ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર જિલ્લા જેલમાં પથુભા ગોહિલના મોત મામલે ક્ષત્રિય સમાજના આંદોલનનો સુખદ અંત

સમાધાન / ભાવનગર જિલ્લા જેલમાં પથુભા ગોહિલના મોત મામલે ક્ષત્રિય સમાજના આંદોલનનો સુખદ અંત

Published By: Vishal Khamar
Reported By: Hiren Parmar

Last Updated: 06:07 PM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર જિલ્લા જેલમાં પથુભા ગોહિલના મોત મામલે છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનનો સુખદ અંત આવ્યો. લેખિત બાંહેધરી બાદ મૃતદેહ સ્વીકારવા સંમતિ, SIT દ્વારા તપાસ કરાશે.

ADVERTISEMENT

ભાવનગર જિલ્લા જેલમાં પથુભા ગોહિલના શંકાસ્પદ મોતના મામલે છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો છે. સમાજ દ્વારા કરવામાં આવેલી વિવિધ માંગણીઓ સ્વીકારવામાં આવતાં અને યોગ્ય કાર્યવાહી કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવતાં ક્ષત્રિય સમાજે પથુભાનો મૃતદેહ સ્વીકારવા સંમતિ દર્શાવી છે.

પાંચ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે

આ મામલે ન્યાયની માંગ સાથે ક્ષત્રિય સમાજ છેલ્લા પાંચ દિવસથી આંદોલન ચલાવી રહ્યો હતો. આંદોલનકારીઓની મુખ્ય માંગણીઓ અંગે તંત્ર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. પથુભા ગોહિલના મોતના સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવશે.

ચાર પોલીસ અધિકારીઓનો સમાવેશ

SITમાં DYSP અને PI સહિત કુલ ચાર પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે, જેઓ સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરશે.

ક્ષત્રિય સમાજે મૃતદેહ સ્વીકારવાની તૈયારી દર્શાવી

તંત્ર દ્વારા લેખિત ખાતરી આપવામાં આવ્યા બાદ ક્ષત્રિય સમાજે આંદોલન સમેટવાની અને મૃતદેહ સ્વીકારવાની તૈયારી દર્શાવી છે. હવે આવતીકાલે ભાવનગર ખાતે જ પથુભા ગોહિલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આપણ વાંચોઃ ફ્રી માં પિક્ચર દેખવાની લાલચમાં દિકરીએ ડાઉનલોડ કરી APK ફાઈલ, માતાના બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા થઈ ગયા ગાયબ

પાંચ દિવસથી ચાલી રહેલા આંદોલનનો અંત આવતાં સમગ્ર મામલે હવે SITની તપાસ અને આગળની કાર્યવાહી પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar District Jail Pathubha Gohil Death Case Kshatriya Community Protest

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ