ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 5 ઓક્ટોબરથી રાજ્યભરના વકીલોનું અચોક્કસ મુદ્દતની હડતાળનું આહવાન

અમદાવાદ / 5 ઓક્ટોબરથી રાજ્યભરના વકીલોનું અચોક્કસ મુદ્દતની હડતાળનું આહવાન

Published By: Vishal Khamar
Reported By: Parth Jani

Last Updated: 10:36 AM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ યથાવત્. બે દિવસની હડતાળ બાદ નિર્ણય ન આવતા ગુજરાત બાર કાઉન્સિલે સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી.

ADVERTISEMENT

ગુજરાત ભાડા વિધેયકને લઈને રાજ્યભરમાં વકીલોમાં વિરોધ યથાવત્ છે. વિધેયકના વિરોધમાં અગાઉ બે દિવસની હડતાળ યોજાયા બાદ પણ કોઈ નિર્ણય ન આવતા હવે વકીલોએ આંદોલન વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત બાર કાઉન્સિલ સહિત રાજ્યભરના વકીલોએ સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની જાહેરાત કરી છે. વકીલોનો મુખ્ય વિરોધ નવા કાયદામાં સત્તાઓના વિકેન્દ્રીકરણને લઈને હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

વકીલોના જણાવ્યા મુજબ, નવા કાયદામાં મહત્વની સત્તાઓ ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી કમિશનરને સોંપવામાં આવી રહી છે. આ જોગવાઈને લઈને વકીલોમાં અસંતોષ છે અને તેઓ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે.

બે દિવસની હડતાળ બાદ પણ કોઈ સમાધાનકારી નિર્ણય સામે ન આવતા હવે રાજ્યભરના વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાશે. ગુજરાત બાર કાઉન્સિલે પણ આ હડતાળને સમર્થન આપતાં આંદોલનમાં જોડાવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ શું ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે? જાણો ભાદરવાની ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી

આ હડતાળના પગલે રાજ્યની વિવિધ અદાલતોમાં વકીલોની કામગીરી અને કોર્ટ કાર્યવાહી પર અસર થવાની શક્યતા છે. હવે સરકાર અને વકીલ સંગઠનો વચ્ચે આ મુદ્દે આગામી દિવસોમાં શું ચર્ચા થાય છે અને કોઈ ઉકેલ આવે છે કે નહીં તેના પર નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Bar Council Gujarat Rent Bill Gujarat lawyers strike

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ