ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સીમાંકન બિલ પર શરદ પવારના પક્ષનો મોટો નિર્ણય, સરકારને સમર્થન આપવાની જાહેરાતથી વિપક્ષી ગઠબંધનને મોટો ફટકો

નેશનલ / સીમાંકન બિલ પર શરદ પવારના પક્ષનો મોટો નિર્ણય, સરકારને સમર્થન આપવાની જાહેરાતથી વિપક્ષી ગઠબંધનને મોટો ફટકો

Published By: Pravin Joshi

Last Updated: 09:52 PM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

30 નવેમ્બરથી શરૂ થતા સંસદના વિશેષ સત્ર પહેલા શરદ પવારના પક્ષે બંધારણીય જોગવાઈઓનો હવાલો આપીને કેન્દ્ર સરકારના સીમાંકન ખરડાને સમર્થન આપવાની જાહેરાત કરતા વિપક્ષી ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે.

ADVERTISEMENT

સંસદના વિશેષ સત્ર પહેલા વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકારના સીમાંકન ખરડાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પક્ષ તરફથી શુક્રવારે આ મહત્વપૂર્ણ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સંસદનું વિશેષ સત્ર 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન યોજાવાનું છે.

Sharad-Pawar-Z-plus-security

પક્ષના વરિષ્ઠ નેતા જિતેન્દ્ર આવ્હાડે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે પક્ષ પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પવારે સ્પષ્ટ કર્યું હતું કે બંધારણની જોગવાઈઓ હેઠળ સીમાંકનની પ્રક્રિયા થવી અનિવાર્ય છે. આવ્હાડના જણાવ્યા અનુસાર, સુપ્રિયા સુલે અને પક્ષના સાંસદોએ પણ આ મુદ્દે ગહન ચર્ચા કર્યા બાદ ખરડાને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું કે શરદ પવારનું માનવું છે કે સીમાંકન બંધારણીય વ્યવસ્થાનો જ એક ભાગ છે અને આ જ આધાર પર પક્ષ સંસદમાં આ ખરડાની તરફેણમાં મતદાન કરશે.

loksabha

વિપક્ષી ગઠબંધનની બેઠકમાં હાજર નહીં રહે સુપ્રિયા સુલે

બીજી તરફ, પક્ષના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે શનિવારે યોજાનારી વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની બેઠકમાં ઉપસ્થિત રહેશે નહીં. આ બેઠકમાં સંસદના આગામી સત્ર દરમિયાન વિપક્ષની વ્યૂહરચના અંગે ચર્ચા થવાની છે. સુપ્રિયા સુલેએ પોતાના પિતા શરદ પવારની નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને બેઠકમાં જોડાવા અંગે અસમર્થતા વ્યક્ત કરી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે પક્ષના અન્ય સાંસદો આ બેઠકમાં ચોક્કસપણે ભાગ લેશે. નોંધનીય છે કે શરદ પવાર હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.

વધુ વાંચો : કેબિનેટ બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી, લોકસભાની બેઠકોમાં થશે 50%નો વધારો

અગાઉ સંસદમાં પસાર થઈ શક્યો ન હતો ખરડો

કેન્દ્ર સરકારનો અગાઉનો પ્રયાસ એપ્રિલ મહિનામાં લોકસભામાં 131મો બંધારણીય સુધારા ખરડો પસાર કરાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તે સમયે બંધારણીય સુધારા માટે જરૂરી વિશેષ બે-તૃતીયાંશ બહુમતી સરકારને મળી શકી ન હતી. સરકારે વારંવાર ખાતરી આપી છે કે સીમાંકન પ્રક્રિયામાં કોઈપણ રાજ્ય સાથે અન્યાય થવા દેવામાં આવશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અગાઉ સંકેત આપ્યો હતો કે તમામ રાજ્યોમાં બેઠકોની સંખ્યા સમાન પ્રમાણમાં 50% વધારવાના પ્રસ્તાવ સાથે જોડાયેલા આ ખરડામાં જરૂર જણાય તો સુધારો પણ કરી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DelimitationBill SharadPawar NCPSP

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ