ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, ભાવનગરમાં 56.52 લાખ તો ગોધરામાં 4 કરોડનો મુદ્દામાલ જપ્ત

કાર્યવાહી / ગુજરાતમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, ભાવનગરમાં 56.52 લાખ તો ગોધરામાં 4 કરોડનો મુદ્દામાલ જપ્ત

Published By: Nidhi Panchal

Last Updated: 02:52 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં નશાના કાળા કારોબાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પંચમહાલના ગોધરામાં ચાર ખેતરોમાંથી કરોડોની કિંમતના ગાંજાના છોડ ઝડપાયા છે, જ્યારે ભાવનગરમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી બે દિવસમાં NDPSના ત્રણ કેસ નોંધાયા છે

ADVERTISEMENT

ગુજરાતમાં ગાંજાનો કારોબાર કેટલા ઊંડા સુધી ફેલાયેલો છે? ખેતરોમાં સામાન્ય પાકની જેમ ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોય અને તેની પાછળ લાખો-કરોડો રૂપિયાનું નેટવર્ક કાર્યરત હોય તો નવાઈ લાગે. પંચમહાલ અને ભાવનગરમાં પોલીસની બે અલગ-અલગ કાર્યવાહીમાં નશાના આ કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ગોધરામાં એક નહીં, પરંતુ ચાર અલગ-અલગ ખેતરોમાં ગાંજાની ખેતી ઝડપાઈ છે. જ્યારે ભાવનગરમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી પોલીસે ગાંજાની ખેતી અને વેચાણ સામે કાર્યવાહી કરી છે. બંને જિલ્લાની કાર્યવાહીમાં મોટી માત્રામાં લીલો અને સૂકો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.

bvn

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામે ગાંજાની ખેતીનો મોટો પર્દાફાશ થયો છે. ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં SOG અને ANWની સંયુક્ત ટીમ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ગામનાં ચાર અલગ-અલગ ખેતરોમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસની ટીમે ચારેય ખેતરોમાંથી ગાંજાના કુલ 502 છોડ કબજે કર્યા હતા.

કુલ વજન 924.01 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું

પોલીસે જપ્ત કરેલા ગાંજાના છોડનું કુલ વજન 924.01 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે. આ છોડની અંદાજિત કિંમત રૂ. 4,62,00,500 એટલે કે ચાર કરોડ બાસઠ લાખ પાંચસો રૂપિયા થાય છે. આટલી મોટી માત્રામાં ગાંજાની ખેતી ઝડપાતાં પોલીસ વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પ્રભાતભાઈ રાયસિંહ બારિયા, ગુલાબભાઈ બળવંતભાઈ બારિયા, સોનાભાઈ રાયસિંહ બારિયા અને કમળાબેન દિવાનસિંહ બારિયા (વિધવા)નો સમાવેશ થાય છે.

પૂછપરછ કરીને ગાંજાના છોડ ક્યાંથી લાવવામાં આવ્યા

હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરીને ગાંજાના છોડ ક્યાંથી લાવવામાં આવ્યા હતા, આ સમગ્ર કારોબારમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને ગાંજાનું વેચાણ ક્યાં કરવામાં આવતું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આરોપીઓ કેટલા સમયથી ગાંજાનો વ્યવસાય કરતા હતા તેની પણ તપાસ કરવામાં આવશે. પોલીસ દ્વારા આરોપીઓનાં બેંક એકાઉન્ટની તપાસ કરવાની સાથે આ વ્યવસાયમાંથી મેળવેલી આવકથી કેટલી મિલકતો ખરીદવામાં આવી છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

PAN

બીજી તરફ ભાવનગરમાં પણ ડ્રગ્સ ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત છેલ્લા બે દિવસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભાવનગર SOG અને જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ ફ્રી ભાવનગર અભિયાન હેઠળ નશાના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીની મદદ લેવામાં આવી હતી. ડ્રોનની મદદથી ગાંજાની ખેતી અંગે માહિતી મેળવીને પોલીસે બે દિવસમાં NDPSના કુલ ત્રણ કેસ કર્યા છે.

અલગ-અલગ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

આ ત્રણ અલગ-અલગ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. કાર્યવાહી દરમિયાન લીલા ગાંજાના છોડ અને સૂકા ગાંજા સહિત કુલ રૂ. 56.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં બગદાણા પોલીસ દ્વારા નોંધાયેલા બે કેસમાં કુલ 265 લીલા ગાંજાના છોડ કબજે કરવામાં આવ્યા છે. બગદાણા વિસ્તારમાંથી જ 112.97 કિલોગ્રામ વજનના લીલા ગાંજાના છોડ ઝડપાયા છે.

ઘોઘારોડ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી

આ ઉપરાંત ઘોઘારોડ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 93 ગ્રામ સૂકો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આમ, ભાવનગર પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગાંજાની ખેતી અને નશાના કારોબાર સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : મતદારયાદીમાં નામ છે કે નહીં? આવતી કાલે તમામ બૂથ પર BLO હાજર રહેશે, નામ ઉમેરવા અને સુધારા માટે ખાસ તક

એક તરફ ગોધરાના કંકુથાંભલા ગામમાં ચાર ખેતરોમાંથી કરોડો રૂપિયાની કિંમતના ગાંજાના છોડ ઝડપાયા છે, તો બીજી તરફ ભાવનગરમાં ડ્રોનની મદદથી નશાના નેટવર્ક સામે કાર્યવાહી કરવામાં આવી છે. બંને જિલ્લાની આ કાર્યવાહીથી ગુજરાતમાં નશાના કારોબાર સામે પોલીસની કડક કામગીરી સામે આવી છે. હવે ગોધરામાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ કારોબારના તાર ક્યાં સુધી પહોંચે છે અને તેની પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તે તપાસનો વિષય બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Godhra Police Drug Free Gujarat Ganja Cultivation

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ