ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / પિતા ગોવિંદાના 'અફેર'થી નારાજ દીકરી ટીના આહૂજા, ભડકી ઉઠી ઓન કેમેરા, જુઓ Video
Last Updated: 12:14 PM, 4 October 2026
ADVERTISEMENT
બોલિવૂડ એક્ટર ગોવિંદા અને કોમલ રાણી સ્વર્ણકારની નિકટતાની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. કોમલ ગોવિંદાની ફિલ્મ 'રૂપા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે અને ફિલ્મની રિલીઝ પહેલાં જ બંનેના સંબંધોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે ગોવિંદાની પત્ની સુનીતા આહૂજાએ કોમલનું નામ લીધા વગર ઘર તોડવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ કોમલે પણ સુનીતા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
ADVERTISEMENT
હવે આ સમગ્ર મામલે ગોવિંદા અને સુનીતા આહૂજાની દીકરી ટીના આહૂજાનું રિએક્શન સામે આવ્યું છે. તાજેતરમાં ટીના એક ઇવેન્ટમાં પહોંચી હતી. ત્યાં એક રિપોર્ટરે પરિવારની ચાલી રહેલી ચર્ચા અંગે સવાલ પૂછ્યો હતો. રિપોર્ટરે કોમલ રાણી દ્વારા તેની માતા સુનીતા આહૂજા અંગે કરવામાં આવી રહેલી સોશિયલ મીડિયા પોસ્ટનો ઉલ્લેખ કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સવાલ પૂરો થાય તે પહેલાં જ ટીના નારાજ થઈ ગઈ હતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અહીં આ બાબતે વાત ન કરીએ અને ત્યારબાદ 'થેન્ક્યૂ' કહીને આગળ વધી ગઈ હતી. જ્યારે તેને આ મુદ્દે કંઈ કહેવા માટે ફરી પૂછવામાં આવ્યું ત્યારે તેણે કોઈ જવાબ આપ્યો નહોતો અને સ્ટેજ પરથી નીકળી ગઈ હતી.
ADVERTISEMENT
આ દરમિયાન ટીનાના ચહેરા પર સ્મિત જોવા મળતું હતું, પરંતુ પરિવારને લગતા સવાલો આવતા તેની નારાજગી પણ સ્પષ્ટ દેખાઈ હતી. તેણે ન તો પોતાની માતા સુનીતા આહૂજાના સમર્થનમાં કંઈ કહ્યું અને ન તો કોમલ રાણી વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું. તેના વર્તન પરથી એવું લાગી રહ્યું હતું કે તે પરિવાર સાથે જોડાયેલા આ વિવાદને વધુ ચર્ચામાં લાવવા માંગતી નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ફિલ્મ Drishyam 3નું કલેક્શન 2 જ દિવસમાં 100 કરોડને પાર, જાણો વર્લ્ડવાઈડ કમાણી
ADVERTISEMENT
ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહૂજાના લગ્નજીવનને લગભગ 40 વર્ષ થઈ ચૂક્યા છે. જોકે હાલમાં ગોવિંદાનું નામ તેમની ફિલ્મ 'રૂપા'ની કો-સ્ટાર કોમલ રાણી સ્વર્ણકાર સાથે જોડાઈ રહ્યું છે. બંનેને સાથે જોવામાં આવ્યા બાદ તેમના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ હતી.ખાસ કરીને લાલબાગચા રાજાના દર્શન દરમિયાન બંને સાથે જોવા મળ્યા હતા અને કોમલના સેંથામાં સિંદૂર જોવા મળ્યા બાદ આ ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું. ત્યારબાદ ગોવિંદા અને કોમલના સંબંધોને લઈને અનેક સવાલો ઉઠવા લાગ્યા હતા.
ગોવિંદાની પત્ની સુનીતા આહૂજાએ કોમલ રાણી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. બીજી તરફ કોમલે પણ આ આરોપોનો જવાબ આપતા ગોવિંદા સાથે કોઈ અંગત સંબંધ હોવાની વાત નકારી છે. કોમલનું કહેવું છે કે ગોવિંદા સાથે તેનો સંબંધ માત્ર પ્રોફેશનલ છે અને બંનેની જાહેરમાં થયેલી મુલાકાતો તથા દેખાવ ફિલ્મ 'રૂપા'ના પ્રમોશન સાથે જોડાયેલા છે.આ વિવાદમાં કાશ્મીરા શાહ, દિવ્યા ખોસલા અને રાખી સાવંત જેવી અભિનેત્રીઓએ પણ પ્રતિક્રિયા આપી છે. હવે ટીના આહૂજાએ પરિવાર સાથે જોડાયેલા સવાલોનો જવાબ આપવાનું ટાળતાં આ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ