ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ગોંડલમાં 20 વર્ષની પુત્રીએ ઈંટ મારી પિતાની હત્યા કરી, પરિવારે અકસ્માતનું નાટક કર્યું પણ આખરે ફૂટ્યો ભાંડો
Last Updated: 11:15 AM, 29 November 2026
ADVERTISEMENT
ગોંડલના ભોજપરા ગામમાં શનિવારે 20 વર્ષની પુત્રીએ માથામાં ઈંટ મારીને તેના પિતાની હત્યા કરી નાખી હતી. ઘરમાં રોજબરોજના ઝગડા થતાં હતાં તેથી પુત્રીએ આવું પગલું ભર્યું હતું. પિતાની હત્યા બાદ દીકરી અને બીજા સભ્યોએ પિતાના મોતને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ તપાસમાં હત્યાનું સામે આવતાં ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
ADVERTISEMENT
બેરોજગાર હોવાથી દારૂના વ્યસને ચડી ગયા
ભોજપરામાં રહીને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાત ચલાવી રહેલા લક્ષ્મણ બગડા છેલ્લા થોડા સમયથી બેરોજગાર હતા અને દારૂના વ્યસને ચડી ગયા હતા, આથી ઘર ચલાવાની જવાબદારી પરિવાર પત્ની અને દીકરીઓ પર આવી હતી.
ADVERTISEMENT
દારૂ પીને પડી જવાથી મોત થયાનું રટણ કર્યું
28 નવેમ્બર, 2026ના રોજ સવારે હંસાબેન રાબેતા મુજબ મજૂરી કામે ગયા હતા. સાંજે આશરે 6.30થી 7.30 વાગ્યાના અરસામાં ઘરે પતિ લક્ષ્મણભાઈ અને 20 વર્ષીય પુત્રી ભૂમિકા વચ્ચે બોલાચાલી થઈ હતી. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઝપાઝપી થઈ હતી અને ઉશ્કેરાયેલી પુત્રીએ પિતાને માથાના ભાગે ઈંટ મારી દેતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઘરના ફળિયામાં જ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં દારૂ પીને પડી જવાથી મોત થયાનું રટણ કર્યું હતું, પરંતુ મૃતકના માથાના ભાગે ઈજાના નિશાન અને ઘટનાસ્થળની પરિસ્થિતિ જોઈ તબીબો અને ગોંડલ તાલુકા પોલીસને શંકા ઉપજી હતી. પોલીસે કડક અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં આખરે માતા-પુત્રી ભાંગી પડ્યા હતા અને સમગ્ર હકીકત કબૂલી લીધી હતી.
ADVERTISEMENT
પુત્રી સામે હત્યાનો ગુનો દાખલ
ADVERTISEMENT
આ મામલે મૃતકના પત્ની હંસાબેન બગડાની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસ મથકે આરોપી પુત્રી ભૂમિકા બગડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.