ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / 'પટેલ, વાણીયા, બ્રાહ્મણ મેલું ઉપાડે તેને 50 હજાર આપીશ' નિવેદનથી વિવાદને જન્મ આપ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ કહ્યું- 'માફીનો સવાલ જ નથી'

ગુજરાત / 'પટેલ, વાણીયા, બ્રાહ્મણ મેલું ઉપાડે તેને 50 હજાર આપીશ' નિવેદનથી વિવાદને જન્મ આપ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ કહ્યું- 'માફીનો સવાલ જ નથી'

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:07 PM, 3 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat: કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા વચ્ચે શંકરસિંહ વાઘેલાએ નર્મદામાં આપેલા નિવેદનથી ગુજરાતમાં ફરી રાજકારણ ગરમાયું છે.

ADVERTISEMENT

Gujarat: કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા વચ્ચે શંકરસિંહ વાઘેલાએ નર્મદામાં આપેલા નિવેદનથી ગુજરાતમાં ફરી રાજકારણ ગરમાયું છે. બ્રહ્મ સમાજના અગ્રણી અને ભાજપના નેતા યજ્ઞેશ દવે અને પાટીદાર અગ્રણીઓએ વિરોધ કર્યો અને શંકરસિંહ માફી માગે તેવી માગ કરી છે. યજ્ઞેશ દવેએ કહ્યું કે, શંકરસિંહ બાપુ આવા શુભ કાર્યોની શરૂઆત તમે કરો. તમે મારા ઘરનું મેલું ઉપાડો હું પાંચ લાખ રૂપિયા દર મહિને તમને આપીશ.

સવર્ણ સમાજના નેતાઓના નિવેદન બાદ શંકરસિંહ વાઘેલાએ ફરી નિવેદન આપતા કહ્યું કે, મેં જિંદગીમાં કોઈ નિવેદનને ફેરવી તોળ્યું નથી. માફી માગવાનો સવાલ જ નથી. શંકરસિંહ સામે મજાક ન કરતા. હું ચિલાચાલુ પોલિટિશિયન નથી, જે કીધું છે તે ડંકાની ચોટ પર કીધું છે.

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે તેમના નિવેદનનો સંદર્ભ ભાજપ સરકારની અનામત વિરોધી નીતિ અને દલિત સમાજે વર્ષો સુધી ભોગવેલા અન્યાય સાથે જોડાયેલો હતો. તેમણે કહ્યું કે, “શંકરસિંહ વાઘેલાએ જિંદગીમાં કોઈ નિવેદન ફેરવી તોળ્યું નથી અને માફી માંગવાનો સવાલ જ નથી.” દલિત સમાજને અગાઉ માથે મેલું ઉપાડવું પડતું, મંદિરમાં પ્રવેશ નહોતો, પાણીની સુવિધા નહોતી, તેના સંદર્ભમાં તેમણે વાત કરી હોવાનું જણાવ્યું છે.

અલ્પેશ કથીરિયાએ માંગણી કરી છે કે શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવેદન અંગે માફી માંગવી જ જોઈએ. મોટા મંચ પરથી આવી વાહિયાત વાતો કરવાથી સમાજના લોકોની લાગણીઓ દુભાય છે. વડીલોએ આવા નિવેદનોથી બચવું જોઈએ અને તેમની ઉંમર પ્રમાણે કાં તો તેમણે મૌન રહેવું જોઈએ અથવા તો ન બોલવું જોઈએ.

આ પણ વાંચોઃ ગાંધીનગર / ગુજરાત સરકારે મંત્રીઓ-અધિકારીઓ-પદાધિકારીઓ માટે નવી વાહન નીતિ જાહેર કરી, શું જોગવાઈ કરાઈ?

પાટીદાર સમાજના નેતા દિનેશ બાંભણિયાએ પણ બાપુના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો છે. સુરતમાં જૈન સમાજના અગ્રણી નીરવ શાહે કહ્યું કે, માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા, વર્ગ વિગ્રહ કરાવવા અને જ્ઞાતિવાદના ભેદભાવ ઊભા કરવા પૂર્વ મુખ્યમંત્રી નિવેદનો કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Shankersinh Vaghela Shankersinh Vaghela Controversy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ