ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 6, 6, 6, 6, 6, 6, 6...! એક જ ઓવરમાં 7 છગ્ગા ફટકારી આ ભારતીય ખેલાડીએ મચાવ્યો હતો તરખાટ

સ્પોર્ટ્સ / 6, 6, 6, 6, 6, 6, 6...! એક જ ઓવરમાં 7 છગ્ગા ફટકારી આ ભારતીય ખેલાડીએ મચાવ્યો હતો તરખાટ

Published By: Bijal Vyas

Last Updated: 11:08 AM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે ક્રિકેટના મેદાન પર ઋતુરાજ ગાયકવાડની બેટ ગર્જી ઉઠ્યુ, ત્યારે બોલર પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો. 2022ની વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં, તેણે એક જ ઓવરમાં સાત સિક્સ ફટકારીને ઈતિહાસ રચ્યો. આ ધમાકેદાર ઈનિંગ દરમિયાન, ગાયકવાડે તે એક ઓવરમાં કુલ 43 રન બનાવ્યા.

ADVERTISEMENT

ભારતીય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડના નામે લિસ્ટ-એ ક્રિકેટમાં એક એવો રેકોર્ડ છે જેને તોડવો કોઈપણ બેટર માટે સરળ નથી. 28 નવેમ્બર, 2022ના રોજ, ઉત્તર પ્રદેશ સામેની વિજય હઝારે ટ્રોફીની ક્વાર્ટર-ફાઈનલ મેચ દરમિયાન તેમણે ઈતિહાસ રચ્યો હતો.

ઋતુરાજ ગાયકવાડે એક જ ઓવરમાં સળંગ સાત સિક્સ ફટકારી હતી. લિસ્ટ-એ ક્રિકેટમાં આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો. મહારાષ્ટ્રની ઇનિંગ્સની 49મી ઓવર લેફ્ટ-આર્મ સ્પિનર ​​શિવ સિંહ ફેંકી રહ્યો હતો.

ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં સાત સિક્સ ફટકારીને કુલ 43 રન બનાવ્યા. આમાં નો-બોલ પર ફટકારેલી એક સિક્સનો પણ સમાવેશ થાય છે. આ સાથે, તેમણે એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સરભર કર્યો. અગાઉ, 2018માં નોર્ધન ડિસ્ટ્રિક્ટ્સના બ્રેટ હેમ્પટન અને જો કાર્ટરે પણ એક ઓવરમાં 43 રન બનાવ્યા હતા.

તે મેચમાં ઋતુરાજ ગાયકવાડે 159 બોલમાં અણનમ 220 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગ્સમાં 10 ચોગ્ગા અને 16 છગ્ગા સામેલ હતા. મહારાષ્ટ્રના બાકીના બેટ્સમેનોએ મળીને 142 બોલમાં માત્ર 96 રન જ બનાવ્યા હતા. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ઋતુરાજે એકલા હાથે વિરોધી ટીમના બોલિંગ આક્રમણને કેવી રીતે તોડી પાડ્યું હતું. એક જ ઓવરમાં સાત છગ્ગા ફટકારવાની તેની સિદ્ધિને આજે પણ તેની કારકિર્દીની સૌથી યાદગાર ઇનિંગ્સમાંની એક ગણવામાં આવે છે.

1 ઓવરમાં સૌથી વધારે રન (લિસ્ટ-A)

  • 43 ઋતુરાજ ગાયકવાડ, મહારાષ્ટ્ર વિરુદ્ધ ઉત્તર પ્રદેશ, નવેમ્બર 2022
  • 43 બ્રેટ હેમ્પ્ટન અને જો કાર્ટર, નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સ વિરુદ્ધ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ, નવેમ્બર 2018
  • 29 વર્ષીય ઋતુરાજ ગાયકવાડ મહારાષ્ટ્ર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે અને IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન છે. ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની વન-ડે (ODI) શ્રેણી માટે ઋતુરાજ ભારતીય ટીમનો ભાગ હતા.

આ પણ વાંચોઃ મુંબઈ ઇન્ડિયન્સમાં 'હિટમેન' યુગની વાપસી, 3 વર્ષ બાદ રોહિત શર્મા ફરી સુકાની બન્યા

ઋતુરાજ ગાયકવાડે અત્યાર સુધી ટીમ ઇન્ડિયા માટે 14 વન-ડે (ODI) અને 23 T20 ઇન્ટરનેશનલ મેચો રમી છે. વન-ડેમાં તેણે ૩૨ની સરેરાશથી 352 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. T20 ઇન્ટરનેશનલમાં તેણે 39.56ની સરેરાશથી 633 રન નોંધાવ્યા છે, જેમાં એક સદી અને ચાર અડધી સદી સામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

7 sixes in one over world record vijay hazare trophy ruturaj gaikwad

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ