ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદના 20 કિમીના રસ્તામાં માત્ર પાંચ કિમીની ફૂટપાથ જ ચાલવાલાયક, ચાલવું પણ મુશ્કેલ
Last Updated: 12:26 PM, 28 November 2026
ADVERTISEMENT
અમદાવાદના રસ્તાઓ પર રાહદારીઓ માટે ચાલવું દિવસે ને દિવસે મુશ્કેલ બની રહ્યું છે. શહેરના ૨૦ ચોરસ કિમીના વિસ્તારમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે કુલ 20 કિમીના રસ્તાઓમાં માત્ર 12 કિમી વિસ્તારમાં જ ફૂટપાથ છે, તેમાંથી પણ માત્ર પાંચ કિમીની ફૂટપાથ જ ચાલવાલાયક સ્થિતિમાં છે. શહેરના રસ્તાઓ પર રાહદારીઓ માટે સલામત અને અડચણમુક્ત અવરજવર કેટલી મુશ્કેલ છે તેનો અંદાજ આ અભ્યાસ પરથી આવી શકે છે. ફૂટપાથ પર પાર્ક કરાયેલાં વાહનો, દુકાનોની બહાર પથરાયેલો સામાન, સ્ટ્રીટ ફર્નિચર અને બાંધકામનો કચરો રાહદારીઓની અવરજવરમાં મુખ્ય અવરોધ બની રહ્યાં છે.
ADVERTISEMENT
સેપ્ટ યુનિવર્સિટીના 20વિદ્યાર્થીઓએ શહેરના અલગ-અલગ એક-એક ચોરસ કિમીના વિસ્તારોનો સર્વે કર્યો હતો. આ સર્વે યુનિવર્સિટીના ‘અન્ડરસ્ટેન્ડિંગ સિટી’ સ્ટુડિયો અંતર્ગત હાથ ધરવામાં આવ્યો હતો. ટ્યૂટર મૌલિક ચૌહાણ અને ટીચિંગ એસોસિયેટ પ્રત્યુષા ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ શહેરના રસ્તાઓની ચાલવાલાયક સ્થિતિનો અભ્યાસ કર્યો હતો.
‘અન્ડરસ્ટેન્ડિંગ સિટી’ યુનિવર્સિટીના પાયાના અભ્યાસક્રમોમાંનો એક છે. તેના માધ્યમથી વિદ્યાર્થીઓને તેમની આસપાસના શહેરી વાતાવરણને એક નવા દૃષ્ટિકોણથી સમજવાની તક મળે છે. આ અભ્યાસનું કાર્ય સેપ્ટ યુનિવર્સિટીમાં ચાલી રહેલા વિન્ટર એક્ઝિબિશનનો પણ એક ભાગ છે.
ADVERTISEMENT
ફૂટપાથ પર સરેરાશ દર 50 મીટરે સાત અવરોધ
અભ્યાસમાં ફૂટપાથ પર અનેક પ્રકારના અવરોધો જોવા મળ્યા હતા. કુલ અવરોધોમાંથી 54 ટકા અવરોધ જાહેર ઉપયોગિતાનાં માળખાં, સ્ટ્રીટ ફર્નિચર અને વૃક્ષોના કારણે હતા. સર્વે કરાયેલા ફૂટપાથના આશરે ૩૬ ટકા વિસ્તારમાં વાહનોનાં પાર્કિંગ અને નજીકની દુકાનોનો સામાન ફૂટપાથ સુધી ફેલાયેલો જોવા મળ્યો હતો. ફેરિયાઓ અને લારી-ગલ્લાવાળાઓએ ફૂટપાથની કુલ લંબાઈના આશરે ચાર ટકા ભાગ પર જગ્યા રોકી હતી, જ્યારે આશરે પાંચ ટકા વિસ્તારોમાં બાંધકામની સામગ્રી, કચરો અને અન્ય અવરોધો જોવા મળ્યા હતા. સર્વે મુજબ દર 50 મીટરની ફૂટપાથ પર સરેરાશ સાત જેટલા અવરોધો જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
ફૂટપાથની જગ્યાએ રસ્તા પર ચાલવા મજબૂર રાહદારીઓ
રોડ સેફ્ટી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રાહદારીઓ રસ્તાનો ઉપયોગ કરતા સૌથી વધુ જોખમ ધરાવતા વર્ગોમાં સામેલ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના અહેવાલો મુજબ વર્ષોવર્ષ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવનારાઓમાં રાહદારીઓનો મોટો હિસ્સો હોય છે. એક નિષ્ણાતે જણાવ્યું હતું કે યોગ્ય માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવે તો આ અકસ્માતો ઘટાડી શકાય છે અને નાગરિકોને વ્યસ્ત રસ્તાઓ પર જીવના જોખમે દોડીને રસ્તો પાર કરવાની ફરજ ન પડે.
ADVERTISEMENT
ક્યાં ફૂટપાથ છે પહોળી અને ક્યાં છે ગાયબ?
વિદ્યાર્થીઓના અભ્યાસ મુજબ 1.8મીટરથી વધુ પહોળી ફૂટપાથ ધરાવતા વિસ્તારોમાં ચાંદખેડા ચોક, વિજય ચાર રસ્તા, દિલ્હી દરવાજા, સીજી રોડ ચાર રસ્તા અને સરદાર ચોકનો સમાવેશ થાય છે. બીજી તરફ વિશાલા સર્કલ, જીવરાજ ચાર રસ્તા, એક્સપ્રેસ-વે જંક્શન અને વકીલ સાહેબ બ્રિજ જંક્શન જેવા વિસ્તારોમાં ફૂટપાથ મોટા ભાગે ગાયબ હોવાનું જણાયું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : બારડોલીમાં આખા પરિવારને નહેરમાં ફેંકી દેવાયો, માતાપિતા-બાળકનું મોત, 13 વર્ષનો પુત્ર જીવીત બચ્યો
અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે રસ્તાની મુખ્ય વાહનવ્યવહારની જગ્યા અને આસપાસના વિસ્તારો વચ્ચેના જોડાણરૂપ ભાગમાં પાર્ક કરાયેલાં વાહનો સૌથી મોટા અવરોધ બની રહ્યાં છે. રહેણાક અને વ્યાપારી બંને વિસ્તારોમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતોના કબજેદારો ઘણી વખત આ જગ્યાનો ઉપયોગ કરે છે. વ્યાપારી વિસ્તારોમાં ફૂટપાથ પરના આશરે 75 ટકા અવરોધો વાહનોના કારણે સર્જાતા હોવાનું અભ્યાસમાં નોંધાયું છે. જે જંક્શનો પર ફૂટપાથની ઉપલબ્ધતા મર્યાદિત છે ત્યાં ૯૨ ટકા રાહદારીઓ ફૂટપાથના બદલે સીધા વાહનવ્યવહાર માટેના રસ્તા પર ચાલવા મજબૂર બને છે. આ સ્થિતિ રાહદારીઓની સલામતી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.