ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 03:17 PM, 28 November 2026
1/7
નવા વર્ષમાં ગ્રહણને લઈને અત્યારથી જ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધીમાં કુલ પાંચ ગ્રહણ થવાના છે. જોકે, આ તમામ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. ઓગસ્ટમાં થનારા સૂર્યગ્રહણનો આંશિક નજારો ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં જોવા મળશે. ધાર્મિક માન્યતા મુજબ ગ્રહણ દરમિયાન સૂતકના નિયમોનું પણ પાલન કરવામાં આવે છે.
2/7
વર્ષ 2027નું પહેલું ગ્રહણ 6 ફેબ્રુઆરીએ થશે. આ વલયાકાર સૂર્યગ્રહણ હશે. આ દરમિયાન ચંદ્રમા પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવશે, પરંતુ સૂર્યને આખો ઢાંકી શકશે નહીં. તેના કારણે સૂર્યની આસપાસ આગની વીંટી જેવી ચમકદાર રિંગ જોવા મળશે, જેને 'રિંગ ઓફ ફાયર' કહેવામાં આવે છે. જોકે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.ત્યારબાદ 21 ફેબ્રુઆરીએ વર્ષનું બીજું અને પહેલું ચંદ્રગ્રહણ લાગશે. આ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. તેમાં પૃથ્વીની બહારની હળવી છાયા ચંદ્ર પર પડશે, જેના કારણે તેની ચમકમાં થોડો ઘટાડો થશે. આ ગ્રહણ ભારતમાં વહેલી સવારે જોઈ શકાશે, જોકે તેની અસર એટલી હળવી હશે કે સામાન્ય રીતે તેને ઓળખવું મુશ્કેલ બની શકે છે.
ADVERTISEMENT
3/7
18 જુલાઈ 2027ના રોજ વર્ષનું ત્રીજું ગ્રહણ થશે. આ પણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. આ દરમિયાન પૃથ્વીની બહારની છાયા ચંદ્ર પર પડશે. જોકે, આ ગ્રહણની તીવ્રતા ખૂબ જ ઓછી રહેશે. તેના કારણે ચંદ્રની ચમકમાં નજીવો ફેરફાર થશે. આ ગ્રહણનો સમય પણ ખૂબ ટૂંકો હોવાથી તેને નરી આંખે ઓળખવું મુશ્કેલ રહેશે. ખગોળીય ગણતરી મુજબ આ ઘટના ભારતમાં પણ થશે, પરંતુ તેની અસર સામાન્ય રીતે જોઈ શકાય એટલી સ્પષ્ટ નહીં હોય.
4/7
2 ઓગસ્ટ 2027ના રોજ વર્ષનું સૌથી ખાસ પૂર્ણ સૂર્યગ્રહણ લાગશે. આ દરમિયાન ચંદ્રમા સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે અને જે વિસ્તારોમાં પૂર્ણ ગ્રહણ દેખાશે ત્યાં દિવસ દરમિયાન થોડા સમય માટે અંધારું છવાઈ જશે. સ્પેન, મોરોક્કો, અલ્જીરિયા, ટ્યુનિશિયા, લિબિયા, ઇજિપ્ત અને સાઉદી અરેબિયા સહિતના દેશોમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે.ભારતમાં આ ગ્રહણ આંશિક સ્વરૂપે દેખાશે. ગુજરાતમાં પણ લોકો આ ખગોળીય ઘટના નિહાળી શકશે. અમદાવાદમાં બપોરે 3:44 વાગ્યે ગ્રહણ શરૂ થશે, 4:35 વાગ્યે તેની મહત્તમ સ્થિતિ જોવા મળશે અને સાંજે 5:21 વાગ્યે ગ્રહણ પૂરું થશે. એટલે કે અમદાવાદમાં લગભગ 1 કલાક 37 મિનિટ સુધી આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. જોકે, ભારતમાં ક્યાંય પણ પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે નહીં.
ADVERTISEMENT
5/7
વર્ષ 2027નું પાંચમું અને છેલ્લું ગ્રહણ 17 ઓગસ્ટે થશે. આ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. આ દરમિયાન પૃથ્વીની બહારની છાયા ચંદ્ર પર પડશે, જેના કારણે તેની ચમકમાં થોડો ઘટાડો થઈ શકે છે. જોકે, આ ગ્રહણ ભારતમાંથી જોઈ શકાશે નહીં. આ સાથે જ વર્ષ 2027માં થનારી પાંચ ગ્રહણની ખગોળીય ઘટનાઓ પૂર્ણ થશે.
6/7
હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે સૂર્યગ્રહણના 12 કલાક પહેલાં અને ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં સૂતક કાળ શરૂ થાય છે. આ સમય દરમિયાન પૂજા-પાઠ, શુભ અને માંગલિક કામ તથા ભોજનને લઈને કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. જોકે, પરંપરાગત માન્યતા મુજબ જે વિસ્તારમાં ગ્રહણ દેખાતું હોય ત્યાં જ સૂતક માન્ય ગણાય છે. 2027માં 6 ફેબ્રુઆરીનું સૂર્યગ્રહણ અને 17 ઓગસ્ટનું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનાં નથી. જ્યારે 21 ફેબ્રુઆરી અને 18 જુલાઈનાં ઉપછાયા ચંદ્રગ્રહણ માટે અનેક પંચાંગોમાં સૂતક માન્ય ગણાતું નથી. 2 ઓગસ્ટના આંશિક સૂર્યગ્રહણ માટે સ્થાનિક પંચાંગ મુજબ સૂતકના સમયની જાણકારી લેવી જરૂરી રહેશે.આ ઉપરાંત સૂર્યગ્રહણ જોતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ. સૂર્યને સીધો નરી આંખે જોવાથી આંખોને નુકસાન થઈ શકે છે. તેના માટે પ્રમાણિત સોલર ફિલ્ટરવાળા ચશ્માનો જ ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય સનગ્લાસ પહેરીને સૂર્યગ્રહણ જોવું જોખમી છે. બીજી તરફ ચંદ્રગ્રહણને કોઈ ખાસ સાધન વગર નરી આંખે જોઈ શકાય છે.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ