ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / જેલ છે કે મોજશોખનો અડ્ડો? સુરતની લાજપોર જેલમાંથી મળ્યા 11 ફોન

સુરત / જેલ છે કે મોજશોખનો અડ્ડો? સુરતની લાજપોર જેલમાંથી મળ્યા 11 ફોન

Published By: Vishal Khamar

Last Updated: 05:54 PM, 3 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની લાજપોર જેલમાં વિજિલન્સ ટીમે અઢીથી ત્રણ કલાક સુધી તપાસ કરી. દરોડા દરમિયાન 11 મોબાઈલ ફોન, 10 સીમકાર્ડ અને 3 ચાર્જર મળી આવ્યા.

ADVERTISEMENT

સુરતની હાઈટેક ગણાતી લાજપોર સેન્ટ્રલ જેલમાંથી પ્રતિબંધિત મોબાઈલ અને અન્ય સામાન મળી આવતા જેલ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વિજિલન્સની ટીમે જેલમાં રાત્રિના સમયે અચાનક તપાસ હાથ ધરતા કુલ 11 મોબાઈલ ફોન, 10 સીમકાર્ડ અને 3 ચાર્જર મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, લાજપોર જેલમાં રાત્રે આશરે 8 વાગ્યાના સમયે વિજિલન્સની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ટીમે જેલના વિવિધ વિસ્તારો અને બેરેકમાં લગભગ અઢીથી ત્રણ કલાક સુધી સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં મોબાઈલ ફોન, સીમકાર્ડ અને ચાર્જર મળી આવતા જેલ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

જેલની અંદરથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવ્યા બાદ સમગ્ર મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે આ મોબાઈલ અને સીમકાર્ડ જેલની અંદર કેવી રીતે પહોંચ્યા અને તેનો ઉપયોગ કોણ કરી રહ્યું હતું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટનાઓ

લાજપોર જેલમાં કેદીઓની બેરેકમાંથી મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. ત્યારે ફરી એકવાર મોટી સંખ્યામાં મોબાઈલ અને સીમકાર્ડ મળી આવતા જેલ તંત્રની દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચોઃ સુરતના કેપી ગ્રુપે બે કંપનીના અધિગ્રહણ સાથે કેપી 3.0નો આગાજ કર્યો

હવે સૌથી મોટો સવાલ એ છે કે હાઈટેક સુરક્ષા વ્યવસ્થા ધરાવતી જેલમાં કેદીઓ સુધી આ મોબાઈલ ફોન અને સીમકાર્ડ પહોંચ્યા કેવી રીતે? જેલની અંદર પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવામાં કોઈની સંડોવણી હતી કે પછી સુરક્ષા તપાસમાં ક્યાંક ચૂક રહી ગઈ, તે તપાસનો મહત્વનો મુદ્દો બની શકે છે. વિજિલન્સ તપાસ અને પોલીસ ફરિયાદ બાદ સમગ્ર મામલામાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Lajpore Jail Lajpore Jail raid Surat jail raid

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ