ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મતદારયાદીમાં નામ છે કે નહીં? આવતી કાલે તમામ બૂથ પર BLO હાજર રહેશે, નામ ઉમેરવા અને સુધારા માટે ખાસ તક

ગુજરાત / મતદારયાદીમાં નામ છે કે નહીં? આવતી કાલે તમામ બૂથ પર BLO હાજર રહેશે, નામ ઉમેરવા અને સુધારા માટે ખાસ તક

Published By: Nidhi Panchal

Last Updated: 01:12 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મતદારયાદીમાં નામ નથી, સરનામું બદલાયું છે કે કોઈ ભૂલ છે? તો આવતી કાલે મતદાન મથક પર જઈને નામ ચકાસવા અને સુધારા માટે અરજી કરવાની તક મળશે. ગુજરાતમાં SIR બાદ 8.46 લાખથી વધુ નવા મતદારો ઉમેરાયા છે. નવી મુસદ્દા મતદારયાદી જાહેર થતાં નામ ઉમેરવા, સુધારા અને વાંધા માટેની પ્રક્રિયા શરૂ થઈ છે.

ADVERTISEMENT

મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં? નામમાં કોઈ ભૂલ છે કે સરનામું બદલાયું છે? તો આવતી કાલ રવિવારે આ કામ માટે તમારી પાસે સીધી તક છે. ગુજરાતમાં SIR બાદ છેલ્લા 10 મહિનામાં 8.46 લાખથી વધુ નવા મતદારો ઉમેરાયા છે. ચૂંટણી પંચે SSR-2027 અંતર્ગત રાજ્યની નવી મુસદ્દા મતદારયાદી જાહેર કરતાં હવે નામ ઉમેરવા અને વિગતોમાં સુધારા માટેની પ્રક્રિયા શરૂ થઈ છે. અમદાવાદનાં તમામ મતદાન મથકો પર આવતી કાલ 29 નવેમ્બરે Booth Level Officer (BLO) સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી હાજર રહેશે. નાગરિકો બૂથ પર જઈને પોતાનું નામ ચકાસી શકશે અને નામ ઉમેરવા કે સુધારા માટે અરજી પણ કરી શકશે.

voter-list

27 નવેમ્બર, 2026ના રોજ જાહેર થયેલી નવી મુસદ્દા યાદીમાં મતદારોની સંખ્યા 4,40,30,725થી વધીને 4,48,77,277 થઈ છે. આમ, 10 મહિનામાં મતદારોની સંખ્યામાં 8,46,563નો વધારો થયો છે. કુલ મતદારોમાં 1.92 ટકાનો વધારો નોંધાયો છે. હવે આ મુસદ્દા યાદી સામે નાગરિકો 26 ડિસેમ્બર સુધી હક-દાવા અને વાંધા રજૂ કરી શકશે.

નામ ઉમેરવા માટે Form-6 : સુધારા માટે Form-8

મતદારયાદીમાં પ્રથમ વખત નામ નોંધાવવા માટે Form-6 ભરવાનું રહેશે. વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો માટે Form-6Aની જોગવાઈ છે. નામ-સરનામા સહિતની વિગતોમાં સુધારા અથવા સ્થળાંતર માટે Form-8 ભરી શકાશે, જ્યારે મતદારયાદીમાંથી નામ કમી કરવા માટે Form-7નો ઉપયોગ કરી શકાશે. નાગરિકો 26 ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

2027ના રોજ 18 વર્ષ પૂર્ણ

1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો મતદાર તરીકે નામ નોંધાવી શકશે. 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો પણ અગાઉથી અરજી કરી શકશે.

આ પણ વાંચો : AIના કારણે નોકરીની ચિંતા, ગુજરાતના વિદ્યાર્થીઓ હવે સિવિલ-મિકેનિકલ તરફ વળ્યા

મતદારયાદી માટેની મહત્વની તારીખો

- 29 નવેમ્બર: આવતી કાલે તમામ બૂથ પર BLO હાજર રહેશે

- 6 ડિસેમ્બર: બીજી વિશેષ ઝુંબેશ

- 13 ડિસેમ્બર: ત્રીજી વિશેષ ઝુંબેશ

- 26 ડિસેમ્બર: નામ ઉમેરવા, સુધારા અને વાંધા માટે છેલ્લી તારીખ

- 18 જાન્યુઆરી, 2027: આખરી મતદારયાદી પ્રસિદ્ધ થશે

- BLOનો સમય: સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી

- ઓનલાઇન નામ ચકાસો:https://electoralsearch.eci.gov.in

સંકળાયેલા મુદ્દાઓ

Electoral Roll Voter List BLO

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ