ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં પથુભા ગોહિલના મોતના મામલે હવે આહીર સમાજ પણ મેદાનમાં ઉતર્યો, કર્યાં ગંભીર આક્ષેપો
Last Updated: 09:21 AM, 28 November 2026
ADVERTISEMENT
ભાવનગરમાં પથુભા ગોહિલના મોતના મામલો ગરમાયો છે. ક્ષત્રિય સમાજ બાદ હવે આહીર સમાજના યુવકે વલ્લભ વિરડીયા અને વિશાલ ધામેલીયા સામે કર્યા ગંભીર આક્ષેપો છે. જીતુ કુવાડિયાએ એવું કહ્યું કે વિશાલ ધામેલીયાના ઇશારે પોલીસ કામ કરી રહી છે. જમીન દબાણ અને પાણીની પાઇપલાઇનના પ્રશ્ને રજૂઆત કરતાં પિતાને ખંડણીના કેસમાં ફસાવાયા હોવાનો દાવો કરાયો છે. CMO પોર્ટલ પર ફરિયાદ કર્યા બાદ વલ્લભ વિરડીયા દ્વારા વળતી ફરિયાદ કરાવાઈ હોવાનો આક્ષેપ છે. તેમણે કહ્યું કે પિતાને પોલીસ સ્ટેશનમાં માનસિક ત્રાસ અપાયો અને LCB PI દ્વારા માર મારવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સમાજના આગેવાનોએ બોરતળાવ પોલીસ સ્ટેશને ધામા નાખ્યાં
સમાજના આગેવાનોએ વલ્લભભાઈ વિરડિયા અને વિશાલભાઈ ધામેલિયા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવવાની ઉગ્ર માંગ સાથે બોરતળાવ (ડી-ડિવિઝન) પોલીસ મથકે ધામા નાખ્યા હતા.
આ પણ વાંચોઃ જમીનનું કામ કરાવવાના બહાને 1.48 કરોડની છેતરપિંડી, આરોપી વિષ્ણુભાઈ ચૌધરી અને પુત્ર આકાશ ચૌધરી સામે વધુ એક ફરિયાદ
ADVERTISEMENT
ધરમવીરસિંહ ગોહિલે શું આક્ષેપ કર્યાં
રાજપૂત સમાજના ઉપપ્રમુખ ધરમવીરસિંહ ગોહિલે એવું કહ્યું કે પથુભાઈને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા અને તેમના પર સતત ટોર્ચર કરવામાં આવતું હતું. નાની-મોટી બાબતોમાં તેમને સતત એવી ધમકીઓ આપવામાં આવતી હતી કે તમને કોઈ પણ સંજોગે જેલની બહાર નહીં નીકળવા દઈએ અને અમે ધારશું તો તમને જેલમાં જ ખપાવી નાખશું; અંતે કદાચ આ જ પરિણામ આવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.