ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 26000 કર્મચારીઓને AirAsiaએ આપ્યો ઝટકો, 5 મહિના સુધી પગાર મહિનાની છેલ્લી તારીખે મળશે, જાણો શું છે કારણ

બિઝનેસ / 26000 કર્મચારીઓને AirAsiaએ આપ્યો ઝટકો, 5 મહિના સુધી પગાર મહિનાની છેલ્લી તારીખે મળશે, જાણો શું છે કારણ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:09 PM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AirAsia Crisis: વધતા ઇંધણ ખર્ચ અને વિદેશી મુદ્રાના નુકસાનની એરલાઇન પર અસર પડી રહી છે. 23 નવેમ્બરના એરએશિયાએ સતત ત્રીજા ત્રિમાસિક નુકસાન કર્યુ છે.

ADVERTISEMENT

સ્પાઇસજેટ ઉપરાંત બીજી એક એરલાઇન આર્થિક સંકટનો સામનો કરી રહી છે. દક્ષિણપૂર્વ એશિયાની સૌથી મોટી બજેટ એરલાઇન, એરએશિયા નવેમ્બરથી માર્ચ સુધીની તેની પાંચ મહિનાની પગાર ચુકવણીની સમય સીમા મહિનાના અંત સુધી ખસેડી રહી છે. એક અહેવાલ મુજબ વધતા ખર્ચ દબાણ, મોંઘા એવિએશન ફ્યૂલ અને વિદેશી મુદ્રાના નુકસાન વચ્ચે આ પગલું રોકડ બચાવવાના પ્રયાસનો એક ભાગ છે.

હકીકતમાં એરએશિયામા એશિયાના આશરે 26,000 કર્મચારીઓ છે, જેમના પગાર આગામી પાંચ મહિના માટે મહિનાના છેલ્લા દિવસે ચૂકવવાનો નિર્ણય કરાયો છે. આનો અર્થ એ છે કે પગાર એક મહિના સુધી રાહ જોવી પડશે. નવેમ્બરનો પગાર ડિસેમ્બરના અંતમાં મળશે.

આંતરિક ઇમેલ અનુસાર મલેશિયામાં સ્થિત કર્મચારીઓને સામાન્ય રીતે 15 તારીખ પછી તેમના પગાર મળે છે. પરંતુ આ પાંચ મહિનાના સમયગાળા દરમિયાન તેમને દર મહિનાની 30 તારીખ અથવા 28 ફેબ્રુઆરીના છેલ્લા દિવસે ચૂકવવામાં આવશે. આ ઇમેઇલ ગયા અઠવાડિયાના અંતમાં ચીફ પીપલ ઓફિસર મુહમ્મદ ખુર્રમ ઝિયા દ્વારા મોકલવામાં આવ્યો હતો.

VTV Digital 1

આ પણ વાંચોઃ Growth / SC એગ્રોટેકના શેરમાં એક મહિનામાં 185%નો ઉછાળો, ભાવ રૂ. 92.09 પર પહોંચ્યો; કંપની 27 નવેમ્બરે 15 ઇન 1 AI સક્ષમ હેલ્થ સ્યુટ લોન્ચ કરશે

ખુર્રમ ઝિયાએ આ ફેરફારને પડકારજનક માહોલ અને ઉડ્ડયન ઇંધણના ઊંચા ભાવોને કારણે લેવામાં આવેલા કામચલાઉ પગલા તરીકે વર્ણવ્યો હતો. તેમણે કર્મચારીઓને ધીરજ અને સહકારની અપીલ કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Airline AirAsia Cash Crisis AirAsia

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ