ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જમીનનું કામ કરાવવાના બહાને 1.48 કરોડની છેતરપિંડી, આરોપી વિષ્ણુભાઈ ચૌધરી અને પુત્ર આકાશ ચૌધરી સામે વધુ એક ફરિયાદ

કાર્યવાહી / જમીનનું કામ કરાવવાના બહાને 1.48 કરોડની છેતરપિંડી, આરોપી વિષ્ણુભાઈ ચૌધરી અને પુત્ર આકાશ ચૌધરી સામે વધુ એક ફરિયાદ

Published By: Vishal Khamar
Reported By: Anita Patani

Last Updated: 10:26 PM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની EOWમાં વિષ્ણુભાઈ ચૌધરી અને પુત્ર આકાશ ચૌધરી સામે જમીનનો કેસ પતાવવાના નામે રૂ. 1.48 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ.

ADVERTISEMENT

અમદાવાદ: રાજ્ય સેવક વિરુદ્ધ થયેલી અરજીનો નિકાલ કરાવી આપવાના નામે રૂ. 50 લાખનો તોડ કરવાના આરોપમાં ચર્ચામાં આવેલા ચૌધરી પિતા-પુત્ર સામે હવે વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ભાવનગર સ્ટેટ તરફથી મળેલી વડીલોપાર્જિત જમીનનો વિવાદ વહેલી તકે ઉકેલી આપવાના બહાને ફરિયાદી પાસેથી રૂ. 1.48 કરોડથી વધુની રકમ પડાવી લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

પિતા-પુત્રએ એજન્ટ તરીકે ફરિયાદી સાથે નાણાકીય વ્યવહાર કર્યો

મળતી વિગતો મુજબ, માણસાના ઈશ્વરપુરા બદપુરા ગામના રહેવાસી વિષ્ણુભાઈ ચૌધરી અને તેમના પુત્ર આકાશ ચૌધરીએ જમીનના વિવાદનું કામ કરાવી આપવાની ખાતરી આપી ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. ભાવનગર સ્ટેટ તરફથી મળેલી વડીલોપાર્જિત જમીનનો કેસ ઝડપથી પૂર્ણ કરાવી આપવાના બહાને બંને પિતા-પુત્રએ એજન્ટ તરીકે ફરિયાદી સાથે નાણાકીય વ્યવહાર કર્યો હતો.

નાણાં પરત માંગતા આરોપીએ પૈસાના ખોટા વાયદા કર્યા

આરોપીઓએ જમીનનું કામ કરાવી આપવાની ખાતરી આપી ફરિયાદી પાસેથી તબક્કાવાર કુલ રૂ. 2 કરોડ મેળવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જોકે, આ રકમમાંથી અમુક નાણાં પરત કર્યા બાદ બાકીના રૂ. 1,48,65,000 પરત આપ્યા નહોતા. ફરિયાદી દ્વારા નાણાંની ઉઘરાણી કરવામાં આવતાં આરોપીઓએ ખોટા વાયદા કર્યા હોવા ઉપરાંત પરત ચુકવણી માટે આપેલા ચેક પણ બેંકમાં રિટર્ન થયા હોવાનો આક્ષેપ છે.

છેતરપિંડી આચરનાર પિતા પુત્ર જેલ હવાલે

આમ, જમીનનો વિવાદ ઉકેલી આપવાના બહાને મોટી રકમ મેળવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની EOW શાખામાં નોંધાઈ છે.

પિતા-પુત્ર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ

આ મામલે વિષ્ણુભાઈ ચૌધરી અને તેમના પુત્ર આકાશ ચૌધરી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(5) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. EOW દ્વારા સમગ્ર નાણાકીય વ્યવહાર, ચેક અને અન્ય દસ્તાવેજોની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સરખેજ MD ડ્રગ્સ મિનિ ફેક્ટરી કેસના તાર GTU સુધી પહોંચ્યા, વિદ્યાર્થી હર્ષિલ પરીખ ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ખરીદી આપતો હતો

નોંધનીય છે કે, રાજ્ય સેવક વિરુદ્ધની અરજીનો નિકાલ કરાવી આપવાના નામે રૂ. 50 લાખની કથિત ઉઘરાણીના આરોપ બાદ ચૌધરી પિતા-પુત્ર સામે નોંધાયેલી આ વધુ એક ફરિયાદને પગલે તપાસનો વ્યાપ વધવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EOW Ahmedabad Vishnubhai Chaudhary Ahmedabad Crime Branch

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ