ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૈશ-એ-મોહમ્મદના આતંકીની વડોદરામાં રેકીનો ખુલાસો! પાલિકાની મુખ્ય કચેરી અને એરફોર્સ સ્ટેશનના ફોટા મળ્યા!
Last Updated: 11:38 AM, 29 November 2026
ADVERTISEMENT
એક તરફ આતંકી સંગઠન સાથે જોડાવાની ઇચ્છા, બીજી તરફ પાકિસ્તાનથી મળતી સૂચનાઓ અને ગુજરાતમાં સંવેદનશીલ સ્થળોની રેકી... ગુજરાત ATS દ્વારા પકડાયેલા આતંકી સાહરુલના મામલામાં તપાસ આગળ વધતાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. તપાસમાં સાહરુલ સોશિયલ મીડિયા મારફતે જેહાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનેક ગ્રુપમાં સક્રિય હોવાની અને અન્ય યુવાનોને કટ્ટરવાદી વિચારધારા તરફ વાળવાનો પ્રયાસ કરતો હોવાની વિગતો સામે આવી છે. એટલું જ નહીં, પાકિસ્તાનના હેન્ડલર દ્વારા તેને નવો ફોન અને સિમકાર્ડ ખરીદવા માટે પૈસા આપવામાં આવ્યા હોવાની પણ તપાસમાં માહિતી મળી છે. બીજી તરફ, વડોદરામાં અલગ અલગ સ્થળોની રેકી કર્યાના પુરાવા મળતાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું છે કે આતંકી સાહરુલ જેહાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનેક સોશિયલ મીડિયા ગ્રુપમાં સામેલ હતો. તે અન્ય યુવાનોને પણ કટ્ટરવાદી વિચારધારા તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પૂછપરછ દરમિયાન સાહરુલની વિચારધારા ખૂબ જ કટ્ટર હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
સાહરુલના આસામ સ્થિત ઘરેથી એક જૂનો મોબાઇલ ફોન ડબ્બામાંથી મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે પાકિસ્તાનના હેન્ડલરે સાહરુલને જૂનો ફોન અને સિમકાર્ડ બંધ કરીને નવો ફોન ખરીદવા માટે પૈસા આપ્યા હતા. આ પૈસાના આધારે તેણે નવો મોબાઇલ ફોન અને સિમકાર્ડ ખરીદ્યું હતું. ત્યારબાદ તેને હથિયાર મેળવવા અને એરફોર્સના વીડિયો બનાવવાના ટાસ્ક આપવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. ATSની પૂછપરછમાં સાહરુલની માનસિકતા અને આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાવાની તેની ઇચ્છા અંગે પણ ચોંકાવનારી માહિતી મળી છે.
ADVERTISEMENT
પૂછપરછ દરમિયાન સાહરુલની કટ્ટરવાદી વિચારધારા સામે આવી હોવાનું તપાસ એજન્સીઓ જણાવી રહી છે. તેણે કોઈ ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાનું મોત થયું હોત તો પોતાને ખુશનસીબ માનતો હોવાની વાત પણ સામે આવી છે. સાહરુલને પોતાની ધરપકડનો કોઈ અફસોસ નથી. એટલું જ નહીં, જેલમાંથી છૂટ્યા બાદ પાકિસ્તાન જઈને જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનમાં જોડાવાની ઇચ્છા ધરાવતો હોવાની માહિતી તપાસમાં સામે આવી છે.
ADVERTISEMENT
બીજી તરફ, જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકી શાહરૂખે વડોદરામાં અલગ અલગ સ્થળોની રેકી કરી હોવાનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલી વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની રેકી કરી હોવાની આશંકા છે. આતંકીના મોબાઇલ ફોનમાંથી પાલિકાની કચેરીના ફોટોગ્રાફ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત દરજીપુરા એરફોર્સ સ્ટેશનના ગેટના ચાર ફોટોગ્રાફ પણ મોબાઇલમાંથી મળી આવ્યા છે. તપાસમાં આતંકીએ રેકી કરવા માટે રિક્ષાનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
તપાસમાં સામે આવ્યું છે કે આતંકી ભોપાલથી વડોદરા આવ્યો હતો અને અલકાપુરી વિસ્તારમાં આવેલી મિલન હોટલમાં રોકાયો હતો. હોટલમાં લગભગ 18 કલાક રોકાણ દરમિયાન તે બે વખત બહાર નીકળ્યો હતો. હોટલની બહાર અને રેલવે સ્ટેશન તરફના CCTV કેમેરામાં તે રિક્ષામાં જતો દેખાયો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આતંકીની અવરજવર અને તેણે કયા સ્થળોની મુલાકાત લીધી હતી તે જાણવા પોલીસ દ્વારા અંદાજે 130 જેટલા CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
AK-47 સાથે ઝડપાયેલા આતંકીની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. તપાસ એજન્સીઓ હવે આતંકીએ વડોદરામાં રેકી કર્યા બાદ કોઈ હુમલાની યોજના બનાવી હતી કે નહીં, અન્ય કોઈ સ્થળને નિશાન બનાવવાનું આયોજન હતું કે કેમ અને તેની સાથે અન્ય લોકો જોડાયેલા હતા કે નહીં તે દિશામાં તપાસ કરી રહી છે. ગુજરાત ATS અને પોલીસની તપાસ આગળ વધતાં આતંકી નેટવર્ક, પાકિસ્તાન સાથેના સંપર્કો અને ગુજરાતમાં કરવામાં આવેલી રેકી અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.