ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / કોણ છે કોયલ મલ્લિક, જેને પશ્ચિમ બંગાળથી ભાજપ રાજ્યસભા મોકલી રહ્યું છે, મમતા દીદી સાથે પણ છે ખાસ સંબંધ
Last Updated: 03:56 PM, 4 October 2026
ADVERTISEMENT
રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે પોતાના બે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. જેમાં એક નામ કોયલ મલ્લિકનું છે તો બીજું નામ દિનેશ આર્યનું છે. કોયલને ભાજપે પશ્ચિમ બંગાળથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યાં છે, જ્યારે દિનેશ આર્યને ઉત્તરાખંડથી રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કોયલ મલ્લિક અગાઉ પણ રાજ્યસભામાં સૌકોઈને પોતાની સુંદરતાથી મોહિત કરી ચૂક્યાં છે, પરંતુ તે સમયે તેઓ દિલ્હીમાં મમતા બેનરજીના અવાજને બળ આપી રહ્યાં હતાં. જો કે હવે કોયલ ભાજપ માટે ઉપલાં સદનમાં ભાષણ આપતી જોવા મળશે.કોયલ મલ્લિક બંગાળની મશહૂર અભિનેત્રી છે, અને તેમના પિતા પણ બંગાળી સિનેમાના એક્ટર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વર્ષે જ કોયલ મલ્લિક TMC પાર્ટીના નેજા હેઠળ રાજ્યસભા પહોંચી હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી મમતા બેનરજીની પાર્ટીમાં મચેલી ભાગદોડ દરમિયાન તેમણે પણ તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને BJP જોઈન કરી લીધી હતી. હવે ભાજપ તેમને રાજ્યસભા મોકલી રહ્યું છે. કોયલ મલ્લિકનું અસલી નામ રૂક્મિણી મલ્લિક છે. તેમને ટૉલી ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો- વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નવાજૂનીના મૂડમાં, લેશે આ નિર્ણય
ADVERTISEMENT
ADVERTISEMENT
બંગાળી ફિલ્મોમાં અભિનયની સાથોસાથ કોયલ મલ્લિક સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેમનું ફેન-ફોલોઈંગ જબરું છે. ઈન્સ્ટાગ્રામ પર કોયલને 31 લાખથી વધુ લોકો ફૉલો કરી રહ્યા છે. તેમના પિતા રણજીત મલ્લિક બંગાળી સિનેમાના દિગ્ગજ અભિનેતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો