ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ધાંગધ્રાથી સિદ્ધપુર સુધી આતંકના ચહેરા સામે આવ્યા! 5 વર્ષમાં 45થી વધુ આતંકીઓ ઝબ્બે, સ્લિપર સેલ ઊભું કરાયાનો ખુલાસો!

ગુજરાત / ધાંગધ્રાથી સિદ્ધપુર સુધી આતંકના ચહેરા સામે આવ્યા! 5 વર્ષમાં 45થી વધુ આતંકીઓ ઝબ્બે, સ્લિપર સેલ ઊભું કરાયાનો ખુલાસો!

Published By: Jinal Chauhan

Last Updated: 10:00 AM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આતંકી સંગઠનોની વધતી હિલચાલે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી છે. છેલ્લા પાંચ વર્ષમાં 45થી વધુ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ થતાં રાજ્યમાં આતંકી નેટવર્ક કેટલું ફેલાયું છે તેની ગંભીર તસવીર સામે આવી છે.

ADVERTISEMENT

જૈશ-એ-મોહમ્મદ સહિતનાં આતંકી સંગઠનો ગુજરાતમાં યુવાનોને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાની વિગતો સામે આવી છે. સોશિયલ મીડિયા અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ભરતી કરવાની રીત અપનાવવામાં આવી રહી છે. બીજી તરફ, સુરક્ષા એજન્સીઓએ અલગ-અલગ જિલ્લાઓમાં કાર્યવાહી કરીને અનેક કાવતરાંનો પર્દાફાશ કર્યો છે. વડોદરા, અમદાવાદ, સુરતથી લઈને સિદ્ધપુર અને ભરૂચ સુધી તપાસનો વ્યાપ વધ્યો છે. હવે સ્લિપર સેલ, પાકિસ્તાની હેન્ડલર્સ અને ગુપ્ત રીતે સંપર્ક જાળવવાની પદ્ધતિઓને લઈને તપાસ તેજ કરવામાં આવી છે.

ગુજરાતમાં આતંકી સંગઠનોની નજર, યુવાનોને નિશાન બનાવવાનો પ્રયાસ

ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદ સહિતનાં આતંકી સંગઠનો પોતાની પકડ મજબૂત કરવા માટે ગુપ્ત રીતે પ્રયાસ કરી રહ્યાં હોવાની વિગતો સામે આવી છે. મોટા હુમલાની તૈયારી માટે સ્થાનિક સ્તરે સ્લિપર સેલ ઊભું કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્રકારના નેટવર્કમાં સામેલ લોકોને સામાન્ય જીવન જીવતા હોય તેવી રીતે રાખવામાં આવે છે જેથી સુરક્ષા એજન્સીઓની નજરથી બચી શકાય. ગુજરાત ATS, NIA અને સ્થાનિક ક્રાઈમ બ્રાંચ દ્વારા આવી પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. વર્ષ 2021થી 2026 દરમિયાન રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં 45થી વધુ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ થઈ છે. આ ધરપકડોમાં જૈશ-એ-મોહમ્મદ ઉપરાંત ISIS અને અલ-કાયદા સાથે જોડાયેલા મોડ્યુલની કડીઓ પણ સામે આવી છે.

સોશિયલ મીડિયા અને ટેલિગ્રામથી યુવાનોને જાળમાં ફસાવવાની પદ્ધતિ

આતંકી સંગઠનો હવે યુવાનો સુધી પહોંચવા માટે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં છે. ડમી પ્રોફાઇલ બનાવીને યુવાનો સાથે ફ્રેન્ડશીપ કરવામાં આવે છે. ત્યારબાદ ધીમે ધીમે તેમની સાથે કટ્ટર વિચારધારા સંબંધિત વાતો કરવામાં આવે છે અને તેમને સંગઠનની વિચારધારા તરફ વાળવાનો પ્રયાસ થાય છે.તપાસમાં ડાર્ક વેબ, ટેલિગ્રામ અને પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ સાથે જોડાયેલી કડીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. 'દાવુલ ઈસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ' જેવા નામ ધરાવતા ટેલિગ્રામ ગ્રુપ મારફતે યુવાનોનો સંપર્ક કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. આ માધ્યમથી સંગઠન સાથે જોડાવા માટે પ્રેરિત કરવામાં આવતા હોવાની આશંકા છે.

Terror-of-ahmedabad

શું છે આતંકીઓની ડેડ ડ્રોપ પદ્ધતિ?

સુરક્ષા એજન્સીઓની તપાસમાં આતંકીઓ દ્વારા સંપર્ક ટાળવા માટે ઉપયોગમાં લેવાતી ડેડ ડ્રોપ પદ્ધતિની વિગતો પણ સામે આવી છે. આ પદ્ધતિમાં હેન્ડલર અને સ્થાનિક સ્તરે કામ કરતા વ્યક્તિ વચ્ચે સીધો સંપર્ક રાખવામાં આવતો નથી. તેના બદલે અગાઉથી નક્કી કરેલી જગ્યાએ વસ્તુઓ મૂકીને તેની જાણ કરવામાં આવે છે.આ માટે નિર્જન જગ્યા, ઝાડ નીચે અથવા લોકોની અવરજવર ઓછી હોય તેવા સ્થળની પસંદગી કરવામાં આવતી હોવાની વિગતો છે. ત્યાં રોકડ, હથિયાર કે અન્ય સામગ્રી મૂક્યા બાદ તેનું લોકેશન સંબંધિત વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ તે વ્યક્તિ ત્યાંથી સામગ્રી મેળવી લે છે. આ રીતે બંને વચ્ચે સીધી મુલાકાત ટાળવાનો પ્રયાસ થાય છે, જેથી તપાસ દરમિયાન એકબીજા સુધી પહોંચવું મુશ્કેલ બને.

vtv app promotion

આ પણ વાંચોઃ કિશોરને રીલ જોવાનો શોખ ભારે પડ્યો, રીલ જોતાં જોતાં ખાતામાંથી 10 લાખ ગાયબ થઈ ગયા

ધાંગધ્રાથી સિદ્ધપુર સુધી અનેક સ્થળોએ આતંકી નેટવર્કનો પર્દાફાશ

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં અલગ-અલગ કેસમાં સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી કરી છે. વર્ષ 2022માં ધંધુકા હત્યા કેસની તપાસ UAPA હેઠળ NIAને સોંપવામાં આવી હતી. આ કેસમાં આતંકી સંગઠનો સાથે સંકળાયેલી કડીઓની તપાસ કરવામાં આવી હતી.વર્ષ 2024માં અમદાવાદ એરપોર્ટ પરથી ISIS સાથે જોડાયેલા હોવાની આશંકા ધરાવતા ચાર શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરતમાંથી એક મૌલવીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ રાજ્યમાં આતંકી સંગઠનો સાથે સંકળાયેલા લોકોની શોધખોળ વધુ તેજ કરવામાં આવી હતી.વર્ષ 2025માં દહેગામમાંથી રસીદ અહેમદ મોહમ્મદ મુઈનની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટ સહિતના વિસ્તારોમાં તપાસ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસનો મુખ્ય હેતુ રાજ્યમાં સક્રિય નેટવર્ક અને તેની સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાનો હતો.વર્ષ 2026માં પણ આતંકવાદ વિરોધી કાર્યવાહીઓનો સિલસિલો ચાલુ રહ્યો છે. સિદ્ધપુર, બાવળા, ભરૂચ, વાપી અને વડોદરા જેવા વિસ્તારોમાંથી જૈશ-એ-મોહમ્મદ તથા અલ-કાયદા સાથે જોડાણ ધરાવતા હોવાની આશંકા હેઠળ શખસોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીઓથી ગુજરાતમાં અલગ-અલગ સંગઠનોના મોડ્યુલ સક્રિય હોવાની બાબત તપાસના કેન્દ્રમાં આવી છે.

વડોદરામાંથી મળેલા સાહિત્ય બાદ ગાઝિયાબાદ કનેક્શનની તપાસ

વડોદરામાંથી ઝડપાયેલા શખસ પાસેથી જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનું પુસ્તક અને જિહાદી વિચારધારા સાથે જોડાયેલું સાહિત્ય મળી આવ્યું હોવાની વિગતો સામે આવી છે. આ સામગ્રીના આધારે તપાસ એજન્સીઓ અન્ય સ્થળો સાથેના સંપર્કો અને સંભવિત કડીઓની તપાસ કરી રહી છે. ખાસ કરીને ગાઝિયાબાદ સાથેના કનેક્શનને લઈને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.આ ઉપરાંત આસામ સાથે જોડાયેલી કડીઓ, દાહોદમાં થયેલી હિલચાલ અને વડોદરામાં સંભવિત ટાર્ગેટ અંગે પણ તપાસ ચાલી રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ અલગ-અલગ સ્થળોએથી મળતી માહિતી એકત્ર કરી રહી છે.

ગુજરાતની સુરક્ષા સામે મોટો પડકાર

છેલ્લા પાંચ વર્ષમાં થયેલી ધરપકડો દર્શાવે છે કે આતંકી સંગઠનો માત્ર મોટા શહેરો પૂરતાં મર્યાદિત રહેવાને બદલે નાના શહેરો અને જિલ્લાઓમાં પણ સંપર્ક વધારવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાની આશંકા છે. ખાસ કરીને યુવાનોને સોશિયલ મીડિયા મારફતે નિશાન બનાવવાની પદ્ધતિ સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર બની છે.સ્લિપર સેલની આશંકા, વિદેશી હેન્ડલરો સાથેના સંપર્કો અને ગુપ્ત રીતે થતી પ્રવૃત્તિઓને કારણે તપાસનો વ્યાપ સતત વધી રહ્યો છે. ગુજરાતમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવામાં આવે તે પહેલાં આવા નેટવર્કને શોધી કાઢવા અને તેની સાથે જોડાયેલા લોકો સુધી પહોંચવા સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TerrorNetwork Gujarat Terror Network Jaish Sleeper Cell

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ