ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાના શિનોરમાં પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા, મહિલાનું નામ જાણીને લોકો ચોંક્યા, ભારે અરેરાટી

ક્રાઈમ / વડોદરાના શિનોરમાં પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા, મહિલાનું નામ જાણીને લોકો ચોંક્યા, ભારે અરેરાટી

Published By: Hiralal Parmar
Reported By: Manu Chavda

Last Updated: 03:19 PM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના શિનોરમાં પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી પ્રેમિકાની હત્યા કરી નાખતાં ચકચાર મચી હતી.

ADVERTISEMENT

વડોદરાના શિનોરના છાણભોઈ ગામે વિધવા મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રેમીએ તીક્ષ્ણ હથિયારથી મહિલાને મોતને ઘાટ ઉતારી હતી. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. મહિલાના પતિ 10 વર્ષ પહેલા મૃત્યુ પામેલા હતા અને તેમને એક પુત્રી અને એક પુત્ર હતો. મહિલા શિનોરના છાણભોઈ ગામના નવીનગરી વિસ્તારમાં એકલા રહેતા હતા તથા આરોપી સતીશ વસાવા સાથે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધમાં હતા.

2 વર્ષથી પ્રેમસંબંધમાં હતા

સતીશ વસાવાએ પોતાની લીવ-ઇન પાર્ટનર મનીષા વસાવા પર અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મૃતક મનીષાબેન વિધવા હતા અને છેલ્લા બે વર્ષથી આરોપી સતીશ સાથે લીવ-ઇન રિલેશનશિપમાં રહી રહ્યા હતા. હત્યા અંગેની જાણ પોલીસ વિભાગને કરાતા શિનોર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તેઓ છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધમાં હતા.

વધુ વાંચો : VIDEO : તેલ અવિવમાં સ્ટેજ કાર્યક્રમમાં સ્મિત મચ્છરનો ફોટો રાખી લોકોએ કર્યું સેલિબ્રેશન, ચાહકોનું ઘોડાપૂર

હત્યા કરીને પ્રેમી ફરાર

હત્યા કર્યા બાદ આરોપી પ્રેમી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે જાણ થતાં જ વડોદરા રૂરલ DYSP સહિત શિનોર પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આ મામલે મૃતક મહિલાના પુત્ર સોહમની ફરિયાદના આધારે શિનોર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Vadodara crime news Vadodara news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ