ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રણબીરની 'રામાયણ'એ સર્જ્યો રેકોર્ડ, બની ભારતમાં 1000 કરોડ કમાનારી બીજી બોલીવુડ ફિલ્મ

મનોરંજન / રણબીરની 'રામાયણ'એ સર્જ્યો રેકોર્ડ, બની ભારતમાં 1000 કરોડ કમાનારી બીજી બોલીવુડ ફિલ્મ

Published By: Bijal Vyas

Last Updated: 12:55 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ramayana Box Office: 'રામાયણ'એ ભારતમાં 1000 કરોડથી વધુની કમાણી કરીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિ મેળવનારી તે બીજી બોલિવૂડ ફિલ્મ બની છે.

ADVERTISEMENT

Ramayana Part 1 Box Office: ‘રામાયણ’ માટેનો ક્રેઝ હજુ પણ યથાવત છે. ફિલ્મને રિલીઝ થયાને 23 દિવસ થઈ ગયા છે, તેમ છતાં તેની ગતિ ધીમી પડવાના કોઈ સંકેત દેખાતા નથી. તાજેતરમાં બે મોટી ફિલ્મો ‘યે પ્રેમ મોલ લિયા’ અને ‘ગનમાસ્ટર G9’રિલીઝ થઈ હતી, પરંતુ આ બંને ફિલ્મો મળીને પણ રણબીર કપૂરની ‘રામાયણ’ને પાછળ છોડવામાં નિષ્ફળ રહી છે.

આ ફિલ્મને પ્રેક્ષકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે. જોકે તે હજુ 2000 કરોડના આંકડાથી ઘણી દૂર છે, પરંતુ વીકએન્ડ દરમિયાન તેનું પ્રદર્શન સતત અસાધારણ રહ્યું છે. જો વિવિધ રાજ્યો અને દેશોના આંકડા પર નજર નાખવામાં આવે, તો ‘રામાયણ: ભાગ 1’ પહેલેથી જ એક બ્લોકબસ્ટર બની ચૂકી છે. વધુમાં, 1000 કરોડની નેટ કમાણી કરનારી બીજી બોલિવૂડ ફિલ્મ બનીને તેણે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.

સૈકનિલ્કની રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ ‘રામાયણ’ ફિલ્મે ભારતમાં તેના ૨૩મા દિવસે 8.45 કરોડની નેટ કમાણી કરી છે. આ સાથે, ભારતમાં ફિલ્મની કુલ નેટ કમાણી 1,000.55 કરોડ રુપિયા પર પહોંચી ગઈ છે. દરમિયાન, ભારતમાં તેનું ગ્રોસ કલેક્શન 1,195.10 કરોડ રુપિયા છે અને તેની વૈશ્વિક ગ્રોસ કમાણી 1,790.10 કરોડ રુપિયા થઈ ગઈ છે. નવી ફિલ્મોના આગમન છતાં, ‘રામાયણ’નું પ્રભુત્વ હજુ પણ મજબૂત રીતે જળવાઈ રહ્યું છે.

‘ધુરંધર 2’ બાદ બન્યો મોટો રેકોર્ડ

હકીકતમાં, ‘ધુરંધર 2: ધ રિવેન્જ’પછી, ‘રામાયણ’એ આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે ભારતમાં 1,000 કરોડ રુપિયાની ચોખ્ખી કમાણી કરનારી બીજી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. આ પહેલાં, ‘ધુરંધર 2’ આ ઐતિહાસિક સીમાચિહ્ન સુધી પહોંચી હતી. ફિલ્મના વિશાળ કદ અને સિનેમાઘરોમાં લાંબા સમય સુધી ચાલેલા પ્રદર્શનને જોતાં, ‘રામાયણ’નું આ ક્લબમાં સામેલ થવું એ એક નોંધપાત્ર સિદ્ધિ છે.

‘ધુરંધર 2: ધ રિવેન્જ’ફિલ્મે ભારતમાં તેની રિલીઝના 18મા દિવસે 1000 કરોડ રુપિયાની નેટ કમાણીનો આંકડો પાર કરી લીધો છે, જે ખૂબ જ ટૂંકા સમયગાળામાં હાંસલ કરેલી એક મોટી સિદ્ધિ છે. આ ફિલ્મે શરૂઆતના સપ્તાહોથી જ મજબૂત ગતિ પકડી લીધી હતી અને રેકોર્ડબતોડ કમાણી કરી હતી. તેની સરખામણીમાં, ‘રામાયણ’ફિલ્મને આ જ સીમાચિહ્ન સુધી પહોંચવામાં 23 દિવસ લાગ્યા હતા.

આ પણ વાંચોઃ ''તો અલગ દૃષ્ટિકોણ પર તમે જ ફિલ્મ બનાવો'', રણબીરની ફિલ્મ ‘રામાયણા’ વિરુદ્ધ અરજી પર સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક સુનાવણીનો ઇનકાર

આ ફિલ્મોએ પણ પાર કર્યો આ આંકડો

ભારતમાં ચોખ્ખી કમાણીની દ્રષ્ટિએ, ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ અને ‘રામાયણ’ બંનેએ 1000 કરોડ રુપિયાની ચોખ્ખી કમાણીનો આંકડો વટાવી લીધો છે. ‘ધુરંધર 2’ ઘરેલુ સ્તરે 1000 કરોડ રુપિયાની ચોખ્ખી કમાણી કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની છે, જ્યારે ‘રામાયણ’ આ સિદ્ધિ મેળવનારી બીજી બોલિવૂડ ફિલ્મ છે. દરમિયાન, ભારતમાં કુલ કમાણીની દૃષ્ટિએ જોઈએ તો, એવી કેટલીક ફિલ્મો છે જેમણે 1000 કરોડ રુપિયાથી વધુ ગ્રોસ કલેક્શન હાંસલ કરી છે. આ ફિલ્મોમાં ‘બાહુબલી 2: ધ કન્ક્લુઝન’, ‘પુષ્પા 2: ધ રૂલ’, ‘ધુરંધર 2: ધ રિવેન્જ’, ‘રામાયણ: પાર્ટ 1’, ‘ધુરંધર’ અને ‘કેજીએફ: ચેપ્ટર 2’નો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

after dhurandhar 2 Ramayana crosses 1000 crore nett in india bollywood film

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ