ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / સીમાંકન બિલ પર વડાપ્રધાન મોદીના વિપક્ષ પર પ્રહારો, બોલ્યા- "પાર્ટી હિતથી મોટું રાષ્ટ્રીય હિત હોવું જોઈએ"
Last Updated: 05:38 PM, 29 November 2026
ADVERTISEMENT
લોકસભાના વિશેષ સત્ર પહેલાં મહિલા અનામત અને સીમાંકનના મુદ્દે દેશનું રાજકારણ ફરી ગરમાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે એક વીડિયો સંદેશ દ્વારા કોંગ્રેસ જેવા વિપક્ષી પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમને કહ્યું કે અમુક રાજકીય પક્ષો માટે રાષ્ટ્રહિત કરતાં પોતાનો પક્ષહિત વધુ મહત્ત્વનો બની ગયો છે અને આવી રાજનીતિની કિંમત દેશની મહિલાઓએ ચૂકવવી પડે છે. PM મોદીએ સ્પષ્ટ કર્યું કે ભાજપ અને NDA મહિલા સશક્તિકરણના પોતાના સંકલ્પથી પાછળ હટવાના નથી. તેમના માટે દેશનું હિત સૌથી ઉપર છે.
ADVERTISEMENT
સંસદના વિશેષ સત્રની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરિસીમન બિલને લઈને વિપક્ષ પર સીધો નિશાન સાધ્યું છે. તેમને આરોપ લગાવ્યો કે કેટલાક રાજકીય પક્ષો રાષ્ટ્રીય હિતને પાછળ મૂકીને પોતાના પાર્ટી હિતને અગ્રતા આપી રહ્યા છે.
રવિવારે જાહેર કરાયેલા એક વીડિયો સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, જ્યારે રાજકીય સ્વાર્થ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ પર હાવી થઈ જાય છે ત્યારે મહિલા સશક્તિકરણ અને દેશના હિતોને નુકસાન પહોંચે છે. તેમને ભારપૂર્વક જણાવ્યું કે બીજેપી અને એનડીએ માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે. પરંતુ જ્યારે અમુક લોકો માટે પાર્ટી હિત જ બધું બની જાય છે અને તે રાષ્ટ્રીય હિતથી પણ મોટું થઈ જાય છે ત્યારે નારી શક્તિ અને રાષ્ટ્રીય હિત બંને પ્રભાવિત થાય છે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રીએ મહિલા અનામત પ્રત્યે બીજેપી-એનડીએની પ્રતિબદ્ધતા ફરી એકવાર રેખાંકિત કરી છે. તેમને કહ્યું કે નારી શક્તિને યોગ્ય ભાગીદારી અપાવવાની લડાઈ કેટલાય દાયકાઓથી ચાલી રહી છે અને તેઓ પોતે પણ લાંબા સમયથી આ વ્યવસ્થા અમલમાં મૂકાવાના પ્રયાસોમાં સામેલ રહ્યા છે. નારી શક્તિ વંદન સુધારો આજની જરૂરિયાત છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પરિસીમનની પ્રસ્તાવિત પ્રક્રિયા અને મહિલા આરક્ષણ સંબંધિત બંધારણીય સુધારા બિલને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ટકરાવ ચાલી રહ્યો છે. જેમાં વિપક્ષી દળો લોકસભાની સીટો વધારવાની યોજના અને પરિસીમન બાદ રાજ્યોના રાજકીય પ્રતિનિધિત્વ પર પડનારા અસરને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ કેન્દ્ર સરકારના બિલ સામે વિપક્ષને એકત્રિત કરવાની કોશિશ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સોમવારે લોકસભાના વિશેષ સત્રમાં પરિસીમન બિલ પર ચર્ચા થવાની છે. આ બાબતને લઇ પ્રધાનમંત્રીનો આ સંદેશ સંસદમાં થનારી ચર્ચા પહેલાં રાજકીય રીતે મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ