ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VIDEO : તેલ અવિવમાં સ્ટેજ કાર્યક્રમમાં સ્મિત મચ્છરનો ફોટો રાખી લોકોએ કર્યું સેલિબ્રેશન, ચાહકોનું ઘોડાપૂર
Last Updated: 11:16 PM, 3 October 2026
ADVERTISEMENT
174 ઈઝરાયેલીઓનો જીવ બચાવનાર ગુજરાતી મૂળના પાઈલટ સ્મિત મચ્છરનું ઈઝરાયેલમાં ખૂબ માન સન્માન વધ્યું છે. રાજધાની તેલ અવીવમાં સ્ટેજ કાર્યક્રમમાં સ્મિત મચ્છરનો ફોટો રાખી લોકોએ કર્યું સેલિબ્રેશન કર્યું હતું. આ પ્રસંગના સાક્ષી બનવા તથા કેપ્ટનના સારા કાર્યને વધાવવા માટે મોટી સંખ્યામાં ઈઝરાયેલના નાગરિકો ઉમટી પડ્યાં હતા. લોકોએ ગીત પર ઝૂમતા નજરે પડ્યાં હતા.
ADVERTISEMENT
ઈઝરાયેલમાં સ્મિત મચ્છરનું સન્માન, તેલ અવિવમાં સ્ટેજ કાર્યક્રમમાં સ્મિત મચ્છાર છવાયા, સ્ટેજ કાર્યક્રમમાં સ્મિત મચ્છારનો ફોટો બતાવી લોકોએ સેલિબ્રેશન કર્યું#SmitMachhar #Israel #TelAviv #Honour #Celebration #Gujarat #VTVDigital pic.twitter.com/LzmDdJq7Ah
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 3, 2026
74 મુસાફરોના જીવ બચાવ્યા
ADVERTISEMENT
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટમાં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરે અદ્ભુત બહાદુરી દર્શાવી. તેમણે બહાદુરીથી હુમલાખોર સહ-પાઇલટનો સામનો કર્યો અને 174 મુસાફરોના જીવ બચાવ્યા. આ વીરતાપૂર્ણ કાર્ય બાદ, યુએઈના નાયબ વડા પ્રધાન અને દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન સ્મિત મચ્છરના ખબર અંતર પૂછવા માટે અબુ ધાબીની હોસ્પિટલમાં પહોંચ્યાં હતા.
ક્રાઉન પ્રિન્સે કેપ્ટન સ્મિતના કપાળ પર ચુંબન કર્યું
ADVERTISEMENT
ક્રાઉન પ્રિન્સે કેપ્ટન સ્મિતના કપાળ પર ચુંબન કર્યું અને સોશિયલ મીડિયા પર તેમની ખૂબ પ્રશંસા કરી. હોસ્પિટલના ફોટામાં કેપ્ટન સ્મિત ગંભીર ઇજાઓ છતાં હસતા જોવા મળી રહ્યા છે. UAE ના નાયબ વડા પ્રધાન અને દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તોમે શનિવારે અબુ ધાબીની એક હોસ્પિટલમાં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત માછરની મુલાકાત લીધી હતી. તેમણે વિમાનમાં સવાર 174 મુસાફરોના જીવ બચાવવામાં કેપ્ટન સ્મિતની બહાદુરીની પ્રશંસા કરી હતી. મુલાકાત દરમિયાન, ક્રાઉન પ્રિન્સે કેપ્ટન સ્મિતના કપાળ પર ચુંબન કરીને તેમના પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
ભાવનાત્મક પોસ્ટ શેર કરી
અબુ ધાબીની હોસ્પિટલમાં કેપ્ટન સ્મિતની મુલાકાત લીધા પછી, ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી. તેમણે લખ્યું કે કેપ્ટન સ્મિટે હિંમત, જવાબદારી અને માનવતાનું સૌથી મોટું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. યુએઈ સરકાર અને લોકોને તેમના જુસ્સા પર ખૂબ ગર્વ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.