ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / E-memo સાથે છેડછાડ કરનારા ચેતી જજો! શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાશે સ્પેશિયલ ડ્રાઇવ

અમદાવાદ / E-memo સાથે છેડછાડ કરનારા ચેતી જજો! શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાશે સ્પેશિયલ ડ્રાઇવ

Published By: Nidhi Panchal

Last Updated: 03:31 PM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને ઇ-મેમોથી બચવા કેટલાક વાહનચાલકોએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. નંબર પ્લેટ પર સ્ટીકર, માટી અને કલર લગાવીને કેમેરાની નજરથી બચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

ટ્રાફિકના નિયમો તોડ્યા હોય તો ઇ-મેમો ભરવો પડે, પરંતુ કેટલાક વાહનચાલકો દંડ ભરવાને બદલે કેમેરાને જ થાપ આપવાની તરકીબ અપનાવી રહ્યા છે. અમદાવાદમાં ઇ-મેમોથી બચવા માટે વાહનચાલકોએ એવો રસ્તો શોધ્યો છે, જેનાથી ટ્રાફિક પોલીસ પણ ચોંકી ગઈ છે. કોઈ નંબર પ્લેટ પર સ્ટીકર લગાવે છે, તો કોઈ તેના પર માટી કે કલર લગાવીને નંબર છુપાવવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને વાહનોની પાછળની નંબર પ્લેટ સાથે ચેડાં કરીને ટ્રાફિક પોલીસ અને કેમેરાથી બચવાની કોશિશ કરવામાં આવી રહી છે.

e-memo-2

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ઠેર-ઠેર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરાની મદદથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને ઇ-મેમો મોકલવામાં આવે છે. જોકે, હવે કેટલાક વાહનચાલકો ઇ-મેમો ન આવે તે માટે નંબર પ્લેટ સાથે છેડછાડ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

પાછળની નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવામાં આવ્યા

મળતી માહિતી પ્રમાણે, અનેક વાહનોની પાછળની નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવામાં આવ્યા છે. કેટલાક વાહનચાલકો નંબર સ્પષ્ટ ન દેખાય તે માટે તેના પર માટી લગાવે છે, જ્યારે કેટલાક કલર લગાવીને નંબર છુપાવવાનો પ્રયાસ કરે છે.

E-memo-3

આ રીતે વાહનનો નંબર કેમેરામાં સ્પષ્ટ રીતે દેખાય નહીં અને ઇ-મેમો જનરેટ ન થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવી રીતે નંબર પ્લેટ સાથે ચેડાં કરવાથી ટ્રાફિક પોલીસ અને કેમેરાની નજરથી બચી શકાય તેવું વાહનચાલકો માની રહ્યા છે. જોકે, શહેરમાં અનેક વાહનોમાં આવી રીતે સ્ટીકર લગાવવામાં આવ્યા હોવાનું ધ્યાન પર આવતાં ટ્રાફિક પોલીસ પણ સક્રિય થઈ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, ભાવનગરમાં 56.52 લાખ તો ગોધરામાં 4 કરોડનો મુદ્દામાલ જપ્ત

આ મામલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હવે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. આ ડ્રાઇવ દરમિયાન નંબર પ્લેટ પર સ્ટીકર લગાવનાર, માટી કે કલર લગાવી નંબર છુપાવનાર તેમજ અન્ય રીતે નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનચાલકો વિરુદ્ધ આકરાં પગલાં લેવામાં આવશે. આ અંગે અમદાવાદ ટ્રાફિકના ડીસીપી નરેશ કણઝરિયાએ પણ સ્પષ્ટતા કરી છે કે નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર વાહનચાલકો સામે પોલીસ દ્વારા ખાસ કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

E-Challan Ahmedabad Traffic Police Number Plate Rules,

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ