ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના થલતેજમાં યુવકે મચાવ્યો આતંક, લાઈટનો થાંભલો તોડ્યો, સોસાયટીનો રહીશોને ધમકાવ્યાં
Last Updated: 05:45 PM, 4 October 2026
ADVERTISEMENT
થલતેજમાં એક યુવકે આતંક મચાવતા સોસાયટીમાં ભયનો માહોલ ફેલાયો. યુવકે ઈલેક્ટ્રીક સ્ટ્રીટ પોલ તોડી નાખ્યો..સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ. યુવક સોસાયટી માં છેલ્લા દોઢ મહિનાથી આતંક મચાવતા લોકોમાં ભય અને દહેશત ઉભી કરી છે..આ બનાવની ગંભીરતા સ્થાનિક નેતાઓથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ લીધી.
ADVERTISEMENT
માનસિક બીમાર હોવાથી પોતાનું ઘર સળગાવ્યું હતું
પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી આકાશ ઠાકોર છે જે માનસિક બીમાર હોવાથી પોતાનું ઘર સળગાવ્યું હતું ગત મોડી રાતે AMC ઇલેક્ટ્રીક પોલ તોડી નાખીને આતંક મચાવ્યો હતો..જોકે આરોપી આકાશ ના આતંક થી સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળ્યો છે..કારણકે આરોપી છેલ્લા અઢી મહિનાથી બાળકો થી લઈ સોસાયટીના સભ્યોને ધમકી આપીને ડરાવી ને આતંક ફેલાવી રહ્યો છે..જેથી આરોપી આકાશની સામે લોકો બોલવા માટે ડરી રહ્યા હતા.
ADVERTISEMENT
પોલીસે આરોપીની કરી ધરપકડ
આ સમગ્ર ઘટનાની સોસાયટી સભ્યોએ પોલીસને જાણ કરતા જ તાત્કાલિક આરોપી આકાશ ઠાકોરની ધરપકડ કરી છે..જે આરોપી માનસિક બીમાર હોવાથી તેના પરિવાર પણ કોઈ સાથે રહેતું નથી..આરોપી આકાશ ઘર ની સાથે થાર ગાડી પણ સળગાવી દીધી હતી..આરોપી સામે પોલીસ કડક કાર્યવાઇ કરે તેવી માગ સ્થાનિકો એ કરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : મોતનો લાઈવ વીડિયો, પૂરપાટ ઝડપે દોડતી કાર થાંભલા સાથે ટકરાઈને ખીણમાં ખાબકી
આરોપીના ભાઈએ શું કહ્યું?
ADVERTISEMENT
આરોપી આકાશ ઠાકોર ના આતંક થી સોસાયટીના તમામ સભ્યો કંટાળી ગયા છે કારણકે અચાનક કોઈની પણ ઝઘડો કરવાનું મારમારી કરતો હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે જેથી આરોપી આકાશ સામે કડક પગલાં ભરવાની માગ કરી રહ્યા છે..બીજી બાજુ પકડાયેલ આરોપી આકાશ ઠાકોર અગાઉ નશો કરતો હોવાથી રિહેબ સેન્ટરમાં મોકલ્યો હતો..તેની માનસિક બીમારી કારણે મનોચિકિત્સકને બતાવવામાં આવ્યું હતું..જે આરોપી આકાશ મોટા ભાઈ રણજીત ઠાકોર નિવેદન આપ્યું છે કે મારો નાનો ભાઈ હરેશ ઉર્ફે આકાશ પ્રતાપજી ઠાકોર છેલ્લા દોઢ વર્ષથી માનસિક અસ્વસ્થતાથી પીડાઈ રહ્યો છે..પરિવારે તેને બે થી ત્રણ વખત સારવાર માટે દાખલ પણ કરાવ્યો હતો..છતાં તેની માનસિક સ્થિતિમાં સુધારો થયો ન હતો અને તે અસ્થિર વર્તન કરતો રહે છે..આકાશની સતત અસ્થિર અને જોખમી માનસિક સ્થિતિને કારણે પરિવારના સભ્યો પણ તેનાથી અંતર રાખીને દૂર રહેવા મજબૂર બન્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.