ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટડીના બામણવા ગામે 55 વર્ષીય વ્યક્તિની હત્યા, રાતે ખેતર સુવા જતી વેળાએ અજાણ્યા શખ્સોએ ધારિયું માર્યું
Last Updated: 03:47 PM, 4 October 2026
ADVERTISEMENT
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બામણવા ગામે 55 વર્ષીય ઠાકોર વીરજીભાઈની ઘાતકી હત્યા કરી દેવાતાં ચકચાર મચી હતી. વીરજીભાઈ રાતે જમીને ખેતરમાં સુવા જતા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સોએ ધારિયા અને લાકડીથી તેમની પર હુમલો કર્યો હતો જે પછી તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યાં હતા. વીરજીભાઈની હત્યા કરીને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પાટડી ડીવાયએસપી અને પીએસઆઈ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ADVERTISEMENT
દાડમ-કપાસના પાકની ચોકી કરવા રાતે સુવા જતા
દાડમ અને કપાસના પાકની ચોકી માટે વીરજીભાઈ દરરોજ રાતે વાળું કરીને ખેતર સુવા જતા હતા. રાત્રે 11 વાગ્યાની આસપાસ તેઓ એકલા ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સોએ ધારીયા સહિતના તીક્ષ્ણ હથિયારો વડે તેમના પર ઉપરાછાપરી હુમલો કર્યો હતો.
ADVERTISEMENT
રસ્તા વચ્ચે જ અજાણ્યા શખ્સોએ કરી હત્યા
બામણવાથી જરવલા જવાના રસ્તે વીરજીભાઈને લોહીલુહાણ હાલતમાં પડેલા જોતા ગામલોકોએ પરિવારજનોને જાણ કરી હતી પરિવારે ઘટનાની જાણ કરતાં જ પાટડી પોલીસની ટીમ તાકીદે બામણવા ગામે દોડી આવી હતી. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : ભાજપે રાજ્યસભાના બે ઉમેદવારોનું કર્યું એલાન, જાણો કોને આપી ટીકિટ?
અંગત અદાવતમાં હત્યાની આશંકા
ADVERTISEMENT
પોલીસને અંગત અદાવતમાં વીરજી ઠાકોરની હત્યા થઈ હોવાની આશંકા છે. હત્યારાઓને એ વાતની ખબર હતી કે વીરજી ઠાકોર દરરોજ રાતે ખેતરમાં સુવા જાય છે અને તેઓ લાગ ગોતીને રસ્તા પર જ તેમની હત્યા કરી નાખી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.