ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / 'પઠાણ'ની પણ 51 મિનિટ લાંબી હશે ફિલ્મ 'King'! 20 વર્ષ બાદ શાહરૂખ તોડવા જઇ રહ્યો છે આ રેકોર્ડ
Last Updated: 11:25 AM, 28 November 2026
ADVERTISEMENT
બોલિવૂડમાં અત્યાર સુધી એવી માન્યતા હતી કે લાંબી ફિલ્મો દર્શકોને થકવી શકે છે, પરંતુ હવે આ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. આ વર્ષે ત્રણ કલાકથી વધુ સમયની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. હવે શાહરૂખ ખાન પણ પોતાની આગામી ફિલ્મમાં લાંબી કહાની લઈને આવી રહ્યો છે. 'કિંગ'નો રનટાઇમ ચર્ચામાં આવતા તેની જૂની ફિલ્મોની પણ સરખામણી થઈ રહી છે. જો આ માહિતી સાચી સાબિત થશે તો શાહરૂખ લગભગ બે દાયકા જૂનો પોતાનો રેકોર્ડ તોડશે.
ADVERTISEMENT
શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ'ને લઈને સામે આવેલી માહિતી પ્રમાણે ફિલ્મનો રનટાઇમ 3 કલાક 17 મિનિટ હોઈ શકે છે. જોકે, ફિલ્મના નિર્માતાઓ તરફથી હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યા બાદ જ તેનો અંતિમ રનટાઇમ સ્પષ્ટ થશે. અગાઉ ફિલ્મનો સમયગાળો અંદાજે 2 કલાક 35 મિનિટ હોવાની ચર્ચા હતી. હવે તેમાં મોટો ફેરફાર થવાની શક્યતાએ ચાહકોની ઉત્સુકતા વધારી છે.
ADVERTISEMENT
જો 'કિંગ'નો રનટાઇમ 3 કલાક 17 મિનિટ નક્કી થાય તો શાહરૂખ ખાન લગભગ 20 વર્ષ બાદ આટલી લાંબી ફિલ્મમાં જોવા મળશે. વર્ષ 2006માં આવેલી તેની ફિલ્મ 'કભી અલવિદા ના કહેના' 3 કલાક 13 મિનિટની હતી. ત્યારબાદ શાહરૂખની ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ, પરંતુ કોઈ ફિલ્મ ત્રણ કલાકથી વધુ લાંબી નહોતી. હવે 'કિંગ'નો સમયગાળો 3 કલાક 17 મિનિટ રહે તો તે શાહરૂખની જૂની ફિલ્મનો રેકોર્ડ તોડી શકે છે.
ADVERTISEMENT
શાહરૂખ ખાનની અગાઉની ફિલ્મોના રનટાઇમ પર નજર કરીએ તો 'પઠાણ' 2 કલાક 26 મિનિટની હતી. જ્યારે 'જવાન' 2 કલાક 49 મિનિટ અને 'ડંકી' 2 કલાક 41 મિનિટની હતી. આ ત્રણેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. હવે 'કિંગ' 3 કલાક 17 મિનિટની રહે તો તે 'પઠાણ' કરતાં 51 મિનિટ લાંબી હશે. ખાસ વાત એ છે કે 'પઠાણ' અને 'કિંગ' બંનેનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. એટલે કે આ વખતે શાહરૂખ અને સિદ્ધાર્થની જોડી એક્શનની સાથે લાંબી કહાની લઈને દર્શકો સામે આવશે.
ADVERTISEMENT
ત્રણ કલાકથી વધુ લાંબી ફિલ્મો દર્શકોને થિયેટર સુધી ખેંચવામાં સફળ થઈ રહી છે. આ વર્ષે 'ધુરંધર 2', 'રામાયણ', 'બોર્ડર 2' અને 'મિર્ઝાપુર ધ મૂવી' જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. આ ચારેય ફિલ્મોની કુલ વર્લ્ડવાઇડ કમાણી અંદાજે 4,380.49 કરોડ રૂપિયા થઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
'ધુરંધર 2'નો રનટાઇમ 3 કલાક 49 મિનિટ છે અને તેની વર્લ્ડવાઇડ કમાણી 1,813.39 કરોડ રૂપિયા નોંધાઈ છે. 'રામાયણ' 3 કલાક 15 મિનિટની છે અને તેણે 1,777 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 'બોર્ડર 2'નો સમયગાળો 3 કલાક 20 મિનિટ છે અને તેની કમાણી 450.19 કરોડ રૂપિયા રહી છે. જ્યારે 'મિર્ઝાપુર ધ મૂવી' 3 કલાક 17 મિનિટની છે અને તેણે 339.91 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ચારેય ફિલ્મોની ભારતની નેટ કમાણીનો આંકડો 2,701.47 કરોડ રૂપિયા છે.
'કિંગ'ની બીજી ખાસ વાત તેની સ્ટારકાસ્ટ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે તેની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે. આ ઉપરાંત દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાની મુખર્જી અને જયદીપ અહલાવત જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં અનેક મોટા કલાકારો હોવાથી દરેક પાત્રને પૂરતો સમય આપવા માટે લાંબી કહાની તૈયાર કરવામાં આવી હોવાની શક્યતા છે. જોકે, ફિલ્મનો રનટાઇમ આટલો લાંબો રાખવાનું કારણ નિર્માતાઓએ જાહેર કર્યું નથી.
સિદ્ધાર્થ આનંદ અગાઉ 'પઠાણ' અને 'વોર' જેવી એક્શન ફિલ્મો બનાવી ચૂક્યા છે. હવે શાહરૂખ સાથે તેમની જોડી ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે. 'કિંગ' 24 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હાલ ફિલ્મના રનટાઇમ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. જો 3 કલાક 17 મિનિટનો સમયગાળો સાચો નીકળશે તો શાહરૂખ ખાનના ફિલ્મી કરિયરની આ સૌથી લાંબી ફિલ્મોમાંની એક બની રહેશે. હવે જોવાનું એ રહેશે કે આ લાંબી ફિલ્મ દર્શકોને કેટલી પસંદ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.