ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / KEC Internationalને મળ્યો ₹1,407 કરોડનો મોટો ઓર્ડર, સોમવારે તેજીની આશા વચ્ચે રોકાણકારોની નજર
Last Updated: 04:47 PM, 28 November 2026
ADVERTISEMENT
KEC Internationalને મોટો વર્ક ઓર્ડર મળ્યો છે. જેમાં કંપનીને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, ટ્રાન્સપોર્ટેશન તેમજ કેબલ્સ બિઝનેસમાં કુલ 1407 કરોડ રૂપિયાનું નવું કામ હાથ લાગ્યું છે. આ જાણકારી કંપનીએ શેરબજારને શનિવારે આપી હતી.
ADVERTISEMENT
આ ઓર્ડરમાં આફ્રિકામાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનનું કામ સામેલ છે, જેમાં 220/110/30 kVના સબસ્ટેશનનું કામ પણ સામેલ છે. સાથે જ એક ભારતીય ડેવલપરે કંપનીને 765 કિલોવોલ્ટની ટ્રાન્સમિશન લાઈનનું કામ પણ સોંપ્યું છે. જેમાં કંપની તેના કેબલ્સ અને કન્ડક્ટર્સ બિઝનેસને ભારત સાથે વિદેશમાં પણ વિસ્તારી રહી છે.
તાજેતરની આર્થિક સ્થિતિની વાત કરીએ તો સપ્ટેમ્બર ક્વોર્ટરમાં KEC Internationalનો નેટ પ્રોફિટ 161 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા વર્ષની સરખામણીએ 81.60 ટકા વધારે છે. જોકે રેવન્યુમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આ ક્વોર્ટરમાં કુલ આવક 5468 કરોડ રૂપિયા રહી જે વાર્ષિક ધોરણે આશરે 10 ટકા ઓછી છે.
ADVERTISEMENT
શેરના પ્રદર્શનની વાત કરીએ તો શુક્રવારે બજાર બંધ થતાં સુધી BSE પર કંપનીનો શેર આશરે 1 ટકા ઘટીને 292.65 રૂપિયા આસપાસ હતો. જેમાં છેલ્લા એક મહિનામાં શેરમાં આશરે 11 ટકા અને ત્રણ મહિનામાં 30 ટકાથી વધુની નબળાઈ જોવા મળી છે.
ADVERTISEMENT
જેમાં એક વર્ષમાં રિટર્ન નેગેટિવ રહ્યું છે, જ્યારે લાંબા ગાળે દસ વર્ષમાં શેરમાં સારી વૃદ્ધિ જોવા મળી છે પરંતુ સેન્સેક્સની સરખામણીએ તે પાછળ છે. આ નવા ઓર્ડરને પગલે સોમવારે બજાર ખૂલતાં કંપનીનો શેર ફોકસમાં રહી શકે છે.
ADVERTISEMENT
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, www.vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ