ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બોટાદમાં મહિલાએ બે સંતાનો સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું, માતા-પુત્રીનાં મોત, પુત્ર ગંભીર હાલતમાં હોસ્પિટલમાં
Last Updated: 12:08 PM, 28 November 2026
ADVERTISEMENT
બોટાદમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે. ગઢડા તાલુકાના ટાટમ ગામે એક મહિલાએ તેના બે સંતાનો સાથે ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું જેમાં તેનું અને તેની પુત્રીનું મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ પુત્રને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ઘરકંકાસને કારણે પગલું ભર્યું હોવાની આશંકા
મહિલાએ ઘરકંકાસને કારણે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાની શંકા છે. ઘટનાની જાણ થતાં બોટાદ ટાઉન પોલીસ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી હોસ્પિટલમાં મોકલાયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ તાપીના નિઝરમાં રાયગઢ પાસે બસ-કાર વચ્ચે અકસ્માત, બે યુવકોનાં મોત
2024ની ઘટનાની યાદ તાજી થઈ
ADVERTISEMENT
બોટાદનાં ગઢડા તાલુકાનાં નિગાળા રેલ્વે સ્ટેશન પાસે 4 લોકોએ ટ્રેન સામે આવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. 22 થી 25 વર્ષની બે મહિલા તેમજ 2 પુરૂષોએ ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી મોત વ્હાલુ કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. ત્યારે આ ઘટનાં બનતા બોટાદ રેલવેનાં અધિકરી સહિત પોલીસનો કાફલો ઘટનાં સ્થળે પહોંચ્યો હતો. હાલમાં મૃતક કોણ છે અને ક્યાંનાં છે તેમજ ક્યાં કારણોસર મોત થયું તેને લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.