ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ ડ્રગ્સ કેસના આરોપી પર PIનું ફાયરિંગ, PSIની રિવોલ્વર ઝૂંટવવાનો કર્યો પ્રયાસ
Last Updated: 11:04 PM, 29 November 2026
ADVERTISEMENT
અમદાવાદમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીએ પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી PSIની રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. પરિસ્થિતિ વણસતાં PI એ.બી. ભટ્ટે આરોપીના પગમાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં આરોપી સહિત એક પોલીસ કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા છે.
ADVERTISEMENT
PSIની રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો
મળતી માહિતી મુજબ, ફિરોઝ અહેમદ ઉર્ફે ફિરોઝ જોરની પટવા શેરી ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ આરોપીને SOG ઓફિસ લઈ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન આરોપીએ અચાનક પોલીસ કોન્સ્ટેબલ અજીતભાઈ પર હુમલો કર્યો હતો અને સાથે રહેલા PSIની રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
ગોળી વાગતા આરોપી ઈજાગ્રસ્ત થયો
આરોપીના આ અચાનક હુમલાને પગલે પરિસ્થિતિ ગંભીર બની હતી. જેથી PI એ.બી. ભટ્ટે આરોપીને કાબૂમાં લેવા તેના પગમાં ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાં આરોપી ઇજાગ્રસ્ત થયો હતો.
ADVERTISEMENT
પોલીસ કોન્સ્ટેબલને માથાના ભાગે ઇજા પહોંચી
આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ અજીતભાઈને માથાના ભાગે ઇજા પહોંચી છે. જ્યારે આરોપી ફિરોઝને પગમાં ગોળી વાગતાં બંનેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ "બોટાદના 80 હજાર મતદારો એક થાય તો રાજકીય પક્ષોએ ઝૂકવું પડે", ફરી કોળી સમાજમાંથી હક આપવાની માંગ કરી
ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચના DCP, JCP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.