ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / "ઘર કી દાલ ડેઇલી કોન ખાતા હૈ"? રાજકોટમાં પરિણીત ડોક્ટરે ખોટી કોમેન્ટ કરીને ઈન્ટર્નની કરી છેડતી
Last Updated: 10:11 PM, 3 October 2026
ADVERTISEMENT
રાજકોટ AIIMSમાં ફરજ બજાવતી 25 વર્ષીય MBBS ઇન્ટર્ને ડોક્ટરે નર્સિંગ સ્ટાફના એક કર્મચારી સામે જાતીય સતામણીનો ગંભીર આક્ષેપ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી નર્સિંગ સ્ટાફે અગાઉ પણ મહિલા ડોક્ટર સાથે અવારનવાર ફ્લર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
ડ્રેસિંગ રૂમમાં શારીરિક સંપર્ક કરવાનો પ્રયાસ કરતો
ડ્રેસિંગ રૂમમાં એકાંત દરમિયાન તેની મરજી વિરુદ્ધ શારીરિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે સમગ્ર મામલે BNSની કલમ 75(2) હેઠળ લલિત નામના નર્સિંગ સ્ટાફ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા ગાંધીગ્રામ પોલીસે તાત્કાલિક અસરથી પરણિત નર્સિંગ સ્ટાફ લલિત શર્માની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મહિલા ઇન્ટર્ન ડોકટરે ફરીયાદમાં શું લખ્યું?
25 વર્ષીય મહિલા ઇન્ટર્ન ડોકટર દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. 25 સપ્ટેમ્બરથી તેની ડ્યુટી AIIMS હોસ્પિટલના ડ્રેસિંગ વિભાગમાં હતી. તા. 26 સપ્ટેમ્બરે સવારે 9થી બપોરે 1 વાગ્યા દરમિયાન તે ડ્રેસિંગ રૂમમાં ફરજ પર હતી ત્યારે તેની સાથે હેલ્પમાં રહેલા નર્સિંગ સ્ટાફના લલીત શર્મા નામના કર્મચારીએ તેનો મોબાઇલ ફોન લઈ તેમાં રહેલા ફોટા જોવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા ડોક્ટરે વિરોધ કરતાં તેણે ફોન પરત કર્યો હતો. તા. 30 સપ્ટેમ્બરે સવારે 9થી સાંજે 5 વાગ્યા દરમિયાન ફરી બંનેની ડ્રેસિંગ વિભાગમાં સાથે ડ્યુટી હતી. તે સમયે કોઈ દર્દી ન હોવાથી આરોપીએ રૂમનો દરવાજો આડો કરીને મહિલા ડોક્ટર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ તેને બહાર જમવા જવાનું કહ્યું હતું અને પાર્ટી આપવાની વાત કરી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : "જીમમાં યુવતીઓની છેડતી કરતો" સુરેન્દ્રનગરમાં જીમ સંચાલકની ધરપકડ, વ્યાજ વટાવનો પણ આરોપ
ઘર કી દાલ ડેઇલી ડેઇલી કોન ખાતા હૈ?" ખોટી કોમેન્ટ કરી
ADVERTISEMENT
મહિલા ડોક્ટરે ઇનકાર કરી પોતે મેસમાં જમતી હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરે આરોપીને તેના લગ્ન થઈ ગયા હોવાનું જણાવી આવી રીતે વારંવાર ફ્લર્ટ કરવાનું યોગ્ય ન હોવાનું કહ્યું હતું. ત્યારે લલિત શર્માએ મહિલા ડોક્ટરને કહ્યું હતું કે, " ઘર કી દાલ ડેઇલી ડેઇલી કોન ખાતા હૈ?" તેમ કહી અયોગ્ય ટિપ્પણી કરી મહિલા ડોક્ટર સાથે વાતચીત ચાલુ રાખી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.