ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / "જીમમાં યુવતીઓની છેડતી કરતો" સુરેન્દ્રનગરમાં જીમ સંચાલકની ધરપકડ, વ્યાજ વટાવનો પણ આરોપ

ક્રાઈમ / "જીમમાં યુવતીઓની છેડતી કરતો" સુરેન્દ્રનગરમાં જીમ સંચાલકની ધરપકડ, વ્યાજ વટાવનો પણ આરોપ

Published By: Hiralal Parmar
Reported By: Sachin Pithava

Last Updated: 07:56 PM, 3 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવતીઓની છેડતી અને ગેરકાયદેસર વ્યાજ વટાવના આરોપસર સુરેન્દ્રનગરમાં જીમ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

સુરેન્દ્રનગરમાં ક્લબ 71 જીમ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે શિવાલીક કોમ્પલેક્ષના ક્લબ 71 જીમના સંચાલક આમીન યાસીન મુલતાનીની ધરપકડ કરી છે. આરોપ છે કે આમીન મુલતાની જીમમાં આવતી યુવતીઓની છેડતી અને બ્લેકમેલિંગ કરતો હતો. તે ઉપરાંત તે વોટ્સએપ મારફતે ન્યુડ ફોટા મેળવી બ્લેકમેલિંગ પણ કરતો હતો. બળજબરીથી પૈસા કઢાવવાની પ્રવૃત્તિ તથા જીમની આડમાં ગેરકાયદેસર વ્યાજ વટાવની પ્રવૃતિમાં પણ સામેલ હોવાનો આરોપ લાગ્યો છે.

પોલીસ તપાસમાં શું શું મળ્યું?

પોલીસ તપાસમાં મોબાઇલ ફોન અને પેન ડ્રાઇવ મળી આવી છે. અલગ-અલગ બેંકોના કોરા ચેકો પણ પોલીસને મળ્યા છે. પોલીસે ગેરકાયદેસર હિસાબના ચોપડા કબજે કર્યા છે. દરોડા દરમિયાન, 5 મોબાઈલ ફોન, 4 પેન ડ્રાઈવ, 17 બેંકના ચેક, 9 આધારકાર્ડની નકલો અને 3 ગેરકાયદેસર હિસાબી ચોપડા સહિત કુલ 1,31,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

પોલીસને શું મળી હતી ફરીયાદ?

પોલીસને ફરિયાદ મળી હતી કે અમીન મુલતાની જીમમાં આવતી છોકરીઓની છેડતી કરતો હતો. તે વોટ્સએપ દ્વારા ન્યુડ ફોટા પાડી બ્લેકમેલ કરતો અને પૈસા પડાવતો હતો. તે ગેરકાયદેસર વ્યાજ વટાવની પ્રવૃત્તિ પણ કરતો હતો.

વધુ વાંચો : ગુજરાતી પાઈલટ સ્મિત મચ્છરને મળ્યાં દુબઈના ક્રાઉન પ્રિન્સ, જોતાં જ ચૂમી લીધું માથું, સામે આવી તસવીરો

જીમને સીલ કરી દેવાયું

શિવાલિક કોમ્પ્લેક્સ અને 80 ફૂટ રોડ પર આવેલા તેના બંને ક્લબ 71 જીમને લાયસન્સ વગર ચાલતા હોવાથી સીલ કરી દેવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surendranagar surendranagar update news surendranagar news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ