ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોલર ઊંચા, બાંય નીચે, ખિસ્સાં ખાલી, ડ્રગ્સની પડીકી શોધવા પોલીસની કવાયત

ક્રાઈમ / કોલર ઊંચા, બાંય નીચે, ખિસ્સાં ખાલી, ડ્રગ્સની પડીકી શોધવા પોલીસની કવાયત

Published By: Hiralal Parmar

Last Updated: 12:17 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ડ્રગ્સનો ધંધો કરતા માફિયાઓ અને નશાના બંધાણીઓ માટે હવે પોલીસથી બચવું આસાન રહ્યું નથી.

ADVERTISEMENT

અમદાવાદમાં ડ્રગ્સનો ધંધો કરતા માફિયાઓ અને નશાના બંધાણીઓ માટે હવે પોલીસથી બચવું આસાન રહ્યું નથી. અત્યાર સુધી ડ્રગ્સની પડીકી ખિસ્સામાં રાખીને ફરતા શખ્સોને પકડવા પોલીસ ચેકિંગ કરતી હતી, પરંતુ હવે નશાખોરોએ પડીકી છુપાવવાની રીતો બદલી છે અને તેની સામે પોલીસે પણ તપાસની પદ્ધતિ બદલી નાખી છે. રસ્તા પર શંકાસ્પદ હાલતમાં ઊભેલો કોઈ શખ્સ પોલીસના હાથે ચઢે એટલે તેની તપાસ માત્ર ખિસ્સાં પૂરતી રહેતી નથી. શર્ટની બાંયથી લઈને કોલર, પેન્ટનાં ખિસ્સાં, બૂટ અને મોજાં સુધી તપાસ કરવામાં આવે છે. ક્યાંક ડ્રગ્સની નાનકડી પડીકી સંતાડી નથી રાખી ને? પોલીસ હવે આ જ સવાલનો જવાબ શોધી રહી છે.

રાતના અંધકારમાં હોય કે દિવસના અજવાળામાં, પોલીસની ટીમો શહેરના ખૂણેખાંચરે પેટ્રોલિંગ કરી રહી છે. ખાસ કરીને અવાવરું જગ્યાએ બાઈક પાર્ક કરીને ત્રણ-ચાર લોકો ઊભા હોય તો પોલીસ સીધી ત્યાં પહોંચે છે. તેમની પૂછપરછ કરવામાં આવે છે અને શંકા જણાય તો અંગજડતી લેવામાં આવે છે. કોઈ કાર લાંબા સમયથી એક જગ્યાએ પાર્ક હોય અને અંદર કેટલાક લોકો બેઠા હોય તો કારની પણ તપાસ કરવામાં આવે છે. ડ્રગ્સની પડીકી શરીર પર કે વાહનમાં છુપાવી હોય તો તે મળી આવે તે માટે પોલીસ સઘન તપાસ કરી રહી છે.

પાન પાર્લર ઉપર પણ ખાસ વોચ

પોલીસની આ ઝુંબેશ માત્ર રસ્તા પર ફરતા લોકો પૂરતી મર્યાદિત નથી. તાજેતરમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે નશાખોરો એમડી (મેફેડ્રોન) ડ્રગ્સને પાન-મસાલામાં ભેળવીને તેનું સેવન કરે છે, જેથી કોઈને શંકા ન જાય. આ બાતમીના આધારે પોલીસે શહેરના પાનના ગલ્લાઓ પર પણ બાજનજર ગોઠવી છે. ગલ્લા પર પાન-મસાલા ખરીદનાર કોઈ વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ જણાય તો તેને રોકીને તપાસ કરાય છે, સાથે જ નશાકારક દવાઓ કે સિરપનું ગેરકાયદે વેચાણ અટકાવવા મેડિકલ સ્ટોર્સ પર પણ પોલીસની વોચ છે. નશા માટે જાણીતા હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસની ટીમો અચાનક સરપ્રાઈઝ ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે.

એક પડીકી મળશે તો પણ સીધો ગુનો દાખલ

ડ્રગ્સ સામેની આ આરપારની લડાઈમાં પોલીસ હવે કોઈ મોટો જથ્થો પકડાય તેની રાહ જોતી નથી. ગાંજા કે અન્ય કોઈ પણ નશીલા પદાર્થની એક નાનકડી પડીકી સાથે પણ કોઈ શખ્સ ઝડપાય તો તેની સામે તાત્કાલિક એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. નાર્કોટિક્સ વિભાગની સ્ક્વોડ સતત પેટ્રોલિંગ કરીને શંકાસ્પદ તત્ત્વો પર નજર રાખી રહી છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ડ્રગ્સનું સેવન કરનારને પકડવાનો જ નહીં, પરંતુ તેની પૂછપરછ કરીને ડ્રગ્સ સપ્લાય કરનાર પેડલર અને મુખ્ય અડ્ડા સુધીની સમગ્ર કડી તોડી પાડવાનો છે.

પોલીસની નજરથી બચવા છુપાવાતું ડ્રગ્સ ક્યાં-ક્યાં શોધાય છે?

■ શર્ટનો કોલર ઊંચો કરાવીને અને બાંય નીચે ઊતરાવીને તપાસ

■ શર્ટ અને પેન્ટનાં તમામ ખિસ્સાં ઊંધાં કરાવીને ચેકિંગ

■ શંકાસ્પદ વ્યક્તિનાં બૂટ અને મોજાં ઊતરાવીને તપાસ

■ શરીરના અન્ય ભાગો પર સઘન અંગજડતી

■ અવાવરું જગ્યાએ પાર્ક કરેલી બાઈક અને કારની તલાશી

■ પાનના ગલ્લા અને મેડિકલ સ્ટોરની આસપાસ સતત વોચ

■ નશાના જાણીતા હોટસ્પોટ પર અચાનક સરપ્રાઈઝ સર્ચ ઓપરેશન

શરીરના દરેક ભાગની સઘન તપાસ

શહેરના રસ્તાઓ પર કોઈ શંકાસ્પદ હાલતમાં ઊભેલો શખ્સ પોલીસના હાથે ઝડપાય એટલે તેની અંગજડતી માત્ર ખિસ્સાં પૂરતી સીમિત રહેતી નથી. પોલીસ જવાનો શંકાસ્પદ વ્યક્તિના શર્ટનો કોલર ઊંચો કરાવીને, બાંય નીચે ઊતરાવીને, પેન્ટનાં ખિસ્સાં ઊંધાં કરાવીને અને ત્યાં સુધી કે રસ્તા પર જ બૂટ અને મોજાં પણ ઊતરાવીને ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. ડ્રગ્સની નાનકડી પડીકી શરીરના કોઈ પણ ભાગમાં કે કપડાંની સિલાઈમાં સંતાડી નથી રાખી ને? આ સવાલના જવાબ માટે પોલીસ હવે શરીરના ખૂણેખાંચરે તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ તાપીના નિઝરમાં રાયગઢ પાસે બસ-કાર વચ્ચે અકસ્માત, બે યુવકોનાં મોત

અમારા વિસ્તારમાં અવાવરું જગ્યાએ બાઈક પાર્ક કરીને ત્રણ-ચાર લોકો ઊભા હોય અથવા કોઈ કારમાં શંકાસ્પદ રીતે લોકો બેઠા હોય તો પોલીસ ટીમ તરત તેમની પૂછપરછ કરે છે. કારનું પણ ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવે છે. તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ મળી આવે તો તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ