્ડ ડ્રાઈવર ચેમ્પિયનશિપ જીતની સ્ટોરી છે. તેની પત્ની કોરિના અને બીજ ફેમસ ચહેરાઓના ઇન્ટરવ્યૂ સામેલ છે.
નેટફ્લિક્સ પર આ અઠવાડિયું એકંદરે ખાસ રહેવાનું છે. શુક્રવાર સિવાય બીજા દિવસોમાં પણ અમુક ઇન્ટરેસ્ટિંગ ફિલ્મો અને સિરીઝ આવવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ