ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાટીદાર આગેવાનોના પોસ્ટ વોર બાબતે મનોજ પનારાએ તોડ્યું મૌન, કહ્યું- "હાર્દિક પટેલે ખુરશી બચાવવા પોસ્ટ કરી"

પ્રતિક્રિયા / પાટીદાર આગેવાનોના પોસ્ટ વોર બાબતે મનોજ પનારાએ તોડ્યું મૌન, કહ્યું- "હાર્દિક પટેલે ખુરશી બચાવવા પોસ્ટ કરી"

Published By: Vishal Khamar

Last Updated: 11:12 PM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમજ પાટીદાર નેતાઓ વચ્ચે પોસ્ટર વોરનો મુદ્દો વધુને વધુ ચર્ચાનો વિષય બની રહ્યો છે. ગત ધારાસભ્ય હાર્દિક અને અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવેલ પોસ્ટ બાદ વરૂણ પટેલ દ્વારા પણ પોસ્ટ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પાટીદાર આગેવાનો દ્વારા અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર પાટીદાર આગેવાનોની પોસ્ટથી ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો. ધારાસભ્ય હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની સોશિયલ મીડિયા પોસ્ટે ચર્ચા જગાવી દીધી છે.હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની પોસ્ટ પછી વરુણ પટેલે પોસ્ટ મૂકતા મામલો ગરમાયો છે..

,ગઈકાલની પોસ્ટ ગુજરાતમાં રાજનૈતિક અને ક્રાંતિના વિચાર સાથે મૂકવામાં આવી

આ મુદ્દે ખોડલદામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,ગઈકાલની પોસ્ટ ગુજરાતમાં રાજનૈતિક અને ક્રાંતિના વિચાર સાથે મૂકવામાં આવી છે. વિચારધારા અલગ હોઈ શકે પણ સમાજના હિતમાં પાટીદાર આંદોલનકારીઓ એક સાથે જ છે. આવી વાત પણ દિનેશ બાંભણિયાએ કરી છે.

હાર્દિક પટેલ સામે પોસ્ટ કરનારા લોકો સાથે કોઈ નથી-વિષ્ણુ પટેલ

પાટીદાર આંદોલનકારીઓની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. PAASના આગેવાન વિષ્ણુ પટેલે ધારાસભ્ય હાર્દિક પટેલની પોસ્ટ રિ-પોસ્ટ કરતાં બંને નેતાઓ વચ્ચેના સંબંધોને લઈને ચાલી રહેલી અટકળો પર સ્પષ્ટતા કરી છે. હાર્દિક પટેલે પણ વિષ્ણુ પટેલની પોસ્ટ રિ-પોસ્ટ કરી હતી. આ સમગ્ર વિવાદ અંગે વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે, PAASના તમામ નેતાઓ અગાઉ પણ હાર્દિક પટેલની સાથે હતા અને આજે પણ તેમની સાથે જ છે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે આખો પાટીદાર સમાજ હાર્દિક પટેલની પડખે ઊભો રહેશે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે આ પોસ્ટને 2027ની વિધાનસભા ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. સાથે જ હાર્દિક પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા લોકોની સાથે કોઈ નથી તેમ કહી વિષ્ણુ પટેલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

આ પણ વાંચોઃ જમીનનું કામ કરાવવાના બહાને 1.48 કરોડની છેતરપિંડી, આરોપી વિષ્ણુભાઈ ચૌધરી અને પુત્ર આકાશ ચૌધરી સામે વધુ એક ફરિયાદ

હાર્દિક-અલ્પેશ-વરુણની પોસ્ટ સામાજિક નથી રાજકીય છે-પરસોત્તમ પીપળીયા

પાટીદાર આંદોલનકારીઓની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને પરસોત્તમ પીપળીયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને વરુણ પટેલની પોસ્ટને સામાજિક નહીં, પરંતુ રાજકીય ગણાવી હતી. પીપળીયાએ આક્ષેપ કર્યો હતો કે ત્રણેય નેતાઓ તેમના આકાઓના ઈશારે કામ કરી રહ્યા છે. હાર્દિક પટેલની કાર્યશૈલી અંગે ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે હાર્દિક ઠંડા કલેજે પોતાના ગોલ નક્કી કરી લે છે, જ્યારે વરુણ પટેલ ઉતાવળમાં માને છે. વધુમાં તેમણે કહ્યું કે વરુણ પટેલના મનમાં જે હોય છે તે જ તેમની વાણીમાં જોવા મળે છે, જ્યારે હાર્દિક પટેલના મનમાં શું ચાલી રહ્યું છે તે તેમના શબ્દોમાં સ્પષ્ટ થતું નથી. પીપળીયાના આ નિવેદનથી પાટીદાર સમાજના રાજકીય સમીકરણો અને નેતાઓ વચ્ચેની ચર્ચાએ ફરી વેગ પકડ્યો છે.

ગોળ-ગોળ વાતો કરીને સમાજના લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો-મનોજ પનારા

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને પાટીદાર આગેવાન મનોજ પનારાએ આકરા પ્રહાર કર્યા છે. મનોજ પનારાએ હાર્દિક પટેલની પોસ્ટને આંતરિક રાજકારણ ગણાવતા આક્ષેપ કર્યો કે હાર્દિક પટેલ પોતાની ખુરશી બચાવવા માટે આવી પોસ્ટ મૂકી રહ્યા હોઈ શકે છે. ભાજપ યુઝ એન્ડ થ્રો કરનારી પાર્ટી છે તેની હાર્દિક પટેલને પણ જાણ છે, ત્યારે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા તેમને ટિકિટ ન આપવાનો મુદ્દો પણ આ પોસ્ટ પાછળ હોઈ શકે છે. વધુમાં મનોજ પનારાએ હાર્દિક પટેલને ટકોર કરતાં કહ્યું કે ગોળ-ગોળ વાતો કરીને સમાજના લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો. આ નિવેદનથી પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

ગુજરાતના રાજકારણમાં એક સમયે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા ફરી એકવાર સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મૂકેલી એક રહસ્યમય પોસ્ટ બાદ અલ્પેશ કથીરિયાએ પણ તેમના સમર્થનમાં આક્રમક અંદાજમાં પોસ્ટ શેર કરતાં રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે.

હાર્દિક પટેલની એક પોસ્ટે ખેંચ્યું સૌનું ધ્યાન

25 નવેમ્બરની સાંજે હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરની સાથે તમિલ સુપરસ્ટાર અને રાજકારણી વિજય થલપતિનું ગીત પણ મૂકવામાં આવ્યું હતું. જોકે, પોસ્ટમાં લખેલા શબ્દોએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

હાર્દિક પટેલે લખ્યું હતું, "મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા, દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે એ જરૂરી નથી." તેમના આ સંદેશ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ હતી કે આખરે ધારાસભ્યનો આ ઈશારો કોના તરફ છે અને તેમણે આ પોસ્ટ કયા સંદર્ભમાં મૂકી છે.

અલ્પેશ કથીરિયાએ પણ જૂની તસવીર સાથે આપ્યો સાથ

હાર્દિક પટેલની પોસ્ટ સામે આવ્યા બાદ પાટીદાર આંદોલનના સમયના તેમના સાથી અલ્પેશ કથીરિયાએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે હાર્દિક પટેલ સાથેની જૂની તસવીર શેર કરીને લખ્યું હતું કે,

"અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં. અમે સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ, બાકી અમને દરેક પાને પોતાનું નામ લખવાનો શોખ નથી." અલ્પેશની આ પોસ્ટને હાર્દિક પટેલના સમર્થન તરીકે જોવામાં આવી રહી છે. બંને નેતાઓના લગભગ એકસરખા આક્રમક સંદેશને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

પોસ્ટ પાછળનું કારણ હાર્દિક જ જાણે છે: અલ્પેશ કથીરિયા

આ પોસ્ટ અંગે અલ્પેશ કથીરિયાનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના સમર્થનમાં તેમણે આ પોસ્ટ મૂકી છે. જોકે, હાર્દિકે મૂળ પોસ્ટ કયા કારણોસર અને કોને ઉદ્દેશીને કરી છે તેની તેમને જાણ નથી. આ મુદ્દે હાર્દિક પટેલ સાથે કોઈ ચર્ચા થઈ ન હોવાનું પણ અલ્પેશે સ્પષ્ટ કર્યું હતું. એટલે બંને નેતાઓની પોસ્ટ પાછળ કોઈ ચોક્કસ રાજકીય સંદેશ છે કે કેમ તે અંગે હાલ કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.

ચૂંટણી પહેલાં રાજકીય શક્તિ બતાવવાનો પ્રયાસ?

હાલ બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. એક સમયે પાટીદાર અનામત આંદોલન દ્વારા સરકાર સામે આક્રમક વલણ અપનાવનારા આ નેતાઓની આવી પોસ્ટે અનેક સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચોઃ નિકોલના એન્જલ આર્કેડમાં સ્પામાં હાઈવોલ્ટેજ ડ્રામા! યુવતીના પતિએ કર્યો હોબાળો, એસિડ પી લેતાં ચકચાર

શું ભાજપની અંદર કોઈ મુદ્દે નારાજગી છે? શું કોઈ રાજકીય નિર્ણય સામે આડકતરી રીતે સંદેશ આપવામાં આવી રહ્યો છે? કે પછી આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં પોતાની રાજકીય તાકાત અને પ્રભાવનો અહેસાસ કરાવવાનો આ પ્રયાસ છે? આ તમામ સવાલો વચ્ચે એક બાબત સ્પષ્ટ છે કે હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની પોસ્ટે ફરી એકવાર પાટીદાર રાજકારણને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે. જોકે, આ પોસ્ટ પાછળનો વાસ્તવિક હેતુ શું છે તે અંગે બંનેમાંથી કોઈએ સ્પષ્ટ ખુલાસો કર્યો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Politics Hardik Patel Alpesh Kathiriya

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ