ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / શું RBI રેપોરેટ વધારશે? તમારી હોમલોન-EMI પર અસર પડે તેવી શક્યતા

બિઝનેસ / શું RBI રેપોરેટ વધારશે? તમારી હોમલોન-EMI પર અસર પડે તેવી શક્યતા

Published By: Jinal Chauhan

Last Updated: 10:08 AM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI ડિસેમ્બરની બેઠકમાં રેપો રેટ વધારવાનો નિર્ણય લઈ શકે છે. જો વ્યાજદરમાં વધારો થશે તો હોમલોન, કાર લોન અને અન્ય લોનની EMI પર તેની અસર જોવા મળી શકે છે.

ADVERTISEMENT

દેશમાં મોંઘવારી વધવાની શક્યતા વચ્ચે હવે રિઝર્વ બેંકની આગામી બેઠક પર સૌની નજર છે. ડિસેમ્બરમાં મળનારી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં વ્યાજદર અંગે મોટો નિર્ણય લેવાઈ શકે છે. હાલમાં રેપો રેટ 5.50 ટકા છે, પરંતુ તેને વધારીને 6 ટકા કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવું થાય તો બેંકો માટે લોન આપવી મોંઘી પડી શકે છે. તેની અસર ખાસ કરીને ફ્લોટિંગ વ્યાજદર પર લોન લેનારા ગ્રાહકોના ખિસ્સા પર પડી શકે છે.

રેપો રેટ 5.50%થી વધીને 6% થઈ શકે છે

હાલમાં RBIનો રેપો રેટ 5.50 ટકા છે. ડિસેમ્બરની બેઠકમાં તેમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવે તો રેપો રેટ વધીને 6 ટકા થઈ શકે છે. બ્રોકરેજ ફર્મના અંદાજ પ્રમાણે, 50 બેસિસ પોઈન્ટના વધારાની શક્યતા 60 ટકા છે, જ્યારે 25 બેસિસ પોઈન્ટના વધારાની શક્યતા 40 ટકા છે.જો 50 બેસિસ પોઈન્ટનો વધારો થાય તો તે અગાઉના અંદાજ કરતાં બમણો હશે. જોકે, આ માત્ર બજારનો અંદાજ છે. RBIએ હજુ સુધી રેપો રેટ વધારવા અંગે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી.

મોંઘવારી વધવાથી RBI કેમ વ્યાજદર વધારી શકે છે?

રેપો રેટ વધારવા પાછળનું મુખ્ય કારણ મોંઘવારી પર કાબૂ મેળવવાનો પ્રયાસ હોઈ શકે છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાથી સામાન્ય લોકોના ઘરખર્ચ પર અસર પડી રહી છે. ખાસ કરીને અનાજ, કઠોળ અને અન્ય ખાદ્ય વસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતા છે.બ્રોકરેજ ફર્મના અંદાજ પ્રમાણે, ઓક્ટોબરમાં 6.1 ટકા રહેલો રિટેલ મોંઘવારી દર નવેમ્બરમાં વધીને 6.4 ટકા સુધી પહોંચી શકે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રણ મહિનામાં સરેરાશ મોંઘવારી દર 6.3 ટકા રહેવાની શક્યતા છે.આ ઉપરાંત ખાદ્ય વસ્તુઓની સાથે કોર મોંઘવારીમાં પણ વધારો જોવા મળી શકે છે. કંપનીઓ ઉત્પાદન પાછળ વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખે છે, જેના કારણે વસ્તુઓ અને સેવાઓના ભાવ વધી શકે છે. આવી સ્થિતિમાં RBI મોંઘવારીને કાબૂમાં રાખવા માટે વ્યાજદરમાં વધારો કરવાનું વિચારી શકે છે.

હોમલોનની EMI પર કેવી અસર પડશે?

જો RBI રેપો રેટમાં વધારો કરે તો તેની સીધી અસર બેંકોની લોનના વ્યાજદર પર પડી શકે છે. ખાસ કરીને ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ પર હોમલોન લેનારા ગ્રાહકોને વધુ EMI ચૂકવવી પડી શકે છે.ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિએ ઘર ખરીદવા માટે લાંબા સમયની હોમલોન લીધી હોય અને તેના વ્યાજદર રેપો રેટ સાથે જોડાયેલા હોય તો વ્યાજદરમાં વધારો થતાં તેની EMI વધી શકે છે. જોકે, બેંક કેટલો વધારો કરે છે અને લોનની શરતો શું છે તેના આધારે અસર નક્કી થશે.જે લોકો ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટ પર લોન ચૂકવી રહ્યા છે તેમની EMI પર સામાન્ય રીતે રેપો રેટ વધારાની સીધી અસર થતી નથી. જ્યારે ફ્લોટિંગ રેટવાળી લોનમાં EMI વધી શકે છે અથવા લોન ચૂકવવાનો સમયગાળો લાંબો થઈ શકે છે.

કાર લોન અને પર્સનલ લોન પણ મોંઘી થઈ શકે છે

રેપો રેટ વધે તો માત્ર હોમલોન જ નહીં, પરંતુ કાર લોન અને પર્સનલ લોન લેનારા લોકો પર પણ તેની અસર પડી શકે છે. બેંકો પોતાની લોનના વ્યાજદરમાં ફેરફાર કરે તો નવા ગ્રાહકો માટે લોન લેવી મોંઘી થઈ શકે છે.જે લોકો આગામી દિવસોમાં ઘર, કાર કે અન્ય કોઈ મોટી ખરીદી માટે લોન લેવાનું વિચારી રહ્યા છે તેમણે વ્યાજદરની સ્થિતિ પર નજર રાખવી પડશે. જોકે, તમામ પ્રકારની લોનના વ્યાજદર રેપો રેટ સાથે સીધા જોડાયેલા હોતા નથી.બીજી તરફ, રેપો રેટમાં વધારો થાય તો બેંકો ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD પરના વ્યાજદરમાં પણ વધારો કરી શકે છે. પરંતુ આવું કરવું બેંકો માટે ફરજિયાત નથી. તેથી FD કરાવતા પહેલાં અલગ-અલગ બેંકોના વ્યાજદર તપાસવા જરૂરી છે.

Loan

રેપો રેટ શું છે અને તેમાં વધઘટ થાય તો શું બદલાય?

રેપો રેટ એ વ્યાજદર છે જેના પર RBI અન્ય બેંકોને ટૂંકા ગાળા માટે નાણાં ધિરાણ આપે છે. બેંકોને જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે તેઓ RBI પાસેથી આ દરે લોન લઈ શકે છે.રેપો રેટ વધે ત્યારે બેંકો માટે RBI પાસેથી નાણાં મેળવવા મોંઘા બને છે. તેના કારણે બેંકો ગ્રાહકોને આપતી લોનના વ્યાજદરમાં વધારો કરી શકે છે. બીજી તરફ, રેપો રેટ ઘટે ત્યારે બેંકોને રાહત મળી શકે છે અને લોનના વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા રહે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 26000 કર્મચારીઓને AirAsiaએ આપ્યો ઝટકો, 5 મહિના સુધી પગાર મહિનાની છેલ્લી તારીખે મળશે, જાણો શું છે કારણ

RBIની આગામી બેઠક ક્યારે મળશે?

RBIની મોનેટરી પોલિસી કમિટીની આગામી બેઠક 2થી 4 ડિસેમ્બર, 2026 દરમિયાન યોજાવાની છે. આ બેઠકમાં દેશની આર્થિક સ્થિતિ, મોંઘવારી અને વ્યાજદર અંગે ચર્ચા થશે. ઓક્ટોબરની બેઠકમાં RBIએ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ વધારીને 5.50 ટકા કર્યો હતો. હવે ડિસેમ્બરની બેઠકમાં ફરી વધારો થાય છે કે વ્યાજદર યથાવત રાખવામાં આવે છે તેના પર લોન લેનારા અને રોકાણકારોની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RBI MPC RBI Repo Rate Home Loan EMI

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ