ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શેરબજારમાં રોકાણકારોની સંખ્યામાં ગુજરાત દેશભરમાં અવ્વલ, મહારાષ્ટ્રને પાછળ છોડ્યું

બિઝનેસ / શેરબજારમાં રોકાણકારોની સંખ્યામાં ગુજરાત દેશભરમાં અવ્વલ, મહારાષ્ટ્રને પાછળ છોડ્યું

Published By: Hiralal Parmar

Last Updated: 01:28 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં વ્યક્તિગત રોકાણકારોની ભાગીદારીના મામલે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ છોડીને દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ADVERTISEMENT

શેરબજારમાં વ્યક્તિગત રોકાણકારોની ભાગીદારીના મામલે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ છોડીને દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના ઓક્ટોબર મહિનાના રાજ્યવાર સક્રિય રોકાણકારોના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાત પ્રથમ વખત આ સ્થાન પર પહોંચ્યું છે. ફેબ્રુઆરી 2024માં આંકડાઓ એકત્ર કરવાની શરૂઆત થઈ ત્યારથી ગુજરાતે પ્રથમ વખત સક્રિય રોકાણકારોની સંખ્યામાં દેશનાં તમામ રાજ્યોને પાછળ છોડ્યાં છે. સક્રિય રોકાણકાર એટલે એવો રોકાણકાર જેણે સંબંધિત મહિનામાં ઓછામાં ઓછો એક વખત શેરબજારમાં સોદો કર્યો હોય.

ટોચના સ્થાને મોટો ફેરફાર નોંધાયો છે. ઓક્ટોબરમાં ગુજરાતમાં 28.1 લાખ સક્રિય રોકાણકારો નોંધાયા હતા. આ સાથે દેશના કુલ સક્રિય રોકાણકારોમાં ગુજરાતનો હિસ્સો ૧૯ ટકા રહ્યો હતો. રાજ્યમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં એક મહિનામાં 45 ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો.

પરંપરાગત રીતે રોકાણકારોની ભાગીદારીમાં અગ્રેસર રહેલું મહારાષ્ટ્ર બીજા સ્થાને સરકી ગયું છે. મહારાષ્ટ્રમાં આશરે 23લાખ સક્રિય રોકાણકારો નોંધાયા હતા. દેશના કુલ સક્રિય રોકાણકારોમાં તેનો હિસ્સો 15.4 ટકા રહ્યો હતો. જોકે, મહારાષ્ટ્રમાં પણ સક્રિય રોકાણકારોની સંખ્યામાં માસિક ધોરણે 10.4 ટકાનો વધારો નોંધાયો હતો. ઉત્તરપ્રદેશ 12.7 લાખ સક્રિય રોકાણકારો અને 10.1 ટકાના હિસ્સા સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું.

નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઇન્ડિયા (એએનએમઆઈ)ના ડિરેક્ટર વૈભવ શાહે જણાવ્યું છે કે ગુજરાતમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં થયેલો ઉછાળો દર્શાવે છે કે રોકાણકારોની ભાગીદારી હવે પરંપરાગત રોકાણ કેન્દ્રો પૂરતી મર્યાદિત રહી નથી અને અન્ય વિસ્તારોમાં પણ તેનો વ્યાપ વધી રહ્યો છે. જોકે, શેરના રોકડ બજારમાં કારોબારના આંકડા નજીકના ગાળામાં સાવચેતીભર્યું વલણ સૂચવે છે.

ટોચનાં રાજ્યોમાં સક્રિય રોકાણકારોની સંખ્યા એક કરોડને પાર

દેશનાં ટોચનાં દસ રાજ્યોમાં ગુજરાતે ક્રમશઃ વૃદ્ધિના મામલે સૌથી મજબૂત પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાન અને હરિયાણામાં પણ સક્રિય રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો.

વધુ વાંચો : બારડોલીમાં આખા પરિવારને નહેરમાં ફેંકી દેવાયો, માતાપિતા-બાળકનું મોત, 13 વર્ષનો પુત્ર જીવીત બચ્યો

અહેવાલમાં જણાવ્યા અનુસાર ટોચનાં પાંચ રાજ્યો દેશના કુલ સક્રિય રોકાણકારોમાં ૫૫ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આમ, રોકાણકારોની ભાગીદારીમાં આ રાજ્યોનું પ્રભુત્વ યથાવત્ રહ્યું હતું. એનએસઈના આંકડાઓએ ભૌગોલિક સ્તરે રોકાણકારોની ભાગીદારીમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પણ દર્શાવ્યું છે. જાન્યુઆરી 2026 પછી પ્રથમ વખત ટોચનાં દસ રાજ્યોમાં સક્રિય વ્યક્તિગત રોકાણકારોની સંખ્યા એક કરોડને પાર પહોંચી હતી. રાષ્ટ્રીય સ્તરે વર્ષ 2026 ના પ્રથમ દશ મહિનામાં દર મહિને સરેરાશ 95.5લાખ સક્રિય વ્યક્તિગત રોકાણકારો નોંધાયા હતા. તેની સરખામણીએ વર્ષ 2025 ના સમાન સમયગાળામાં આ આંકડો 91.7 લાખ હતો. આમ, વાર્ષિક ધોરણે 4.6 ટકાનો વધારો નોંધાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ