ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ચીનથી માત્ર 15 વર્ષ પાછળ છે ભારત, આગામી દોઢ દાયકામાં બદલાઈ જશે દેશનું ચિત્ર? અર્થશાસ્ત્રીએ કર્યો મોટો દાવો

બિઝનેસ / ચીનથી માત્ર 15 વર્ષ પાછળ છે ભારત, આગામી દોઢ દાયકામાં બદલાઈ જશે દેશનું ચિત્ર? અર્થશાસ્ત્રીએ કર્યો મોટો દાવો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:37 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Economy: ભારત 15 વર્ષ પહેલા ચીન જે રીતે પ્રગતિ કરી રહ્યું હતું તે જ રીતે પ્રગતિ કરી રહ્યું છે. જોકે ચીનની જેમ વિકાસને હાંસલ કરવા માટે ભારતને કેટલાક પડકારોનો સામનો કરવો પડશે.

ADVERTISEMENT

ભારતના આર્થિક વિકાસની સરખામણી ઘણીવાર ચીન સાથે કરવામાં આવે છે, જેમાં ધીમા ઔદ્યોગિકીકરણ, માળખાગત સુવિધાઓમાં અવરોધો અને બ્યૂરોક્રેટિક અવરોધોએ બે એશિયન મોટા દેશો વચ્ચેના અંતરમાં દેખાય છે. જોકે હવે એક અર્થશાસ્ત્રીએ બંને દેશોની તુલના કરી છે અને એક મહત્વપૂર્ણ વાતકહી છે.

જ્યોર્જ મેસન યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર અને કોર્પોરેટ સલાહકાર એલેક્સ તબારોકનો દર્ક છે કે ભારત ચીનથી લગભગ 15 વર્ષ પાછળ છે અને આ અંતરમાં ચીનના વિકાસ માર્ગને ફોલો શકે છે, કારણ કે ભારત હાલમાંચીન જેવા જ માર્ગ પર છે, જે 15 વર્ષ પાછળ છે.

2009 માં ચીન જેવું હતુ, અત્યારે તેવું છે ભારત

વિશ્વ બેંકના ડેટાના તબારોકના વિશ્લેષણ મુજબ ભારતનો માથાદીઠ GDP 2025 માં ખરીદ શક્તિ સમાનતા (PPP) ની દ્રષ્ટિએ $10,039 સુધી પહોંચશે, જે 1990 ના સ્તર કરતા લગભગ પાંચ ગણો વધારે છે અને 2009 ના અંતમાં ચીનની આર્થિક સ્થિતિ સાથે તુલનાત્મક છે. તબારોકે કહ્યું, "પરંતુ જો તમે પાછળ જુઓ, તો એકવીસમી સદીની સૌથી મોટી કહાનીઓમાં એક સામે આવી છે કે ભારત, ચીનની જેમ, આગળ વધી રહ્યું છે."

તબારોક 1978 માં ડેંગ ઝિયાઓપિંગ હેઠળ ચીનના આર્થિક ખુલ્લું થવું અને 1991 માં ભારતના ઉદારીકરણ સુધારા વચ્ચે સમાનતા દર્શાવે છે, જેણે મોટાભાગે લાઇસન્સ રાજનો અંત લાવ્યો. અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે ભારત ચીનથી માત્ર 15 વર્ષ પાછળ છે, જે ડેંગ ઝિયાઓપિંગના 1978 ના આર્થિક ખુલ્લું પડવા અને 1991 માં ભારત દ્વારા લાઇસન્સ રાજ નાબૂદ કરવા વચ્ચેનો સમય તફાવત છે.

ચીને તેની ઉત્પાદન ક્ષમતાઓ, નિકાસલક્ષી ઔદ્યોગિકીકરણ અને માળખાગત વિકાસનો લાભ લીધો છે, પરંતુ ભારતે સેવાઓ, સ્થાનિક વપરાશ અને ટેકનોલોજી દ્વારા સંચાલિત વૃદ્ધિ પર વધુ આધાર રાખ્યો છે. 2025 માં ચીનનો માથાદીઠ GDP PPP ની દ્રષ્ટિએ $25,067 હશે, જે ભારતના લેવલ કરતાં લગભગ 2.5 ગણો છે.

ભારત આ સંદર્ભમાં ચીનથી આગળ છે

વિશ્લેષણ દર્શાવે છે કે ભારતનો ત્રણ વર્ષનો વાર્ષિક માથાદીઠ વૃદ્ધિ દર ચીનના 5.3% ની સરખામણીમાં 6.3% છે. આ ગતિ જાળવી રાખવાથી ભારતની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર પરિવર્તન આવી શકે છે, મધ્યમ વર્ગ, ઘરગથ્થુ ખરીદ શક્તિ અને વપરાશ બજારને વેગ મળી શકે છે.

તબારોકે કહ્યું કે 6% માથાદીઠ વૃદ્ધિ સાથે જીવનધોરણ દર બાર વર્ષે બમણું થઈ શકે છે. જો આ બીજા દોઢ દાયકા સુધી ચાલુ રહે, તો ભારત મધર ટેરેસાના ભારત કરતાં આજના બ્રાઝિલ અથવા મેક્સિકો જેવું $20,000 પ્રતિ માથાદીઠ મધ્યમ આવક ધરાવતો દેશ બનશે.

VTV Digital 1

આ પણ વાંચોઃ બિઝનેસ / KEC Internationalને મળ્યો ₹1,407 કરોડનો મોટો ઓર્ડર, સોમવારે તેજીની આશા વચ્ચે રોકાણકારોની નજર

ભારત સામે કયા પડકારો?

આ ફાયદાઓ છતાં આર્થિક ગતિ જાળવી રાખવા માટે માળખાકીય સુધારા, મજબૂત મૈન્યુફૈક્ચરિંગ ક્ષમતા, રોજગાર સર્જન અને પ્રોડક્ટિવિટીમાં સુધારની જરૂર પડશે. તબારોકે કહ્યું કે ભારત પાસે હજુ ઘણું કામ બાકી છે. તેને વધુ સ્વતંત્ર શ્રમ અને જમીન બજારો, સ્વચ્છ હવા, ઝડપી અદાલતો અને વધુ રાજ્ય ક્ષમતાની જરૂર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

China Indian Economy India

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ