ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચોટીલા પાસે ગોઝારો અકસ્માત, રોડ ક્રોસ કરી રહેલી બે મહિલાને ઓડી કારે ટક્કર મારી, ઘટના સ્થળે જ બંનેનાં મોત
Last Updated: 11:25 PM, 27 November 2026
ADVERTISEMENT
ચોટીલા: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-રાજકોટ હાઈવે પર આપા ગીગાના ઓટલા નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ તરફથી આવી રહેલી પૂરઝડપે ઓડી કારે રોડ ક્રોસ કરી રહેલી બે મહિલાઓને જોરદાર ટક્કર મારતાં બંનેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. જ્યારે આ અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ઓડી કારની ટક્કરથી બે મહિલાનાં મોત
મળતી માહિતી મુજબ, ચોટીલાથી આગળ આપા ગીગાના ઓટલા નજીક બે મહિલાઓ રસ્તો ઓળંગી રહી હતી. આ દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલી ઓડી કારે બંને મહિલાઓને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને મહિલાઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતમાં એક યુવાનને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ચોટીલાથી આગળ આપા ગીગાના ઓટલા પાસે અમદાવાદ તરફથી આવતી ઓડી કારે રોડ ક્રોસ કરી રહેલી બે મહિલાને જોરદાર ટક્કર મારતાં બંને મહિલાનાં ઘટના સ્થળે જ મો*ત થયાં છે. #Chotila #RoadAccident #AudiCarAccident #Surendranagar #FatalAccident #VTVDigital https://t.co/0xMd0PJPoa
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 27, 2026
અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ
ADVERTISEMENT
આ ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. બે મહિલાનાં મોતના સમાચારથી આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી.
ચોટીલા પોલીસના વિલંબને લઈને ચર્ચા
ADVERTISEMENT
અકસમાતની ઘટના બાદ ચોટીલા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોને અકસ્માતની જાણ વહેલી થઈ હોવા છતાં પોલીસને ઘટનાની જાણ થવામાં અને પોલીસ ઘટનાસ્થળે પહોંચવામાં કલાકોનો વિલંબ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ પાટીદાર આગેવાનોના પોસ્ટ વોર બાબતે મનોજ પનારાએ તોડ્યું મૌન, કહ્યું- "હાર્દિક પટેલે ખુરશી બચાવવા પોસ્ટ કરી"
ADVERTISEMENT
પોલીસના કથિત વિલંબને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાય ત્યારે તાત્કાલિક પોલીસ અને ઇમરજન્સી સેવાઓ પહોંચે તેવી વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂકાઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.