ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરમાં NDPSના આરોપીનું હાફ એન્કાઉન્ટર, PIએ સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીના પગમાં વાગી ગોળી

ક્રાઈમ / સુરેન્દ્રનગરમાં NDPSના આરોપીનું હાફ એન્કાઉન્ટર, PIએ સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીના પગમાં વાગી ગોળી

Published By: Hiralal Parmar
Reported By: Sachin Pithava

Last Updated: 09:23 AM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં NDPSના આરોપીનું હાફ એન્કાઉન્ટર થયું છે. PIએ સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીના પગમાં વાગી ગોળી હતી.

ADVERTISEMENT

લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. આરોપીએ પોલીસની રિવોલ્વર ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. LCBના PIએ સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીના પગમાં વાગી ગોળી હતી.

બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે NDPS એક્ટ હેઠળ પકડાયેલા બિશ્નોઈ નામના આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાનો પ્રયાસ કરતા પોલીસ ઇન્સ્પેક્ટરે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ધાનેરા પોલીસે અગાઉ NDPSના ગંભીર ગુનામાં બિશ્નોઈ અટક ધરાવતા આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસની ટીમ વધુ તપાસ અને પુરાવા એકત્ર કરવા માટે આરોપીને લઈને ભરૂચ ગઈ હતી. ભરૂચ ખાતે તપાસની કામગીરી પૂર્ણ કરીને પોલીસ કાફલો આરોપી સાથે પરત ધાનેરા ફરી રહ્યો હતો, તે દરમિયાન રસ્તામાં આરોપીએ નાસી છૂટવાનો પ્લાન ઘડ્યો હતો.

પોલીસ અધિકારીની સર્વિસ રિવોલ્વર છીનવવાનો પ્રયાસ

પરત ફરતી વખતે આરોપીએ અચાનક પોલીસ વાહનના ડ્રાઇવર પર હુમલો કરી દીધો હતો અને ફરજ પરના પોલીસ અધિકારીની સર્વિસ રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈ અને આરોપી હથિયાર છીનવીને કોઈ મોટી જાનહાનિ ન સર્જે તે માટે ધાનેરા PIએ સમયસૂચકતા વાપરી સ્વબચાવમાં આરોપીના પગના ભાગે ફાયરિંગ કર્યું હતું.

વધુ વાંચો : NDPSના આરોપીનો પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ, ધાનેરા PIએ એક પગમાં ગોળી ધરબી

જામનગરમાં પણ આવો જ બનાવ

જામનગરના એન્ટી નાર્કોટિક્સ સેલના બે પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કરી ફરાર થયેલા ગાંજાના આરોપી ઠાકુર કલમ ડામોરને મધ્યપ્રદેશથી ઝડપીને લાવતી વખતે સુરેન્દ્રનગર હાઈવે પર તેણે પોલીસની રિવોલ્વર ઝૂંટવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે જામનગર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા સ્વબચાવમાં કરવામાં આવેલા ફાયરિંગમાં આરોપીને પગના ભાગે ગોળી વાગી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ