ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'કુંવરજી બાવળીયા વિરુદ્ધ બોલવાનું બંધ કરો', બોટાદમાં કોળી સમાજના બે આગેવાનો બાખડ્યાં, ઓડિયો વાયરલ
Last Updated: 11:10 AM, 28 November 2026
ADVERTISEMENT
બોટાદમાં કોળી સમાજના સ્નેહમિલન પહેલાં બે આગેવાનો વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થતાં સમાજમાં ખળભળાટ મચ્યો છે. કુંવરજી બાવળીયાની નિવૃત્તિના નિવેદન મુદ્દે કોળી સમાજના બે આગેવાનોનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. કોળી બોર્ડિંગના પ્રમુખ ભીખા રાઠોડે પ્રવિણ કોળીને ફોન પર લીધો ઉધડો લીધો હતો. ભીખા રાઠોડે પ્રવિણ કોળીને એવું કહ્યું કે સમાજમાં ભાગલા પાડવાના નિવેદનો બંધ કરો અને તમારે કુંવરજી બાવળીયા વિરુદ્ધ બોલવાનું બંધ કરવું જોઈએ. તમે કોળી સમાજના બોર્ડિંગમાં 1 લાખની જાહેરાત કરેલ પરંતુ તમે આપ્યા નથી.
ADVERTISEMENT
પ્રવિણ કોળીનો પોતાનો બચાવ
પોતાના બચાવમાં પ્રવિણ કોળીએ એવું કહ્યું કે મેં તો માત્ર શિક્ષણ ભવનની વાત કરી છે. હવે કુંવરજી બાવળીયાની તરફેણ કે વિરોધમાં નિવેદન નહીં આપું
ADVERTISEMENT
29 નવેમ્બરે બોટાદામાં કોળી સમાજનું સ્નેહમિલન
બોટાદમાં 29 નવેમ્બરના રોજ કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કોળી સમાજના સ્નેહમિલન અને મહાસંગમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની તૈયારીઓ, સમાજના આગેવાનોના નિવેદનો અને આંતરિક જૂથબંધીને લઈને સમાજમાં ચર્ચાઓ તેજ બની છે.
ADVERTISEMENT
સ્થાનિક રાજકારણ અને સમાજમાં ગરમાવો
ADVERTISEMENT
આ માહોલ વચ્ચે સમાજના બે સ્થાનિક આગેવાનો વચ્ચે ફોન પર થયેલી ઉગ્ર દલીલો અને બોલાચાલીની ઓડિયો ક્લિપ વાયરલ થતાં સ્થાનિક રાજકારણ અને સમાજમાં ગરમાવો આવી ગયો છે. તાજેતરમાં જ બોટાદમાં કુંવરજીભાઈ બાવળિયાની નિવૃત્તિ અંગે પ્રવીણ કોળી દ્વારા કરાયેલા નિવેદન બાદ સમાજના અન્ય આગેવાનોએ બેઠક યોજી તેનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત, માલપરા જૂથ અથડામણ અને અન્ય સ્થાનિક પ્રશ્નોને લઈને પણ સમાજના આગેવાનો સક્રિય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.