ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 43માં માળેથી કૂદીને યુવકની આત્મહત્યા, નીચે પડતાં શરીરના ટુકડે-ટુકડા, માંસના લોચા દૂર-દૂર ફેલાયા
Last Updated: 05:00 PM, 3 October 2026
ADVERTISEMENT
નોઇડામાં એક યુવકે શનિવારે સૌથી ઊંચી ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. તેણે ઇમારતની 43મી માળેથી છલાંગ લગાવી દીધી. જમીન પર પડતાં જ તેના શરીરના ટુકડા થઈ ગયા. માંસના લોચા 30-40 ફૂટ દૂર સુધી ફેલાઈ ગયા. ચારે તરફ લોહી જ લોહી ફેલાઈ ગયું. ઘટના સેક્ટર-94માં આવેલી સુપરનોવા સોસાયટીના એસ્પાયર ટાવરની છે.
ADVERTISEMENT
ઘટનાનો વીડિયો હૃદયદ્રાવક
આ ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે જેમાં યુવક 80 માળની ઇમારતના 43મા ફ્લોરની રેલિંગ પર લટકતો જોવા મળે છે. તે લગભગ 2-3 સેકન્ડ સુધી રેલિંગ પર રહ્યો હતો. તે કંઈક કરે તે પહેલાં જ યુવકે છલાંગ લગાવી દીધી. જમીન પર પડ્યા બાદ સ્થિતિ એવી હતી કે પોલીસ મૃતદેહને કોથળામાં ભરીને લઈ ગઈ.
ADVERTISEMENT
વધુ વાંચો : અમદાવાદના ઈસનપુરમાં વિદ્યાર્થીની હત્યા, લાકડીઓ અને પાઈપો વડે સખત માર મરાયો
શું હતું આપઘાત કરવાનું કારણ
ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી રહી છે. પોલીસ આસપાસ લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસી રહી છે, જેથી આત્મહત્યા પહેલાં સંભવની પળે-પળની હિલચાલને ટ્રેક કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.