ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ફિલ્મ Drishyam 3નું કલેક્શન 2 જ દિવસમાં 100 કરોડને પાર, જાણો વર્લ્ડવાઈડ કમાણી

મનોરંજન / ફિલ્મ Drishyam 3નું કલેક્શન 2 જ દિવસમાં 100 કરોડને પાર, જાણો વર્લ્ડવાઈડ કમાણી

Published By: Jinal Chauhan

Last Updated: 08:07 AM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય દેવગનની ‘Drishyam 3’એ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.ફિલ્મે માત્ર બે દિવસમાં જ ભારતમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. વર્લ્ડવાઈડ કમાણીમાં પણ ફિલ્મે જોરદાર શરૂઆત કરી છે અને દર્શકોમાં તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

અજય દેવગનની ફિલ્મ ‘Drishyam 3’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે માત્ર બે દિવસમાં જ ભારતમાં 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર સ્ટારકાસ્ટના અભિનયની પણ ચર્ચા થઈ રહી છે. બીજા દિવસે કમાણીમાં થોડો ઘટાડો થયો હોવા છતાં ફિલ્મે મજબૂત કલેક્શન જાળવી રાખ્યું છે.

બીજા દિવસે કેટલી કમાણી કરી?

રિપોર્ટ અનુસાર ‘Drishyam 3’એ બીજા દિવસે બોક્સ ઓફિસ પર 53.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની હિન્દી ઓક્યુપન્સી 48.1 ટકા રહી હતી. બીજા દિવસે ફિલ્મના કુલ 16,868 શો યોજાયા હતા.ફિલ્મે પહેલા દિવસે 62 કરોડ રૂપિયાની જોરદાર ઓપનિંગ કરી હતી. બીજા દિવસે તેની કમાણીમાં 8.50 કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. તેમ છતાં ફિલ્મે બીજા દિવસે પણ ડબલ ડિજિટમાં કમાણી કરી છે.

અજય (1)

બે દિવસમાં ભારતમાં 115.50 કરોડ

‘Drishyam 3’એ બે દિવસમાં ભારતમાં કુલ 115.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મનું ઈન્ડિયા ગ્રોસ કલેક્શન 138.60 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. શરૂઆતના બે દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કરીને ફિલ્મે પોતાની મજબૂત પકડ સાબિત કરી છે.ફિલ્મને મળી રહેલા પ્રતિસાદને જોતા આગામી દિવસોમાં પણ કમાણી વધવાની શક્યતા છે. ખાસ કરીને વીકએન્ડમાં ફિલ્મના કલેક્શનમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે.

વર્લ્ડવાઈડ કલેક્શન 177 કરોડને પાર

ભારત ઉપરાંત વિદેશમાં પણ ‘Drishyam 3’ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે અત્યાર સુધીમાં दुनિયાભરમાં 177.10 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. એટલે માત્ર બે દિવસમાં ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 177 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે.ફિલ્મની કમાણી અને દર્શકોનો ઉત્સાહ જોતા ‘Drishyam 3’ આગામી દિવસોમાં પણ બોક્સ ઓફિસ પર નવા આંકડા બનાવી શકે છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મને લઈને ચાહકોમાં ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

Drishyam 3

અજય દેવગન સાથે જયદીપની જોડીની ચર્ચા

ફિલ્મમાં અજય દેવગન સાથે આ વખતે જયદીપ અહલાવત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. બંને કલાકારોની જોડીને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમની એક્ટિંગની સોશિયલ મીડિયા પર પણ પ્રશંસા થઈ રહી છે.આ સિવાય શ્રિયા સરન, તબ્બુ, મૃણાલ જાધવ, પ્રકાશ રાજ, ઇશિતા દત્તા, રજત કપૂર અને સૌરભ શુક્લા પણ ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટનો ભાગ છે. તમામ કલાકારોના અભિનયની પણ પ્રશંસા થઈ રહી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ Drishyam : અજય દેવગનની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો ધમાલ, પહેલા જ દિવસે જોરદાર ઓપનિંગ

'Drishyam' ફ્રેન્ચાઈઝીની આ છેલ્લી ફિલ્મ

‘Drishyam 3’ને આ ફ્રેન્ચાઈઝીની અંતિમ ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવી છે. એટલે ફિલ્મની સ્ટોરી સાથે સાથે તેના અંતને લઈને પણ દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. બે દિવસના શાનદાર કલેક્શનથી સ્પષ્ટ છે કે અજય દેવગનની આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Drishyam The Conclusion Ajay Devgn Drishyam 3 Box Office Collection

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ