ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અયોધ્યાથી નેપાળ જવા હવે વિઝાની જરૂર નહીં! આ તારીખથી ટ્રેન શરૂ, શેડ્યૂલ જાહેર

સુવિધા / અયોધ્યાથી નેપાળ જવા હવે વિઝાની જરૂર નહીં! આ તારીખથી ટ્રેન શરૂ, શેડ્યૂલ જાહેર

Published By: Jinal Chauhan

Last Updated: 09:57 AM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાથી નેપાળના જનકપુર ધામ સુધીની મુસાફરી હવે ટ્રેનમાં કરી શકાશે. 28 નવેમ્બરથી સરયૂ-કમલા એક્સપ્રેસનું નિયમિત સંચાલન શરૂ થઈ રહ્યું છે, જેના કારણે મુસાફરોને નવી સુવિધા મળશે.

ADVERTISEMENT

ભારત અને નેપાળ વચ્ચે મુસાફરી કરનારા લોકો માટે આ ટ્રેન ઉપયોગી સાબિત થશે. આ ટ્રેન અયોધ્યા, ગોરખપુર, રક્સૌલ અને સીતામઢી સહિતના અનેક શહેરોને જોડશે. અઠવાડિયામાં એક દિવસ આ ટ્રેન દોડશે. રેલવે દ્વારા ટ્રેનનો નંબર, સમય અને સ્ટોપેજની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. જો તમે નેપાળ જવાનું આયોજન કરી રહ્યા છો તો ટ્રેનનું આખું શેડ્યૂલ જાણી લેવું જરૂરી છે.

28 નવેમ્બરથી શરૂ થશે સરયૂ-કમલા એક્સપ્રેસ

ઉત્તર પ્રદેશના અયોધ્યા કેન્ટથી નેપાળના જનકપુર ધામ વચ્ચે સરયૂ-કમલા એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેનનું ઉદ્ઘાટન અગાઉ કરવામાં આવ્યું હતું, જ્યારે હવે 28 નવેમ્બરથી તેનું નિયમિત સંચાલન શરૂ થશે. આ ટ્રેન માટે બે નંબર ફાળવવામાં આવ્યા છે. જનકપુર ધામથી અયોધ્યા કેન્ટ જવા માટે ટ્રેન નંબર 15595 અને અયોધ્યા કેન્ટથી જનકપુર ધામ જવા માટે ટ્રેન નંબર 15596 રહેશે.જનકપુર ધામથી આ ટ્રેન દર શનિવારે દોડશે, જ્યારે અયોધ્યા કેન્ટથી દર સોમવારે ઉપડશે. જનકપુર ધામથી તેની શરૂઆત 28 નવેમ્બરથી અને અયોધ્યા કેન્ટથી 30 નવેમ્બરથી થશે.

અઠવાડિયામાં એક જ દિવસ મળશે ટ્રેનની સુવિધા

સરયૂ-કમલા એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેન છે. એટલે કે મુસાફરોને અઠવાડિયામાં એક જ દિવસ આ ટ્રેનની સુવિધા મળશે. આ ટ્રેન ગોરખપુર, નરકટિયાગંજ, રક્સૌલ, સીતામઢી, શિશો અને જयनગર જેવા સ્ટેશનો પરથી પસાર થશે.આ ટ્રેનમાં કુલ 17 કોચ રાખવામાં આવ્યા છે. જેમાં AC સેકન્ડ ક્લાસના 2 કોચ, AC થર્ડ ક્લાસના 3 કોચ અને AC થર્ડ ક્લાસ ઇકોનોમીના 3 કોચ હશે. આ ઉપરાંત સ્લીપર ક્લાસના 7 કોચ અને SLRના 2 કોચ પણ હશે.

જનકપુરથી અયોધ્યા આવતી ટ્રેનનો સમય જાણો

28 નવેમ્બરથી દર શનિવારે ટ્રેન નંબર 15595 જનકપુર ધામથી અયોધ્યા કેન્ટ માટે ઉપડશે. આ ટ્રેન નેપાળના સ્થાનિક સમય પ્રમાણે બપોરે 1:10 વાગ્યે જનકપુર ધામથી રવાના થશે.ત્યારબાદ બપોરે 2:25 વાગ્યે નેપાળના સમય પ્રમાણે અને ભારતીય સમય પ્રમાણે 2:10 વાગ્યે જયનગર કસ્ટમ યાર્ડ પહોંચશે. અહીંથી નેપાળના સમય પ્રમાણે બપોરે 3:25 વાગ્યે અને ભારતીય સમય પ્રમાણે 3:10 વાગ્યે આગળની મુસાફરી શરૂ કરશે.

vtv app promotion

આ પણ વાંચોઃ બિસલેરી પાણીના સેમ્પલ ફરી ફેલ, બેક્ટેરીયા મળતાં FSSAIએ કેસની મંજૂરી આપી

આગળનું સ્ટોપેજ અને સમય નીચે મુજબ રહેશે.

મધુબની ખાતે સાંજે 3:48 વાગ્યે, શિશો ખાતે સાંજે 5:10 વાગ્યે, સીતામઢી ખાતે સાંજે 7 વાગ્યે, રક્સૌલ ખાતે રાત્રે 9:35 વાગ્યે અને નરકટિયાગંજ ખાતે રાત્રે 10:50 વાગ્યે ટ્રેન પહોંચશે.ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે 3:55 વાગ્યે ગોરખપુર, સવારે 5:19 વાગ્યે બસ્તી, સવારે 6:28 વાગ્યે મનકાપુર અને સવારે 7:25 વાગ્યે અયોધ્યા ધામ પહોંચશે. આ ટ્રેન સવારે 8:10 વાગ્યે અયોધ્યા કેન્ટ પહોંચીને પોતાની મુસાફરી પૂરી કરશે.

અયોધ્યાથી જનકપુર જતી ટ્રેનનું શેડ્યૂલ

અયોધ્યા કેન્ટથી જનકપુર ધામ જવા માટે ટ્રેન નંબર 15596નું નિયમિત સંચાલન 30 નવેમ્બરથી શરૂ થશે. આ ટ્રેન દર સોમવારે સાંજે 5:50 વાગ્યે અયોધ્યા કેન્ટથી ઉપડશે.ત્યારબાદ સાંજે 6:20 વાગ્યે અયોધ્યા ધામ, રાત્રે 7:30 વાગ્યે મનકાપુર અને રાત્રે 8:37 વાગ્યે બસ્તી પહોંચશે. રાત્રે 10:13 વાગ્યે ગોરખપુર પહોંચ્યા બાદ ટ્રેન આગળ વધશે.બીજા દિવસે રાત્રે 1:50 વાગ્યે નરકટિયાગંજ, સવારે 3:10 વાગ્યે રક્સૌલ, સવારે 4:42 વાગ્યે સીતામઢી, સવારે 6:05 વાગ્યે શિશો અને સવારે 7 વાગ્યે મધુબની સ્ટેશન પર રોકાશે. ત્યારબાદ ભારતીય સમય પ્રમાણે સવારે 8:30 વાગ્યે અને નેપાળના સમય પ્રમાણે સવારે 8:45 વાગ્યે જયનગર કસ્ટમ યાર્ડ પહોંચશે. અહીંથી ભારતીય સમય પ્રમાણે સવારે 10:30 વાગ્યે અને નેપાળના સમય પ્રમાણે સવારે 10:45 વાગ્યે ટ્રેન આગળ જવા રવાના થશે. અંતે નેપાળના સમય પ્રમાણે બપોરે 12:40 વાગ્યે જનકપુર ધામ પહોંચશે.

નેપાળ જવા માટે વિઝાની જરૂર પડશે?

ભારત અને નેપાળ વચ્ચે મુસાફરી માટે ભારતીય નાગરિકોને સામાન્ય રીતે વિઝાની જરૂર પડતી નથી. જોકે, આનો અર્થ એ નથી કે કોઈ ઓળખપત્ર કે મુસાફરીના દસ્તાવેજ વગર જઈ શકાય. મુસાફરોએ માન્ય ઓળખના દસ્તાવેજો સાથે રાખવા જરૂરી છે. ખાસ કરીને હવાઈ મુસાફરી અને અન્ય મુસાફરી માધ્યમોમાં દસ્તાવેજોની શરતો અલગ હોઈ શકે છે.સરયૂ-કમલા એક્સપ્રેસ શરૂ થવાથી અયોધ્યા અને જનકપુર વચ્ચે આવનજાવન કરતા મુસાફરોને સીધી રેલવે કનેક્ટિવિટી મળશે. ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ઇચ્છતા લોકો માટે પણ આ ટ્રેન મુસાફરીનો નવો વિકલ્પ બની રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Janakpur Saryu Kamla Express Ayodhya Janakpur Train

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ