ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / "મને..." કોંગ્રેસના પૂર્વ SC મોરચા મહિલા પ્રમુખ અરુણા પરમારે જીગ્નેશ મેવાણી સામે કર્યાં ગંભીર આક્ષેપો
Last Updated: 04:24 PM, 4 October 2026
ADVERTISEMENT
બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વધુ એક વિવાદમાં ફસાયા છે. કોંગ્રેસના પૂર્વ SC મોરચા મહિલા પ્રમુખ અરુણા પરમારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અરુણાબેનના જણાવ્યા મુજબ, 2022ની ચૂંટણી દરમિયાન તેમણે જ્ઞાતિભાઈ તરીકે મણીભાઈ વાઘેલાને સમર્થન આપ્યું હતું, જે બાબત જીગ્નેશ મેવાણીને પસંદ આવી ન હતી અને ત્યારબાદથી તેમને સતત હેરાન કરી રહ્યાં છે.
ADVERTISEMENT
પોલીસ હેરાનગતિનો પણ આરોપ
અરુણાબેને પોલીસ મારફતે પણ હેરાનગતિ કરાઈ હોવાનો અને 24 કલાક લોકઅપમાં રાખવાની ધમકી અપાઈ હોવાનો દાવો કર્યો છે. પરિવાર અને સમાજના આગેવાનોના સમર્થન વિના પોતે એકલી પડી ગઈ હોવાનું પણ તેમણે જણાવ્યું છે. હવે અરુણાબેને સરકાર પાસે ન્યાયની માંગ સાથે FIR નોંધાવવા માટે સરકારી વકીલની મદદ આપવાની વિનંતી કરી છે.
ADVERTISEMENT
જીગ્નેશ મેવાણી પર 4 લાખની ઉઘરાણીનો આરોપ
ચાર લાખની ઉઘરાણીના આરોપમાં વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલી વધી છે. વડગામના ટોકરીયા ગામના યાકુબ શેરસિયાએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે લેખિતમાં અરજી નોંધાવી છે. યાકુબ શેરસિયાએ જીગ્નેશ મેવાણી પર ચાર લાખ રૂપિયાની ઉઘરાણીનો આક્ષેપ કર્યો છે. યાકુબ શેરસિયાનો એવો પણ આક્ષેપ છે કે પોતાને ભાજપનો વ્યક્તિ ગણાવી હેરાન કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
શું હતો આખો બનાવ?
ADVERTISEMENT
વડગામ તાલુકાના ટોકરીયા ગામમાં ગ્રામસભામાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જીજ્ઞેશ મેવાણીએ કાર્યકર્તા પાસેથી 4 લાખ લીધા હતા તથા તેમને ઈશારે ખોટું મતદાન પણ કરાયું હતું. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જીજ્ઞેશ મેવાણીની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે વોટ ચોરીનો આક્ષેપ કરતાં મેવાણી ખોટું મતદાન કરાવતા અચકાતા નથી. જીજ્ઞેશ મેવાણીના ચૂંટણી પંચના આક્ષેપો નિરાધાર છે. રાજકારણમાં શુદ્ધીની વાત કરતા કોંગ્રેસે જીજ્ઞેશ મેવાણી સામે શિસ્તભંગની કાર્યવાહી કરવી જોઈએ. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અનુસાર, જાહેર સભા દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે 4 લાખ રૂપિયા લીધા હોવાનો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.