ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં ડબલ મર્ડરથી ખળભળાટ, ગોંડલની દુકાનમાં વેપારીની ઘાતકી હત્યા, નવા થોરાળામાં યુવકનું મર્ડર

ક્રાઈમ / રાજકોટમાં ડબલ મર્ડરથી ખળભળાટ, ગોંડલની દુકાનમાં વેપારીની ઘાતકી હત્યા, નવા થોરાળામાં યુવકનું મર્ડર

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 09:27 AM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં શનિવારે ડબલ મર્ડરથી ખળભળાટ મચ્યો હતો. રાજકોટ શહેરના નવા થોરાળામાં યુવક અને ગોંડલમાં વેપારીની છરી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

ADVERTISEMENT

રાજકોટ શહેર અને જિલ્લામાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે. નવા થોરાળા વિસ્તારમાં 20 વર્ષીય જયેશ ચાવડા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે 10:45 વાગ્યા આસપાસ છરી વડે હુમલો થયા બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાયો હતો, આજે વહેલી સવારે યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.'મહાવીર ટ્રેડર્સ' નામે તેલનો વેપાર કરતા ભરતસિંહ ડાભીની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી.

રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જર

ડોગ સ્ક્વોડ અને FSLની ટીમો પુરાવા એકત્ર કરી રહી છે, CCTV ફૂટેજમાં શંકાસ્પદ વાહનો દેખાયા છે અને લૂંટ સહિતના મુદ્દે તપાસ તથા જિલ્લાભરમાં નાકાબંધી શરૂ કરાઈ છે.
police-rajkot

દુકાનમાંથી મળી લાશ

રોજ રાત્રે 10 વાગ્યે બંધ થતી દુકાન 11:30 વાગ્યા સુધી ખુલ્લી રહેતા પડોશીઓને શંકા ગઈ હતી અને તપાસ કરતાં લોહીલૂહાણ હાલતમાં ડેડબોડી મળી આવી હતી. ઘટનાસ્થળેથી મૃતક ભરતસિંહનું બાઈક પણ ગુમ થયું હતું. લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર પણ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા.

જિલ્લામાં નાકાબંધી

ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જર સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડાયો હતો. SPના જણાવ્યા મુજબ, ડોગ સ્ક્વોડ અને FSLની ટીમો પુરાવા એકત્ર કરી રહી છે, CCTV ફૂટેજમાં શંકાસ્પદ વાહનો દેખાયા છે અને લૂંટ સહિતના મુદ્દે તપાસ તથા જિલ્લાભરમાં નાકાબંધી શરૂ કરાઈ છે.

રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં યુવકની હત્યા

રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં પણ યુવકનો હત્યાનો બનાવ સામે આવ્યો હતો. પાનની દુકાને પાસે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. મારામારીમાં જયેશ ચાવડા પર છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત જયેશને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન જયેશ ચાવડાનું મોત થયું હતું.

આ પણ વાંચોઃ નિકોલના એન્જલ આર્કેડમાં સ્પામાં હાઈવોલ્ટેજ ડ્રામા! યુવતીના પતિએ કર્યો હોબાળો, એસિડ પી લેતાં ચકચાર

સમગ્ર બનાવ અંગે જિલ્લા પોલીસવડાએ આપી માહિતી

રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આ આખી ઘટના અંગે પત્રકારોને જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની શંકા છે. પોલીસની તપાસ ચાલુ છે જે પછી આખી ઘટના સ્પસ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot crime rajkot news rajkot crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ