ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નર્મદા નીરના વધામણાં કરતા CM ભૂપેન્દ્ર પટેલ, સતત 7મી વાર ડેમ પહોંચ્યો મહત્તમ સપાટીએ
Last Updated: 06:10 PM, 30 September 2026
ADVERTISEMENT
ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ઉપરવાસમાંથી થઈ રહેલી સતત પાણીની આવકના પગલે ડેમ તેની મહત્તમ જળસપાટી 138.68 મીટર પહોંચીને સંપૂર્ણ ભરાઈ ગયો છે. આ શુકનવંતી ક્ષણની ઉજવણી કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ એકતાનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે મંત્રોચ્ચાર અને વૈદિક વિધિ સાથે મા નર્મદાના પવિત્ર જળના વધામણા કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા બંધ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા બાદ, આ સતત 7મી વખત છે જ્યારે ડેમ તેની 138.68 મીટરની પૂર્ણ ક્ષમતાએ ભરાયો છે. નર્મદા નિગમના આંકડા અનુસાર હાલમાં ડેમમાં 5747.12 એમસીએમ જેટલો વિશાળ લાઈવ સ્ટોરેજ જળજથ્થો સંગ્રહિત થયેલો છે. ઉપરવાસમાંથી ડેમમાં 44884 ક્યુસેક પાણીની સરેરાશ આવક થઈ રહી છે, જેની સામે 12788 ક્યુસેક પાણી જાવક તરીકે છોડવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT
જળસંગ્રહની સાથે-સાથે વીજ ઉત્પાદન ક્ષેત્રે પણ ઉત્સાહજનક ચિત્ર જોવા મળી રહ્યું છે. નર્મદા યોજનાના કેનાલ હેડ પાવર હાઉસ ખાતે ૩ મુખ્ય ટર્બાઈન મારફતે પૂરજોશમાં વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. જોકે, રિવર બેડ પાવર હાઉસના ટર્બાઈન હાલ પૂરતા બંધ રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
નર્મદા બંધ પૂર્ણ સપાટીએ પહોંચવાથી સમગ્ર રાજ્યમાં પીવાના પાણી અને ખેતી માટેના પાણીનું સંકટ ટળી ગયું છે. આ જળસંચયના લીધે રાજ્યના 10453 ગામડાઓ અને 191 નાના-મોટા શહેરોને પાણી મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ તમામ વિસ્તારોના આશરે 4 કરોડથી વધુ નાગરિકો માટે વર્ષભર પીવાના પાણીની સુરક્ષા સુનિશ્ચિત થઈ ગઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના અંતરિયાળ વિસ્તારો સુધી ફેલાયેલા કેનાલ નેટવર્ક મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, જેથી ખેતીવાડી ક્ષેત્રે નવી ઊર્જાનો સંચાર થશે.
સંકળાયેલા મુદ્દાઓ