ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પરિસીમન બિલ: કોંગ્રેસે શરદ પવારને યાદ અપાવ્યું અહેસાન, કહ્યું ''અમે તમને રાજ્યસભા...''

નેશનલ / પરિસીમન બિલ: કોંગ્રેસે શરદ પવારને યાદ અપાવ્યું અહેસાન, કહ્યું ''અમે તમને રાજ્યસભા...''

Published By: Jinal Chauhan

Last Updated: 11:36 AM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિસીમન બિલના મુદ્દે શરદ પવારે સરકારને સમર્થન આપવાની જાહેરાત કરતાં રાજકીય ગરમાવો વધી ગયો છે. કોંગ્રેસે પવારને જૂની વાત યાદ અપાવીને તેમના પર આકરા પ્રહાર કર્યા છે.

ADVERTISEMENT

સંસદમાં પરિસીમન બિલને લઈને રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. એક તરફ કેન્દ્ર સરકાર આ બિલને આગળ વધારવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ વિપક્ષી ગઠબંધનમાં જ મતભેદ સામે આવી રહ્યા છે. શરદ પવારની પાર્ટીએ સરકારને સમર્થન આપવાનું વલણ અપનાવતા કોંગ્રેસ નારાજ થઈ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પવારને રાજ્યસભામાં મોકલવામાં આપેલા પોતાના સહયોગની યાદ અપાવી છે. આ મુદ્દે હવે મહારાષ્ટ્રના રાજકારણમાં પણ નવી ચર્ચા શરૂ થઈ છે.

પરિસીમન બિલ પર શરદ પવારના વલણથી કોંગ્રેસ નારાજ

કેન્દ્ર સરકાર પરિસીમન બિલને લઈને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારીમાં છે. આ બિલ પસાર કરાવવા માટે લોકસભા અને રાજ્યસભામાં સમર્થન મેળવવાની કવાયત પણ શરૂ થઈ ગઈ છે. હાલના રાજકીય સમીકરણો પ્રમાણે NDAનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધન માટે મુશ્કેલી વધી રહી છે.આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના પ્રમુખ શરદ પવારે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી લોકસભામાં પરિસીમન બિલના મુદ્દે સરકારને સમર્થન આપશે. લોકસભામાં તેમની પાર્ટીના 8 સાંસદો છે. પવારના આ નિર્ણયથી વિપક્ષી ગઠબંધનમાં નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને કોંગ્રેસે તેમના વલણ સામે સવાલો ઉઠાવ્યા છે.

કોંગ્રેસે જૂનો સહયોગ યાદ અપાવી પવાર પર કર્યા પ્રહાર

શરદ પવારની જાહેરાત બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસે યાદ અપાવ્યું કે જ્યારે 85 વર્ષની ઉંમરે શરદ પવારને ફરી રાજ્યસભામાં મોકલવાનો સમય આવ્યો ત્યારે પાર્ટીએ છેલ્લી ઘડી સુધી તેમનો સાથ આપ્યો હતો.કોંગ્રેસે કહ્યું કે માર્ચ 2026માં મહારાષ્ટ્રની રાજ્યસભાની 7 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. તે સમયે શરદ પવારની પાર્ટી પાસે માત્ર 10 ધારાસભ્યો હતા, જ્યારે રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 36 મતોની જરૂર હતી. બીજી તરફ કોંગ્રેસ પાસે 16 અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાસે 20 ધારાસભ્યો હતા. આ સંજોગોમાં શરદ પવારને રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસ અને શિવસેનાએ સહયોગ આપ્યો હતો.

રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પણ આપ્યો હતો સાથ

કોંગ્રેસે પોતાની પોસ્ટમાં શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેનો પણ ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, સુપ્રિયા સુલેએ શરદ પવારની રાજ્યસભાની ઉમેદવારી માટે કોંગ્રેસના નેતૃત્વ પાસે સમર્થન માગ્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ કોઈ ખચકાટ વિના સમર્થન આપવા સહમતિ આપી હતી.કોંગ્રેસે એવો પણ દાવો કર્યો છે કે રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની બેઠક પર દાવો છોડીને શરદ પવારને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ તેમની ઉમેદવારીને ટેકો આપ્યો હતો. આ રીતે મહા વિકાસ આઘાડીએ એકસાથે મળીને શરદ પવારની ઉમેદવારીને મંજૂરી આપી હતી.

vtv app promotion

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકાર સમક્ષ મૂકી આ 11 શરતો, જો સ્વીકારાઈ તો પેન્શનરોની બલ્લે-બલ્લે!

હવે ભાજપ સરકારને સમર્થન આપવાના વલણથી સવાલો

કોંગ્રેસનું કહેવું છે કે જે પાર્ટીએ શરદ પવારને રાજ્યસભામાં પહોંચાડવા માટે પોતાની બેઠકનો દાવો છોડ્યો હતો, હવે એ જ શરદ પવાર પરિસીમન બિલના મુદ્દે ભાજપ સરકારને સમર્થન આપવાની વાત કરી રહ્યા છે. આથી મહારાષ્ટ્રના રાજકારણમાં સવાલો ઊભા થયા છે.કોંગ્રેસે ખાસ કરીને શરદ પવાર, સુપ્રિયા સુલે અને તેમની પાર્ટીના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના મતે, અગાઉ મળેલા સહયોગને ધ્યાનમાં રાખીને પવારની પાર્ટીનું હાલનું વલણ રાજકીય રીતે ચર્ચાસ્પદ છે. જોકે, શરદ પવાર તરફથી કોંગ્રેસના આ પ્રહાર અંગે શું જવાબ આપવામાં આવે છે તેના પર પણ સૌની નજર રહેશે.

સંસદમાં નંબર ગેમ વચ્ચે પરિસીમન બિલની ચર્ચા તેજ

પરિસીમન બિલ પસાર કરાવવા માટે સરકાર અને વિપક્ષ બંને પક્ષો સંસદમાં પોતાના સમર્થનના આંકડા મજબૂત કરવામાં લાગ્યા છે. હાલ NDAનું સંખ્યાબળ વધુ મજબૂત દેખાઈ રહ્યું છે. બીજી તરફ INDIA ગઠબંધનના કેટલાક સાથી પક્ષો અલગ વલણ અપનાવી રહ્યા હોવાથી વિપક્ષની મુશ્કેલી વધી શકે છે.30 નવેમ્બરે લોકસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હોવાની માહિતી વચ્ચે આ બિલને લઈને રાજકીય હલચલ વધી છે. શરદ પવારની પાર્ટીના 8 સાંસદોનું સમર્થન પણ આ રાજકીય ગણતરીમાં ચર્ચાનો વિષય બન્યું છે. હવે જોવાનું એ રહેશે કે સંસદમાં પરિસીમન બિલ પર કયા પક્ષો સરકારની સાથે ઊભા રહે છે અને કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો આ સ્થિતિનો કેવી રીતે સામનો કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Congress Delimitation Bill Sharad Pawar

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ