ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નવાજૂનીના મૂડમાં, લેશે આ નિર્ણય

અમદાવાદ / વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નવાજૂનીના મૂડમાં, લેશે આ નિર્ણય

Published By: Vishal Khamar
Reported By: Dipak Solanki

Last Updated: 02:25 PM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નબળા પરફોર્મન્સને લઈને કોંગ્રેસ ગુજરાતના 6 જિલ્લા પ્રમુખ બદલશે. બનાસકાંઠા, અમરેલી, પંચમહાલ, અરવલ્લી, મોરબી અને વડોદરા જિલ્લા પ્રમુખોમાં ફેરફારની શક્યતા.

ADVERTISEMENT

વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. પક્ષના નબળા પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને રાજ્યના છ જિલ્લાઓના કોંગ્રેસ જિલ્લા પ્રમુખોને બદલવાનો નિર્ણય લેવાઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કોંગ્રેસ દ્વારા છ જિલ્લાઓમાં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે AICC દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી શકે છે, જેઓ સંબંધિત જિલ્લાઓમાં સંગઠનની સ્થિતિ અને સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરીને અહેવાલ તૈયાર કરશે. જે જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બદલાવાની શક્યતા છે તેમાં બનાસકાંઠા, અમરેલી, પંચમહાલ, અરવલ્લી, મોરબી અને વડોદરાનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ માટે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ સક્રિય બનાવવું મહત્વપૂર્ણ બન્યું છે. સ્થાનિક સ્તરે પક્ષની કામગીરી, ચૂંટણી પરિણામો અને સંગઠનાત્મક નબળાઈઓનું મૂલ્યાંકન કર્યા બાદ જિલ્લા પ્રમુખોમાં ફેરફાર કરવામાં આવશે તેવી ચર્ચા છે.

આ પણ વાંચોઃ 480 મીટર લાંબો પુલ તૈયાર, બુલેટ ટ્રેન માટે સાબરમતી નદી પર બ્રિજનું કામકાજ પૂર્ણ

AICCના નિરીક્ષકોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા જિલ્લા પ્રમુખોના નામ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. આગામી સમયમાં કોંગ્રેસ સંગઠનમાં વધુ ફેરફારો થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Assembly elections Gujarat Congress Congress district presidents

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ